[F4AG] ખરો ચિત્રકાર એ જ છે જે પોતે પોતાના ભગવાન છે

 

ખરો ચિત્રકાર એ જ છે જે પોતે પોતાના ભગવાન છે

Source: Kanti Bhatt    
 
કોઈપણ યુવાને પોતાના ટેમ્પરામેન્ટ પ્રમાણે જ જીવવું અને તે પ્રમાણે ચિત્રકાર, કવિ કે રખડુ બનવું હોય તો બનવું. ઈશ્વરે માનવીને આપેલી ભેટમાં કહ્યું છે કે, 'મારી અવેજીમાં તું જ તારો ભગવાન બન.'


For me painting is a way toForget-Life, It is a dry in theNight a stranged laugh.- Georges Roualt


સર ગોડ ફ્રે નેલર નામના જર્મન ચિત્રકારે અઢીસો વર્ષ પહેલાં કહેલું કે ઓન્લી ગોડ મેઈકસ પેઈન્ટર્સ. માત્ર વિધાતા જ ચિત્રકારને જન્મ આપે છે. પેઈન્ટિંગને સાઈલન્ટ પોએટ્રી પણ કહે છે, પરંતુ જ્યારે ઈશ્વર ચિત્રકારને ઘડે છે ત્યારે મોટા ભાગના ચિત્રકારને તે ગરીબ પણ રાખે છે-પાગલ જેવા રાખે છે કે તરંગી બનાવે છે. ચિત્રને 'શાંત કવિતા' કહે છે. ચિત્રકારની એક જમાનામાં કિંમત હતી. કવિની કિંમત હતી. આજે બહુ ઓછા કવિ કે ચિત્રકારની કિંમત થાય છે, પણ આજે આ લેખ લખતી વખતે આપણે ચિત્રકારની ખૂબ કિંમત કરી છે. 'સૌરાષ્ટ્ર' નામનું ચિત્ર સૈયદ હૈદર રઝાએ દોર્યું તે ચિત્ર તેની જીવનની સંધ્યાએ રૂ. ૧૯ કરોડ ઉપજાવી ગયું છે.


પણ વિન્સેન્ટ વાન ગોગ જેવા ચિત્રકારના ચિત્રની તો મરી ગયા પછી મોડે મોડે કિંમત થઈ હતી. ભલે ચિત્રકાર ગરીબ હોય, તરંગી હોય કે અવગણના થતી હોય આપણે કાર્લ વોન વેબરની વાત માનીને આજે થોડાક મનુ પારેખને અને ઝાઝા બધા વિન્સેન્ટ વાન ગોગને યાદ કરીએ. કાર્લ વોન વેબરે કહેલું કે 'એન આર્ટિસ્ટસ િસ્ફયર ઓફ ઈન્ફ્લુઅન્સ ઈઝ ધ વર્લ્ડ.' આ વાત ભારતના સૌરાષ્ટ્રના અને ગુજરાતના ઘણા કલાકારોને લાગુ પડે છે.


મકબુલ ફીદા હુસેન જે એમ. એફ. હુસેન તરીકે ઓળખાય છે તેનાં ચિત્રો અબજો રૂપિયામાં વેચાય છે, પણ બિચારા તેના વતનમાં હાડ્ય હાડ્ય થયેલો છે. ૧૯૬૯માં લગભગ ૪૦ વર્ષ પહેલાં હું કમાટીપુરાની વેશ્યા વિશે લેખ લખવા ગયો ત્યારે ત્યાંના એક થિયેટરના ભંડકિયામાં મકબુલ ફીદા હુસેનને સાદી બીડી પીતો પીતો રોજના રૂ. પાંચની મજૂરીથી સિનેમાના બોર્ડ ચીતરતો જોયો હતો. પણ આજે તેનું સ્ફિયર ઓફ ઈન્ફ્લુઅન્સ આખી દુનિયામાં છે. તમે તમારા બાળકની બચપણની પેઈન્ટિંગની હોબીને પ્રોત્સાહન આપો છો? બાળકને ચિત્રકાર થવું હોય ત્યારે શું કહો છો? અરે બેટા (કે દીકરી!) પેઈન્ટિંગમાં દા'ડો નહીં પાકે, કંઈ બીજું શીખ.


