ગૃહિણીઓની શોષણખોર માનસિકતાSource: Kanti Bhatt મેક્સલર્નર નામના સમાજશાસ્ત્રીએ ૬૦ વર્ષ પહેલાં તેના પુસ્તક 'ધ અનફિનિશ્ડ કન્ટ્રી'માં લખેલું કે નીચલા વર્ગના માનવીને એક કોમોડિટી (ચીજ) તરીકે વાપરવા તે આજના યુગનો રોગ છે. આ રોગ આજે તો ઘરકામ માટે નોકર રાખનારા વર્ગમાં ક્રોનિક રીતે વધુ વકર્યો છે. આપણાં ઇલાબહેન ભટ્ટ, રીમાબહેન તેમ જ મનાલીબહેન ઘરનોકરોના શોષણને અટકાવવા ૨૦ વર્ષથી મહેનત કરે છે, પણ અમદાવાદની વસતિ કૂદકે ને ભૂસકે વધે છે તેમતેમ ઓરિસ્સા, બિહાર અને ઉ.પ્ર.ની ગરીબી વધે છે. તે બધા અમદાવાદમાં કેટલાક ફૂટપાથ પર ખાય પીએ છે. આવી બહેનોનું શોષણ ઘરકામમાં થાય છે. મુંબઈમાં એક કામ એટલે કે કપડાં ધોવા કે માત્ર વાસણ માંજવાના રૂ. ૩૦૦થી રૂ. ૩૫૦ લે છે. ઘરના સભ્યોની સંખ્યા વધુ હોય તો એક કામના રૂ. ૫૦૦ લે છે. અમદાવાદમાં એક કામનાં રૂ. ૫૦ કે રૂ. ૧૦૦ કે વિસ્તાર પ્રમાણે બહુ બહુ તો રૂ. ૨૫૦ મળે તે પણ બહુ જ ઓછી ધનિક બહેનો આપે. સવારે જોગિંગ કરીને ભરપેટ નાસ્તા કરીને કે બીજા શોખ કરીને દવામાં ખર્ચશે, દર ત્રણ મહિને તબિયતના રૂ. ૩૦૦-૫૦૦ના રિપોર્ટ કઢાવશે પણ ઘરકામવાળાને પૂરતા પૈસા નહીં આપે. શોષણનાં અનેક સ્વરૂપ છે. મુંબઈના મરિનડ્રાઈવનાં બહુમાળી બિલ્ડિંગોમાં અને અમદાવાદમાં નોકરોને અમુક લિફ્ટ વાપરવાની છુટ નથી. લતા મંગેશકરને લોકો ભાગ્યશાળી કહેતા તેમને છ-છ નોકરો મળી રહેતા. લતા ત્યારે પ્રભુકુંજમાં રહેતાં અને નોકરોને રસ્તામાં સૂવું પડતું. જોય મુખરજીની હીરો તરીકે બોલબાલા હતી ત્યારે તેમણે છ નોકરો રાખેલા પછી મંદી આવતાં ત્રણ નોકરો કર્યા. અમુક ફિલ્મસ્ટાર ગરીબ થયા તેમને તેમના ઘરનોકરોએ પોષ્યા છે. તમારે હોંગકોંગમાં દીકરી પરણાવવી હોય તો અમદાવાદની જેમ મૂંઝાવુ નહીં. હોંગકોંગની ગુજરાતણોને ફિલિપિની, ચીની કે કોરિયન છોકરી સસ્તામાં મળે છે. મુંબઈ શહેરમાં ઘણાં ઘરોમાં નોકરો એવી કોમોડિટી હતા કે રેશનિંગના વખતમાં સસ્તા ચોખા કે સડેલા ઘઉં મળે તેની રોટલી નોકરો માટે અલગ થતી! ભારત ગમે તેટલી આર્થિક પ્રગતિ કરે ધનિક શેઠાણીઓનાં મન ઓછાં ઉદાર થતાં જશે. તે પ્રગતિ નહીં