[F4AG] સફળ વ્યક્તિ કેવું વિચારે છે

 

સફળ વ્યક્તિ કેવું વિચારે છે

Source: Bakul Bakshi, Navi Nazare   
જહોન મેકસવેલ અમેરિકાના એક જાણીતા લીડરશીપ ગુરુ છે. જેમના પુસ્તકો બેસ્ટ સેલર બન્યા છે અને પોતે ઘણી મોટી કંપનીઓના સલાહકાર છે. બહોળા અનુભવ બાદ એમણે સફળ થયેલા લોકોની વિચારપદ્ધતિ વિશે સંશોધન કર્યું છે. એમના પુસ્તક 'હાઉ સક્સેસફુલ પીપલ થિંક'નું મુખ્ય તારણ છે કે કોઇ પણ ક્ષેત્રમાં સફળ થવા માટે ખાસ વિચાર પદ્ધતિ હોવી જરૂરી છે. લેખકે કરેલા સંશોધનની થોડી ખૂબીઓ...


કોઇ પણ સફળ વ્યક્તિ નેગેટિવ નથી હોતી. સારા વિચારો અલ્પ સમય પુરતા જ આવતા હોય છે. માટે તેમનો તાત્કાલિક અમલ જરૂરી છે. વિચારોની નોંધ કરવાની આદત કેળવો જેથી અમલ કરવામાં સરળતા રહે. નાની ઇચ્છાઓ છોડી મોટા પાયા પર વિચાર કરવાનો આગ્રહ રાખો. સફળ વ્યક્તિ મોટું સ્વપ્ન જુએ છે. પોતે અભિપ્રાય આપવા કરતાં બીજાંને સાંભળવાથી વધારે શીખવા મળે છે. વિચારોને ધ્યેય પર કેન્દ્રિત કરો અને વિચલિત કરતી દરેક આદતથી દૂર રહો.


આથી તમારી પસંદની અમુક પ્રવૃત્તિઓ છોડવી પડે તો પણ અચકાશો નહીં. તમારી પ્રગતિનો રીવ્યૂ કરતા રહો. સફળ વ્યક્તિ પોતાના સ્વપ્નનો વિકલ્પ તૈયાર રાખે છે. જો સ્વપ્ન સાકાર ન થાય તો બીજા વિકલ્પનો અમલ કરે છે. માટે એ નિષ્ફળતાના ભયથી મુકત છે. જેવી છે તેવી સ્થિતિથી એ ક્યારેય સમાધાન નથી કરતા અને સુધારવાની કોશિશ કરતા રહે છે. વિચારોને વાસ્તવિક રાખો. ધ્યેય અને વાસ્તવિકતા વચ્ચેનું અંતર નિરાશાનું કારણ બને છે.


આપણા સાધનોને ધ્યાનમાં રાખી ભવિષ્યની યોજના ઘડો. સૌથી ખરાબ સ્થિતિ શું થઇ શકે તેનું ધ્યાન રાખી વ્યૂહાત્મક રીતે વિચારો પર અમલ કરો. સારી તૈયારી અડધી લડાઇ જીતાડી દે છે. કોઇ પણ સમસ્યાને નાના ટુકડાઓમાં વહેંચી દેવાથી એનો સામનો કરવો સહેલો થઇ જશે. જો તમે ધારી લેશો કે અમુક કામ તમારાથી નહીં થાય તો બધી જ મદદ મળવા છતાંય તમે એ કામ નહીં કરી શકો. સફળ વ્યક્તિ બદલાવથી ડરતી નથી.


સફળતા માટે પોતાને ફાવતી સ્થિતિનો મોહ છોડવો જરૂરી છે. પરિસ્થિતિ પ્રમાણે બદલાતા રહેવાની આદત કેળવો. ટોળાની વૃત્તિથી દૂર રહો. સામાન્ય લોકો રિવાજ કે પ્રથાને માને છે. એમનાથી થોડું જુદું વિચારો. ટોળાની વૃત્તિ સામાન્ય પરિણામ આપશે, સફળતાનું શિખર નહીં. સફળ લોકોના વિચારોનો અભ્યાસ કરી તમારી પરિસ્થિતિ પ્રમાણે અમલમાં મુકવાની કોશિશ કરો.


લેખકની આ સલાહો સફળ વ્યક્તિઓની વિચારશૈલીનો અભ્યાસ કર્યા બાદ અપાઇ છે. એ માને છે કે કોઇ પણ યોજનાને પાર પાડવા માટે યોગ્ય વિચાર પદ્ધતિનું હોવું અત્યંત જરૂરી છે.'



__._,_.___
Recent Activity:
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
MARKETPLACE

Stay on top of your group activity without leaving the page you're on - Get the Yahoo! Toolbar now.


Get great advice about dogs and cats. Visit the Dog & Cat Answers Center.


Hobbies & Activities Zone: Find others who share your passions! Explore new interests.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...