ફ્રેંચ વાર્તાકાર જોરિસ કાર્લ હુઝમેન્સને પેઈન્ટર થવું હતું પણ તેને પેઈન્ટિંગમાં કોઈ એ પાઈ પરખાવી નહીં પછી તે વાર્તાકાર થયો. વાર્તા દ્વારા તેણે પોતાની પીડા વ્યક્ત કરી. તેણે કહેલું કે માણસે જે પીડા આવે તે ભોગવી લેવી. કોઈ ને કોઈ કળા (લેખન, કવન, ચિત્રકામ, શિલ્પકામ વગેરે) હસ્તગત કરવી અને કદી જ સ્પિરિચ્યુઅલ બનવાનો ઢોંગ ન કરવો. સ્પિરિચ્યુઆલિઝમ એક જબ્બર એસ્કેપીઝમ છે-પલાયનવાદ છે, જ્યારે ચિત્રકામ કે કલા એક જાતનો રચાનાત્મક પલાયનવાદ છે.


મનુ પારેખ મૂળ અમદાવાદમાં જન્મેલા અને મુંબઈની જે. જે. સ્કૂલ ઓફ આર્ટમાં ભણ્યા. પહેલાં મુકુન્દ શ્રોફ નામના ચિત્રકાર પાસેથી ૧૨ની ઉંમરે ચિત્રકામ શીખ્યા. તેમને ગુજરાતી નાટકોમાં શરૂમાં વધુ યશ મળ્યો. તેમણે જર્મન ચિત્રકાર આનસેલ્સ કીફરનું સૂત્ર યાદ રાખ્યું. આ જર્મન ચિત્રકાર માબાપના આગ્રહથી કાયદો ભણ્યો પણ તેમણે ઘસીને કહી દીધું મારે વકીલ થવું નથી. મારે ચિત્રકાર થવું છે અને ચિત્રકાર થયા પણ ખરા. મનુ પારેખે તેમનું સૂત્ર સોને મઢીને રાખ્યું હોય તેમ લાગે છે.


આ સૂત્ર છે 'તમારે કલાકાર થવું છે? કવિ થવું છે? લેખક થવું છે?-તો તમારા હૃદયના ઘા બતાવો.' મનુ પારેખને ઘણા ઘા વાગ્યા હશે પણ તે ચિત્રકાર થયા પછી સૌથી મોટો ઘા તેમને ભાગલપુરના અમુક ગુનેગાર કે બહારવટિયાઓને ત્યાંની પોલીસે ધગધગતા સિળયા ચાંપીને અંધ બનાવી દીધા અને જગતભરમાં 'ભાગલપુર બ્લાઈન્ડિંગ'ના કિસ્સા તરીકે ભાગલપુર જગબત્રીસીએ ચઢયું ત્યારે એમ. વી. કામત, હું અને મનુ પારેખ ભાગલપુર આવેલા એ અંધ ગુનેગારોની કથની અને પીડા મનુ પારેખે ચિત્રો દ્વારા રજૂ કરેલી. પદ્મશ્રીનો ઈલ્કાબ પામેલા મનુ પારેખ માટે તો પાનાંનાં પાનાં ભરાય તેટલું લખાય.


એટલે આપણે જગતમાં સૌથી પ્રખ્યાત અને આજે પણ જેની બોલબાલા છે તે મૂળ હોલાન્ડના કલાકાર વિન્સેન્ટ વાન ગોગની વાત કરીએ. આજે મકબુલ ફીદા હુસેન કે મનુ પારેખ કે સૈયદ હૈદર રઝાના ચિત્રોના રૂ. ૧૯ કરોડ સુધી ઊપજે છે ત્યાં હો હા થાય છે પણ લગભગ પચીસ વર્ષ પહેલાં વાન ગોગના એક ફુલના ચિત્રના રૂ. ૫૨ કરોડ ઊપજ્યા હતા. તે રૂપિયાને આજના મૂલે મૂલવીએ તો રૂ. ૧ અબજ ઊપજયા ગણાય.