અવગતિ ગણાશે. કોઈ આશ્રિત કે તમે ઉપકાર કર્યો હોય તેવી વ્યક્તિને તમે કોમોડિટી બનાવી દો છો તેનો એક જીવંત દાખલો. હજી ૫૦-૬૦ વર્ષ પહેલાં જ ઘણી સ્ત્રીઓ વહેલી ઊઠી કીર્તન ગાતી ગાતી ઘંટલામાં મુઠિયા કે હાંડવા કે ઢોકળાનું અન્ન ભરડતી. સમૂહમાં બહેનો ભેગી થઈ ઘઉં-બાજરો સાફ કરતી,પછી ઘઉંને એરંડિયું ચઢાવીને કોઠીમાં ભરતી. એમના માટે રસોડું એક મોટું જિમ્નેશિયમ હતું. તેમના માટે મેડિટેશન કે 'યોગા' (!) ઐસીતૈસી હતી. હવેલીનાં દર્શન કે જૈન મંદિરનાં દર્શન એ જ તેમની મોટી આધ્યાત્મિકતા હતી. મહાન ફિલસૂફ યુ.જી. કૃષ્ણમૂર્તિ મુંબઈમાં મહેશ ભટ્ટના મહેમાન થયા ત્યારે રૂબરૂ મુલાકાતમાં કહેલું કે અમેરિકામાં હું જોઉં છું કે સ્ત્રી આર્થિક રીતે સ્વતંત્ર થઈ છે, પણ આરોગ્યમાં ડોક્ટરને આધીન છે. ઘણી કામ કરનારી સ્ત્રી તેના દારૂડિયા પતિની માલિકી ઇચ્છતાં તેને નિભાવે છે. પતિ મારે છે છતાં તેને સહન કરે છે. તેના પતિ પર વેર વાળતી હોય તેમ તેને ડિપેન્ડન્ટ (આધીન) રાખે છે. મુંબઈની ઝૂંપડપટ્ટીમાં લગભગ આવા હાલ છે. એક ઝૂંપડામાં ૧૭ જણ રહેતા હોય તોય પતિ બેકાર હોય છે. દારૂ પીતા હોય છે તેની પત્નીઓ ઘરકામ કરીને પતિને નિભાવે છે, પુત્ર-પુત્રીને ભણાવે છે. તેમનું 'જોગિંગ' કે 'ડાયટિંગ' કર્યા વગર શરીર પાતળું રહે છે. ઘરકામ કરનારાનો ઉધ્ધાર કરવા ઇલાબહેન ભટ્ટે ઝુંબેશ ઉપાડેલી. મૂળ સૂરતનાં વતની ઇલાબહેન નાની વયથી ગાંધીજીના પ્રભાવમાં હતાં. અમદાવાદના મજુર મહાજનમાં જોડાયાં. એક વખત અમદાવાદનાં ઝૂંપડાંની મુલાકાત લીધી ત્યારે બદહાલત જોઈ હૃદય પીગળી ગયું. આજે ૪૦ વર્ષ પછી પણ જો તમારે હૃદય પીગાળવાં હોય તો અમદાવાદમાં બે ડઝન હૃદય ઓગળી જાય તેટલું શોષણ છે. ધીરેધીરે ઇલાબહેન આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આવ્યાં અને ૧૯૭૦ના દાયકામાં મહિલા-વર્ષ નિમિત્તે ફરી ઝૂંપડાંમાં ગયાં અને ત્યારે તેમણે ''સેવા'' સંસ્થા સ્થાપવાનું નક્કી કર્યું. ઝૂંપડાવાળાના પ્રશ્નો અનેકવિધ હતા. પતિ દારૂડિયો હોય. તે પતિને નિભાવવા પત્ની ઘરકામ કરવા જાય તો પતિ તેને બદચલન કહેવા માંડે. આ બધું જોઈને