વિન્ટેજ પુસ્તકો હવે સીડીવગાંવારસો - દિવ્યેશ વ્યાસ ૧૯મી સદીનાં દુર્લભ એવાં ૪૧ પુસ્તકોની ડિજિટલ આવૃત્તિ (સીડી) તૈયાર કરવાનું જહેમતભર્યું કાર્ય ફાર્બસ ગુજરાતી સભાએ કર્યું છે. ઈ.સ. ૧૯૦૦ પહેલાંનાં વર્ષોમાં છપાયેલાં પુસ્તકોની સચવાયેલી પ્રતોના એક એક પાનાને સ્કેન કરીને તૈયાર કરાયેલી સીડી નવી પેઢીને એ જમાનામાં પ્રિન્ટિંગ કેવું થતું હતું? કેવાં કેવાં ફોન્ટ વપરાતા હતા? કવર પેજ કેવાં બનતાં હતાં? તેની જાણકારીની સાથે સાથે એ જમાનાની ગુજરાતી ભાષા અને સાહિત્યને જાણવા-માણવાની ર્સ્વિણમ તક પૂરી પાડશે. વાંચે ગુજરાત...વાંચે ગુજરાત...હમણાં બહુ ચાલ્યું છે, પણ શું વાંચવું એનો જવાબ મેળવવો મુશ્કેલ છે. આમ તો વાંચવા માટેના વિકલ્પો અને વૈવિધ્યનો પાર નથી, પરંતુ પસંદગી કરવી ચોક્કસ અઘરી છે. અનેક સાહિત્યકારોએ પોતાનાં ભાતભાતનાં સર્જનોથી ગુજરાતી ભાષા અને સાહિત્યને દીપાવ્યાં છે, પણ શું તમને 'જૂની ગુજરાતી'માં લખાયેલું સાહિત્ય વાંચવામાં રસ પડે ખરો? તમને તરત પ્રશ્ન થશે, જૂની ગુજરાતી એટલે શું? ઉદાહરણો જોઈએઃ 'શ્રી ઇંગલંડ દેશની મુખતેશર અને શેહેલ વારતા', 'જરતોશતી લોકોનાં ધરમ પુશતકો તથા એ પુશતકોની ભાષા અને પુરાતમપણાવીશે નીબંધ' બોલો, કંઈ સમજાયું? કદાચ થોડું થોડું સમજમાં આવ્યું હશે. ખરેખર તો આ ગુજરાતી ભાષાનાં ૧૯મી સદીમાં એટલે કે ૧૯૦૦ની સાલ પહેલાંના ગાળામાં છપાયેલાં બે પુસ્તકોનાં શીર્ષકો છે. તો આવી હતી, આજની ગુજરાતી કરતાં થોડી ઘણી અલગ એ વખતની ગુજરાતી, બોલાતી ગુજરાતી ભાષા જ્યારે લખાતી-છપાતી થઈ તે વખતનું ગુજરાતી, એટલે કે જૂની ગુજરાતી. આવાં ૧૯મી સદીનાં બીજાં કેટલાંક પુસ્તકોનાં શીર્ષક જોઈએ : 'દલપતરામકૃત કાવ્યસંગ્રહ', નર્મદ સંપાદિત 'દયારામકૃત કાવ્યસંગ્રહ', નર્મદે પોતે પ્રકાશિત કરેલી 'નર્મગીતાવળી', ગુર્જર અગ્રેસર મંડળની 'ચિત્રાવલી', 'મુંબઈની યુનિવરસિટિ વિશે', 'અખાભક્તની વાણી', 'ગજલસતાંન', 'મુંબઈનો બાહાર', 'શેક્સપીર નાટક અંક-૧', 'બુદ્ધિવર્ધક ગ્રંથ', 'ગરેટ બરીટન ખાતેની મુસાફરી', 'કયાપતન ગ્રંટની ડપૂની મરાઠાઓની બખરના', 'શેરને સટ્ટાબાજી', 'નામાર્થ બોધ', 'દક્ષિણ હિંદુસ્થાનમાં મુસાફરી', 'મનહરપદ', નર્મદનું 'અલંકાર પ્રવેશ', 'ગુજરાતી ભાષાનું વ્યાકરણ', 'ફાર્બસ જીવનચરિત્ર', 'ઇજિપ્તની ભૂમિ'...બોલો, કેવી મજા પડી? તમને તરત થશે કે આવી ગુજરાતી ભાષાનાં પુસ્તકો વાંચવાનો રોમાંચ તો કંઈક અલગ જ હોય. મળે તો વાંચવા જોઈએ. કોઈ તરત કહેશે કે પણ એટલાં જૂનાં પુસ્તકો મળે ક્યાં? મળે તોપણ એટલાં જૂનાં પુસ્તકો તો જર્જરિત હાલતમાં હોય, હાથમાં પાનું પકડીએ ત્યાં ભરભર ભુક્કો થઈ જાય. વાત તો સાચી છે, એવાં પુસ્તકો મળવાં દુર્લભ અને મળે તોપણ તે વાંચી શકાવાની શક્યતા નહિવત્ જ રહે. જોકે, આ સમસ્યાનો ઉકેલ ગુજરાતની એક ખૂબ જ જૂની અને પ્રતિષ્ઠિત સંસ્થાએ આપણને કાઢી આપ્યો છે. છેક ૧૮૬૫માં સ્થપાયેલી 'ફાર્બસ ગુજરાતી સભા'એ પોતાના ગ્રંથાલયમાં સચવાયેલાં ૧૯મી સદીનાં દુર્લભ પુસ્તકોની ડિજિટલ આવૃત્તિ (સીડી) તૈયાર કરી છે. શરૃઆતમાં ૨૦ પુસ્તકો અને તાજેતરમાં