જિંદગીભર ગરીબી અને ઉપેક્ષા સહન કરનાર આ ચિત્રકાર વિન્સેન્ટ વાન ગોગ તો નવો નવો ચિત્રકાર હતો ત્યારે તેનું ચિત્ર કોઈ ખરીદવા તૈયાર થતું નહોતું. પણ તેના મરણ પછી લંડનની ક્રિસ્ટી નામની અમૂલ્ય ચીજો-કલાકૃતિ-ઘરેણાનું લીલામ કરતી કંપનીમાં વિન્સેન્ટ વાન ગોગનાં ચિત્રનું લિલામ જાહેર થયું ત્યારે ૨૫ વર્ષ પહેલાં ૩૦૦ નામો ખરીદાર તરીકે નોંધાયેલાં. તેના ચિત્રની બોલી જ રૂ. ૧ કરોડથી શરૂ થયેલી. વિન્સેન્ટ વાન ગોગ મરણ પછી જ્યાં દટાયો હતો ત્યાં તેના અસ્થિ બાકી રહ્યા હોય તો ઊછળી પડે તેવી ગિરદી તેનાં ચિત્રો ખરીદનારાઓએ કરી હતી.


યોગાનુયોગ હું ૧૯૮૭ આજુબાજુ હોલેન્ડની યાત્રાએ ગયો ત્યારે જ હોલેન્ડના આ ચિત્રકારના ચિત્રનું લિલામ હતું. ૩૦ માર્ચ ૧૮૫૩માં હોલેન્ડના ઝુન્ડેર્ટ નામના એક ગામડામાં પાદરીને ત્યાં જન્મેલા વિન્સેન્ટ વાન ગોગના પિતાની ટૂંકી આવકની પૂર્તિ કરવા તેને વધુ ભણાવવાને બદલે એક કલાની ચીજોના વેપારીને ત્યાં તાલીમી તરીકે રાખ્યો. આ વેપારીની પાસે જગતભરનાં વિખ્યાત ચિત્રો-કલાકૃતિ વેચાવા આવતાં. તેના સેલ્સમેન તરીકે વાન ગોગ કલાકૃતિનું મૂલ્ય સમજયો. તેના તરંગી સ્વભાવને કારણે શેઠ સાથે ફાવ્યું નહીં. બેકાર ફર્યા પછી ૨૧ની ઉંમરે લંડનમાં નોકરીએ રહ્યો. એક રૂમ ભાડે રાખી તે રૂમની માલિકણ બાઈની પુત્રી ઉર્સુલા સાથે ખાલી ખિસ્સે પ્રેમમાં પડ્યો.


તેણે ચિત્રના વેપારીને ત્યાં નોકરી કરતાં કરતાં શોખ ખાતર ચિત્રો દોરવા માંડેલાં. ખાલી ખિસ્સાવાળા પ્રેમીને ઉર્સુલાએ ધકેલી દીધો એટલે પાછો તે હોલેન્ડ આવી ગયો. તેના પ્રેમનો ઉપહાસ થતાં એટલી બધી ગમગીનીમાં દટાઈ ગયો કે પછી નિરાશા ટાળવા સતત ચિત્રો દોરતો રહ્યો. ચિત્રકામમાં એટલો તલ્લીન થતો કે તરસ લાગે તો નજીકમાં ઘાસલેટનું ડબલું પડ્યું હોય તે પી જતો. અગર રંગવાળી પીંછી ધોવાનું ડહોળું પાણી પણ પી જતો. આવું પ્રવાહી પી પીને તેણે પેટને ખરાબ કરેલું. ક્યાંય ઠરીને ઠામ થાય નહીં. ચિત્રકાર તરીકેય ભાવ પુછાય નહીં એટલે મોટા ભાઈના પૈસાની મદદથી જીવતો. તેને ચિત્રકામની ધૂન હતી એટલે ભાઈએ તેને બેલ્જિયમની એન્ટવર્પની આર્ટ એકેડેમીમાં ભણવા મોકલ્યો.


