[F4AG] ‘હવે તમારી જરૂર નથી’ કહેવું ઘણું અઘરું છે

 

'હવે તમારી જરૂર નથી' કહેવું ઘણું અઘરું છે

 Sam Pitroda    
 
 
માનવ સંસાધનોના કદમાં કાપ ઉચ્ચ સ્તરેથી આરંભાવો જોઈએ. સંસ્થામાં કદકાપ કરતા હો ત્યારે તેનું ઉચ્ચ સ્તર ભારેખમ હોઈ જ ન શકે. પગારકાપ સ્વીકારી સીઈઓએ ર્દષ્ટાંત પૂરું પાડવું જોઈએ.


અગાઉ આપણે જોયું હતું કે કટોકટીભર્યા સમયમાં ધંધા વ્યવસાય પ્રત્યે વાસ્તવવાદી દ્રષ્ટિથી જોવું પડતું હોય છે અને તે માટે અનિવાર્ય એવા કંપનીના કદઘટાડા માટે પણ મેનેજમેન્ટે તૈયાર રહેવું જોઈએ. કદઘટાડા માટેના ચાર ક્ષેત્રો પૈકી આપણે રોકડપ્રવાહ સંચાલન, કોર્પોરેટ પુનર્રચના અને બજારોને પુનવ્ર્યાખ્યાિયત કરવા જેવા મુદ્દા જોઈ ગયા છીએ. આ વખતે એ જ ક્રમમાં નીચેની વાત સમજીશું.


માનવબળને પુન: વ્યવસ્થિત ગોઠવવું :


કંપનીના કદમાં કાપ મૂકવાની પ્રક્રિયામાં આ સૌથી અઘરું કામ છે. આજે ધંધામાં ખર્ચાના ૩૦થી ૪૦ ટકા કે તેથી વધુ માનવ સંસાધનો સંબંધિત ખર્ચા હોય છે. તેથી માનવબળમાં ઘટાડો કરવો એ ખર્ચમાં કાપ મૂકવામાં એક મહત્વનું ઘટક છે. માનવબળમાં ઘટાડો, મુસાફરી, ફોન, કરવેરા, વીમો અને ઓફિસ માટેની જગ્યા -આ બધા સાથે સંકળાયેલા ખર્ચાઓમાં પણ ઘટાડો કરે છે. દુભૉગ્યે લોકોને 'હવે તમારી જરૂરી નથી.' એમ કહેવું ઘણું અઘરું છે.


તે માટે અત્યંત ઉત્કૃષ્ટ એવા વ્યક્તિ-વ્યવસ્થાપન કૌશલ્યની જરૂર પડે છે. તેમને નવી નોકરી મેળવવામાં મદદરૂપ થવું. જ્યારે તે નવી નોકરી શોધી રહ્યા હોય એ દરમિયાન તેમને ઉષ્મા-સહાનુભૂતિ પૂરાં પાડવાં, ભલામણના પત્રો લખી આપવા. આને કારણે તેમના કુટુંબમાં સર્જાતી સાંપ્રત સ્થિતિમાં મદદરૂપ થવું - આ બધાં માટે વિશિષ્ટ પ્રકારના કૌશલ્યની અને મુકત પ્રત્યાયનની જરૂર પડે છે. વ્યક્તિઓને નોકરીમાં રાખવી (ભરતી કરવી) પ્રમાણમાં સહેલું છે, પરંતુ છટણી કરવી, એ માનવ સંસાધન વિકાસમાં, લોકોને તેમના સાથીદારોથી અળગા કરી દે છે.


માનવ સંસાધનોના કદમાં કાપ, ઉચ્ચ સ્તરેથી આરંભાવો જોઈએ. સંસ્થામાં કદકાપ કરતા હો ત્યારે તેનું ઉચ્ચ સ્તર ભારેખમ હોઈ જ ન શકે. કેટલીક વખત, ઉચ્ચ સ્તરીય સંચાલકોમાં જો કોઈ ફેરફાર ન કરવાનો હોય તો તેઓ પગારકાપ સ્વીકારશે.


તમારે વાસ્તવિકતાને સ્પષ્ટ દર્શાવવી પડશે અને જે પગલાં યોગ્ય લાગે તે લેવાં જ પડશે. ત્યારે જ સામાન્ય નીચલા વર્ગના કર્મચારીઓ સમજી શકશે કે કરકસરનાં જલદ પગલાં શેનાં માટે લેવાઈ રહ્યાં છે. દરેક સ્તરે કર્મચારીઓને ભોગ આપવો પડશે, અને સીઈઓએ ર્દષ્ટાંત પૂરું પાડવાનું રહેશે.


દરેકે બરાબર સમજી લેવું પડે છે કે વધારે કલાકો કામ કરવાની, પગારકાપ સ્વીકારવાની, ભિન્ન ભિન્ન કામગીરી બજાવવાની અને વધુ પરિવર્તનશીલ બનવાની જરૂર છે. આવા સંજોગોમાં, તમે એમ ન કહી શકો કે, 'આ મારું કામ નથી.' ઇજનેરે ગુણવત્તા નિયંત્રણની કદાચ કામગીરી કરવી પડે અને ઉત્પાદન સંચાલકે કદાચ મરામત (મેઈન્ટેનન્સ)ને લગતી કામગીરી પણ કરવી પડે. આ બધું, ગુણવત્તા જાળવી રાખીને કરવાનું છે, કારણ કે એ એવું પરબિળ છે જે સારા કે કપરા સમયમાં બદલી ન શકાય. સ્પર્ધાત્મકતામાં વધારો કરવા, વાસ્તવમાં તો કપરા સમયમાં ગુણવત્તામાં સુધારો થવો જોઈએ.