બીજાં ૨૧ પુસ્તકો, એમ કુલ ૪૧ પુસ્તકોનું ડિજિટલાઇઝેશનનું કામ સંપન્ન કરીને આ સંસ્થાએ ગુજરાતી ભાષા અને સાહિત્યની બહુ મોટી સેવા કરી છે. ૧૯મી સદીનાં દુર્લભ ૪૧ પુસ્તકો હવે ઈ-બુક્સ સ્વરૃપે સીડીવગાં થયાં છે અને આ ઈ-બુક્સની વિશેષતા એ છે કે કમ્પ્યુટરની સ્ક્રીન પર સામાન્ય પુસ્તકની જેમ તેનાં બે પાનાં ખુલ્લાં રહે છે, એટલે કે તમારી સામે પુસ્તક મૂળ પુસ્તક જ ખુલ્લું હોય એવો અહેસાસ થાય છે. તમે ઇચ્છિત પાના પર જઈ શકો છો અને એક પછી એક પાનાં ખોલો તો પુસ્તકના પાનાના ફફડાટનો અવાજ પણ તેમાં મૂકવામાં આવ્યો છે, જેથી તમે ખરેખર પુસ્તક વાંચી રહ્યા હો એવું ફીલ કરી શકાય છે. ફાર્બસ ગુજરાતી સભાએ ધાર્યું હોય તો આ તમામ પુસ્તકોને ફરી કમ્પોઝ કરાવીને નવી આવૃત્તિ છાપી શક્યા હોત, પરંતુ તેણે એવું વિચાર્યું કે એમ કરવાથી લખાણ-સાહિત્ય તો નવી પેઢી સુધી પહોંચે પણ તેમાં મજા નથી. નવી પેઢીને જૂનાં પુસ્તકો કેવાં હતાં, તેનું પ્રિન્ટિંગ કેવું હતું, એ જમાનામાં કેવાં કેવાં ફોન્ટ વપરાતા હતા, કેવાં કેવાં કવર પેજ બનતાં હતાં, એ બધાનો અંદાજ પણ આવવો જોઈએ. તેમણે મૂળ પુસ્તકનાં એકે એક પાનાં સ્કેન કરીને ભારે જહેમત લઈને આ વિન્ટેજ પુસ્તકો આપણા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરેલો છે. આ પ્રોજેક્ટમાં સક્રિય રહીને સિંહફાળો આપનારા અને ફાર્બસ ગુજરાતી સભા સાથે વર્ષોથી સંકળાયેલા મુંબઈના જાણીતા ફ્રિલાન્સ લેખક દીપકભાઈ મહેતા જણાવે છે કે આજે નેટ પર અનેક પુસ્તકોની મૂળ આવૃત્તિઓ ડિજિટલ સ્વરૃપે જોવા-વાંચવા મળે છે, એ જોઈને અમને વિચાર આવેલો કે ૧૯મી સદીમાં છપાયેલાં અને જર્જરિત હાલતમાં છતાં સચવાયેલાં પુસ્તકોને પણ ઈ-બુક્સના નવા અવતારમાં શા માટે ન ઉપલબ્ધ બનાવવાં? હાલમાં તો આ દરેક પુસ્તકની સીડી ફાર્બસ ગુજરાતી સભા પાસેથી મેળવી શકાય છે, પરંતુ અમે જ્યારે તેમને આ વિન્ટેજ પુસ્તકો નેટ પર ઉપલબ્ધ કરાવવા અંગે દીપકભાઈને પૂછયું ત્યારે તેમણે કહ્યું કે ભવિષ્યમાં અમારી વેબસાઈટ બનાવીને તેમાં આ તમામ પુસ્તકો મૂકવા અંગે અમે ચોક્કસ વિચારીએ છીએ, પરંતુ સંસ્થાની આર્થિક સ્થિતિ જોતાં હાલ આ ડિજિટલાઇઝેશનનો ત્રણ લાખથી વધુ થયેલો ખર્ચ નીકળી જાય, એવું વિચારીને સીડી વેચીએ છીએ. ૧૯મી સદીનાં પુસ્તકોના ઈ-બુક્સના અવતારને લોકોએ વધાવી લીધો છે અને અત્યાર સુધીમાં બસ્સોથી વધુ સીડીનું વેચાણ થઈ ચૂક્યું છે. આ ૪૧ પુસ્તકોમાં કેટલાંક પુસ્તકો તો દેવનાગરી લીપીમાં છપાયેલાં છે. મોટા ભાગનાં પુસ્તકોનાં કવર સાવ સાદાં છે. આમાં કેટલાંક પુસ્તકો દોઢસો-બસો પાનાંનાં છે, તો કેટલાંક વળી સાતસો-આઠસો પાનાંનાં પણ છે. ફાર્બસ ગુજરાતી સભા હજુ કેટલાંક વધુ વિન્ટેજ પુસ્તકોને પણ સીડીવગાં કરવાનું વિચારી રહી છે. 'વાંચે ગુજરાત'નું આંદોલન ચાલી રહ્યું છે ત્યારે ગુજરાતને પોતાનાં અમૂલ્ય વારસા સમાં આ પુસ્તકો વાંચવા પણ જરૃર ગમશે. તમને શું લાગે છે? |
__._,_.___
**************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
MARKETPLACE
.
__,_._,___
No comments:
Post a Comment