વાન ગોગને ચિત્રકાર-શિક્ષકે એક સ્ત્રીનું ચિત્ર દોરવા કહ્યું. તેણે સ્ત્રીનું જે વાસ્તવિક લાગે તેવું ચિત્ર દોર્યું. કમર નીચેના ભાગને વધુ પડતો પહોળો ચીતર્યો. શિક્ષકે તેને ઠપકો આપ્યો. 'સુંદર સ્ત્રી આવી જાડી ન હોય. સ્ત્રી હોય તે સુંદર જ હોય તેમ માનીને ચિત્ર દોરવું.' પણ વાન ગોગે કહ્યું 'સ્ત્રી જ્યારે ગર્ભવતી થાય ત્યારે તેના આ ભાગમાં બાળક રહેવાનું હોય છે એટલે સ્ત્રીનો એ ભાગ પહોળો જ ભગવાને ઘડ્યો છે. શિક્ષક ગુસ્સે થયો અને વાન ગોગનું ચિત્ર ફાડી નાખ્યું. હોલેન્ડમાં ચિત્રકારની કદર નહીં થાય તેમ માની તે પેરિસ ગયો અને ત્યાં વિખ્યાત ચિત્રકાર પોલ ગોગીન સાથે દોસ્તી કરી તેની સાથે રહી તે ચિત્રો દોરતો. બન્નેએ મળીને પછી નજીકના એ ગામડે કલાધામ બનાવીને નાનાં બાળકોને ચિત્રદોરતા કર્યા.


પોલ ગોગીન પણ તરંગી હતો. ૧૭ની ઉંમરે ચિત્રકાર ગોગીન શેરબજારનો સટોડિયો બન્યો. શરૂમાં ખૂબ કમાયો પણ પછી ૧૮૮૪માં જ્યારે શેરબજાર તૂટ્યું ત્યારે ગોગીન રસ્તા પર આવી ગયો અને પાછો પેઈન્ટર બન્યો અને તે નગ્ન સ્ત્રીનાં ચિત્રો દોરતો તે તત્કાળ વેચાઈ જતાં. ગોગીન સ્ત્રીના શોખીન હતા. વેશ્યા પાસે પણ જતા. ત્યારે વાન ગોગ પાસે પૈસા નહોતા એટલે વેશ્યા તેને ઠુકરાવતી. ગુરુ ગોગીન પણ તેની ઉપેક્ષા કરે છે તે જોઈને તે પાગલ થઈ ગયો. પાગલખાનામાં રહ્યો. આપઘાત કરવાનું પણ વિચાર્યું પણ આખરે ચિત્રના શોખે તેને જીવતો રાખ્યો.


તેણે ગમગીની ટાળવા ૨૦૦ ચિત્રો દોર્યાં અને તેમાં સનફ્લાવર્સ (સૂરજમુખી)નું ચિત્ર પણ દોર્યું. આ બધું જ હતાશા અને નિરાશમાં સર્જન કર્યું અને સૂરજમુખીનું ચિત્ર તે ગોગીનને ભેટ આપીને પાછો ૧૮૯૦માં હોલેન્ડ આવ્યો અને પછી...? છેક ૯૭ વર્ષ પછી એ ચિત્રના રૂ. ૫૨ કરોડ ઊપજ્યા. આ ચિત્રના સર્જક વાન ગોગે ૩૭ની વયે આપઘાત કરવા પિસ્તોલથી પેટ ચીર્યું પણ મર્યો નહીં. આખરે દુ:ખી થઈ થઈને મર્યો ત્યારે વિન્સેન્ટ વાન ગોગની કબર ખોદવા માટે રૂ. ૫૨ની જરૂર હતી તે પણ તેના ઘરમાંથી નીકળ્યા નહીં! ૨૧મી સદીના ચિત્રકારો તમને ધરપત છે કે આજે વાન ગોગ જેવી ગરીબી કોઈ ભોગવશે નહીં.


હું માનું છું કે કોઈપણ યુવાને પોતાના ટેમ્પરામેન્ટ પ્રમાણે જ જીવવું અને તે પ્રમાણે ચિત્રકાર, કવિ કે રખડું બનવું હોય તો બનવું. આપણામાં ઈશ્વરે એક અદભૂત ભેટ આપી છે. તે ભેટમાં ઈશ્વરે કહ્યું છે કે, હે માનવ! તું મારી અવેજીમાં તું જ તારો ભગવાન બન.'

__._,_.___
Recent Activity:
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
MARKETPLACE

Stay on top of your group activity without leaving the page you're on - Get the Yahoo! Toolbar now.


Get great advice about dogs and cats. Visit the Dog & Cat Answers Center.


Hobbies & Activities Zone: Find others who share your passions! Explore new interests.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...