ઘરનોકરો માટેનું સંગઠન શરૂ કર્યું અને પછી તે ઘણું વિકસ્યું અને આંતરરાષ્ટ્રીય સંસ્થાનો સહકાર મળવા માંડ્યો. અનેક એવોર્ડ મળ્યા. ઘરકામ તેમ જ બીજાં નાનામોટાં કામ કરનારા અને નાનો ઉધ્યમ કરનારાના દેશના અર્થતંત્રમાં ઇલાબહેનનું મોટું યોગદાન છે, તે કોઈ જાણતું નહોતું. ગવર્નમેન્ટ કમિશન્ડ રિપોર્ટ કહે છે કે આ શ્રમિકવર્ગનું યોગદાન ભારતના અર્થતંત્રમાં ૯૦ ટકા છે. ઇલાબહેને ઘણી બહેનોને સ્વાશ્રયી બનાવવા ગૃહઉદ્યોગ ઊભા કર્યા. ૧ લાખ બહેનોને હેલ્થ-લાઈફ ઈન્સ્યુરન્સ અપાવ્યા. તેમને સસ્તા વ્યાજે લોન અપાવી કામ ધંધે કે ઓરડી ભેગા કર્યા. ઘણાને ઘરે ટોઈલેટ નહોતાં તેમના માટે લોનો ઊભી કરી. મધ્યમવર્ગમાંથી શોખીનવર્ગ ઊભો થતાં કામવાળાની ગરજ વધુ ને વધુ પડતા કામવાળાના ભાવ વધ્યા નથી, કારણ કે આ ગરીબ દેશમાં જે શ્રમિક નામની કોમોડિટી છે તે હંમેશા ઓવર સપ્લાયમાં છે તેથી સતત શોષાવા માટે છે 'સેવા' સંગઠનો કે ઘરકામ નોકરોનાં સંગઠનો શોષણની હાલત નહીં બદલાવી શકે એટલું શોષણ વ્યાપક છે. બાપુઓની કથાઓમાં જઈને છ- છ કલાક બગાડનારી બહેનો અને આસારામ બાપુની ભકતાણીઓ એ બધા બાપુઓને માલદાર કરે છે, પણ ઘરકામવાળાને ખેંચી ખેંચીને પગાર આપે છે. જ્યારે ધનિકની ગૃહિણોઓના ખુદના હૃદય પરિવર્તન થશે ત્યારે જ ઘરકામના નોકરોની હાલત સુધરશે ત્યાં સુધી અમે લેખો ઢસડ્યા કરીશું. થેંક્સ ટુ ઉરલીકાંચન આશ્રમ ત્યાં બે-ત્રણ વર્ષ સેવક તરીકે રહ્યો તેથી ઘરનોકરો તરફ માનથી વરતું છું. ઘણું સફાઈનું કામ ૮૦ની ઉંમરે હાથે કરું છું. નોકરોને મદદ કરૂં છું.પંચતંત્રમાં નોકરો માટે જ એક સૂત્ર છે. હી મસ્ટ બી ચેસ્ટ/સ્લીપ હાર્ડ/ગ્રો થીન/એન્ડ ઈટ મિયગેર ડિનર ધ સરવન્ટ લિવ્ઝ એઝ એ સેઈન્ટ યટ સરવન્ટ ઈઝ નોટ સેઈન્ટ બટ સિનર હોવો જોઈએ. ઘરનોકર પત્ની-પુત્ર પર ખરાબ નજર ન કરતો હોય, થાકી-પાકીને ઘસઘસાટ રાત્રે ઊંઘવો જોઈએ. રાત્રે ઓછો ખોરાક ખાતો હોવો જોઈએ. એ હિસાબે નોકર તો કોઈ સાધુ ગણાવો જોઈએ. |
__._,_.___
**************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
MARKETPLACE
.
__,_._,___
No comments:
Post a Comment