[F4AG] નક્સલવાદ : સરકાર ચાંચુડી ઘડાવે છે

 

નક્સલવાદ : સરકાર ચાંચુડી ઘડાવે છે

Editorial
naxalબાળવાર્તા આળસુ કાબરબાઈ જેમ ચાંચુડી ઘડાવું છું એવા બહાનાં બતાવતા હતા તેમ નક્સલવાદીઓ સામે વાયુસેનાના ઉપયોગ બાબતે કેન્દ્ર સરકાર બહાનાં કાઢી રહી છે. એવું નથી કે નક્સલવાદની સમસ્યાને કેન્દ્ર સરકાર ઓછી આંકી રહી છે અને તેની ગંભીરતા સમજતી નથી.


મૂળ મુદ્દો રાજકીય છે અને ત્રિપાંખિયો રાજકીય છે. પહેલું પાસું એ છે કે કેન્દ્ર સરકારને પણ આદિવાસીઓના મતની જરૂર છે. બીજું પાસું એ છે કે રાજ્યો અને કેન્દ્ર વચ્ચે નક્સલવાદ સામે પગલાં અંગે સહમતી નથી અને ત્રીજું પાસું એ છે કે વિવિધ પક્ષના રાજકીય નેતાઓના હિતો નક્સલવાદના મુદ્દે ટકરાય છે.


શિબુ સોરેન, દિગ્વિજયસિંહ, મમતા બેનરજી વગેરે નેતાઓ નક્સલવાદીઓના છુપા સમર્થક છે. રમણસિંહ, બુદ્ધદેવ ભટ્ટાચાર્ય વગેરે નક્સલવાદીઓની સામે સીધા લડવાની વાત નથી કરતા. કેન્દ્રમાં ચિદમ્બરમ્ એવું માને છે કે નક્સલવાદને તાત્કાલિક ખતમ કરવા માટે સૈન્યની તાકાતનો ઉપયોગ જરૂરી છે.


જ્યારે તેમના જ અમુક કેબિનેટ સાથીઓ આ બાબતે ઢીલી નીતિ ધરાવે છે. દિગ્વિજયસિંહે તો વાયુસેનાના ઉપયોગનો વિરોધ પણ કર્યો હતો. હવે છત્તીસગઢના મુખ્યપ્રધાન રમણસિંહ એવું કહે છે કે દિગ્વિજયસિંહ જ્યારે મુખ્યપ્રધાન હતા ત્યારે નક્સલવાદને છુટો દોર મળ્યો હતો.


દંતેવાડામાં બીજો હુમલો કરીને નક્સલવાદીઓએ વધુ ૩૬ લોકોને મોતને ઘાટ ઉતાર્યા તે પછી તેમની સામે આંખ લાલ કરવાને બદલે ગૃહપ્રધાન પી.ચિદમ્બરમે્ હિંસા અટકાવે તો વાટાઘાટો કરવાનું કહીને ઢીલું વલણ અપનાવ્યું હતું.


કેન્દ્રની નબળાઈ જાણી ગયેલા નક્સલવાદીઓએ તે દરખાસ્ત નકારી કાઢીને ચિદમ્બરમનું નાક વાઢી લીધું છે. યુપીએ સરકારના બીજી ટર્મના શાસનનું એક વર્ષ પૂરું થયું એ નિમિત્તે એક ટીવી ચેનલ દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણમાં જણાવ્યું હતું કે દેશના ૬૭ ટકા લોકો ઇચ્છે છે કે નક્સલવાદીઓ પર હવાઈ હુમલા કરવા જોઈએ.


હવાઈ આક્રમણ બાબતે વિવિધ ગેરસમજો પ્રવર્તી રહી છે. જંગલ પર કાર્પેટ બોમ્બિંગ કરવાની અહીં વાત નથી. ઓળખાયેલા ટાર્ગેટ્સ પર પ્રિસિઝન બામ્બિંગ કરવાનું હોય છે અને ગ્રાઉન્ડ ટેપ્સને એર કવર પૂરું પાડવાનું હોય છે. રાજકારણીઓ આ બધું સમજે છે પણ પોતાના સ્વાર્થ માટે આ બાબતને ગૂંચવી રહ્યા છે.

__._,_.___
Recent Activity:
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
MARKETPLACE

Stay on top of your group activity without leaving the page you're on - Get the Yahoo! Toolbar now.


Get great advice about dogs and cats. Visit the Dog & Cat Answers Center.


Hobbies & Activities Zone: Find others who share your passions! Explore new interests.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...