સારાંશ :


કદકાપ એ ધંધામાં સાવ સામાન્ય અને વળી અનિવાર્ય છે. દર ૩ થી ૫ વર્ષે આમ કરવામાં આવે છે અને કરવું જોઈએ. છેલ્લાં દસ વર્ષમાં આમ થયું નથી, એનો અર્થ એવો નહીં કે હવે ન થવું જોઈએ કે નહીં થાય. તેને એક નિયમિત ઘટમાળ (ક્રમ)ની જેમ સ્વીકારી લેવું જોઈએ. દરેકે ભવિષ્ય સામે ટકવા, એક કવચ ઊભું કરવાનું, આ એક મુખ્ય કારણ છે. લોકોએ કપરા સમય માટે બચત કરવી જોઈએ, કારણકે કપરો સમય આવવાનો જ છે. કમનસીબે વૃદ્ધિના સમયગાળાને કારણે લોકો બચત શેના માટે છે એ જ ભૂલી ગયા છે.


આપણો ઉછેર, સારા સમયમાં પણ બચતના ખ્યાલ સાથે જ થયો છે, કારણ કે આપણે જાણી બેઠા છીએ કે કપરો સમય આવવાનો જ. હકીકતે તો પહેલાંના વખતમાં, સારા સંજોગોના પ્રમાણમાં મોટેભાગે કપરા સંજોગો જ વધારે આવતા. હવે તદ્દન ઊલટું થયું છે, લોકોએ અને કંપનીઓએ વગર વિચાયે બેફામ ખર્ચા કર્યા છે અને હાલની પરિસ્થિતિ એક સારો પદાર્થપાઠ શીખવે છે. દા.ત. લોકોએ ઘર ખરીદ્યાં અને હવે હપ્તા ચૂકવવાના પ્રશ્નો છે કારણ કે, તેમણે એવું કદી નહોતું વિચાર્યું કે આર્થિક મંદી તેમને વપિરીત અસર પહોંચાડશે.


હવે વાસ્તવિકતા પ્રસ્થાપિત થતી જતી હોવાને કારણે પરિસ્થિતિ વધુ ઝડપથી વણસશે. વધતી જતી બેરોજગારી ખરીદશક્તિને બેહદ ઘટાડી રહી છે. કેટલીક હાઈ-ટેક કંપનીઓની આમદની ૫૦ ટકા જેટલી ઘટી રહી છે અને આવી કંપનીઓની સંખ્યા અતશિય મોટી છે. આનો અર્થ એ થયો કે કર્મચારીઓની સંખ્યામાં ૫૦ ટકા ઘટાડો કરવો પડશે. આ સમગ્ર ઘટનાક્રમના ઘેરા પ્રત્યાઘાતો પણ જરૂર પડશે.


મેનેજમેન્ટની સમગ્ર પ્રક્રિયામાં કદકાપ એ અત્યંત પીડાજનક છે - પરંતુ આવશ્યક છે. તે શસ્ત્રક્રિયા (વાઢકાપ) જેવું છે. એ ઈજા પહોંચાડે છે અને એમાં હિંમતની પણ જરૂર છે, પરંતુ જે શસ્ત્રક્રિયાને સહન કરે છે તેને જીવન ટકાવી રાખવાની વધુ સારી તક પણ સાંપડે છે. જે કોઈ પ્રયાસો દ્વારા ખર્ચા ઘટે અથવા રોકડપ્રવાહ વધે એ હાલના તબક્કે ઉત્તમ ચાલ છે.


રોકડપ્રવાહના સંદર્ભે જ માત્ર નિર્ણયો લેવા જરૂરી છે - મહત્વાકાંક્ષા, લાગણીઓ અથવા સામાન્ય ધંધાકીય તર્કને આધારે પણ નહીં. હાલ તો સૌથી અગત્યની બાબત તમારી પાસે કેટલી રોકડ છે અને કેટલી રોકડનું અસ્તિત્વ ટકાવી રાખવું જરૂરી છે, એ છે. બહાર પારાવાર મુશ્કેલીઓ કેમ ન હોય, હાલ તો તમારાં દ્વાર ખુલ્લાં મૂકી દેવાં એ જ સારનો સાર છે. જો માર્કેટમાં ટકી રહેવું હશે તો આવનારા સમયમાં દરેકે આ બાબતે માનસિક રીતે તૈયાર રહેવું પડશે. (અનુવાદ : ડૉ. એ.સી.બ્રહ્નભટ્ટ)


__._,_.___
Recent Activity:
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
MARKETPLACE

Stay on top of your group activity without leaving the page you're on - Get the Yahoo! Toolbar now.


Get great advice about dogs and cats. Visit the Dog & Cat Answers Center.


Get real-time World Cup coverage on the Yahoo! Toolbar. Download now to win a signed team jersey!

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...