ન ઉકેલાય તેવી ફરિયાદ શા માટે કરવી?Source: Rachna Mehta,Shawar bath ફરિયાદ કરવાથી કંઇ ઉકેલ આવવાનો હોય તો ઠીક છે, પણ જો કંઇ ફેર ન પડતો હોય તો ફરિયાદ કરવાથી શો ફાયદો? આજકાલ પાડોશીઓ, મિત્રો કે સગાંસંબંધીઓ એકબીજાને મળે ત્યારે તેઓ વચ્ચે અચૂક ચર્ચાતી એક બાબત છે, ગરમી. ગરમીએ ચર્ચાના અનેક રસપ્રદ મુદ્દાઓને પાછળ પાડી દીધા છે. ગરમી ઇન્ટ્રોડક્શન પણ કરાવી આપે છે. અજાણ્યા માણસો વચ્ચે પણ 'કેટલી ગરમી છે!' એટલું બોલશો તો ચાર જણા ટાપસી પુરાવીને વાતચીત કરવાનું શરૂ કરી દેશે. બધાંને ખબર છે કે ગરમીનો કોઇ ઉપાય નથી, તો પણ આપણે ફરિયાદ કરીએ છીએ. દરેક માણસના જીવનમાં આવા જ ત્રાસ ફેલાવતાં અમુક સંજોગો હોય છે, જેનો કોઇ ઉકેલ ન હોવા છતાં તેના વિશે માણસ ફરિયાદ કર્યા કરતો હોય છે. ફરિયાદ કરવાની વૃત્તિ એટલી તીવ્ર હોય છે કે ફરિયાદ કરવાને યોગ્ય વાતાવરણ છે કે નહીં, જેની સામે ફરિયાદ કરે છે તે વ્યક્તિ યોગ્ય છે કે નહીં તેનો પણ ખ્યાલ નથી રહેતો. મોટા ભાગે તો વ્યક્તિ એ પણ જાણે છે કે ફરિયાદનો ઉકેલ સામા માણસ પાસે નથી છતાં તેનાથી ફરિયાદ થઇ જાય છે. આવી ફરિયાદવૃત્તિથી આપણે દૂર રહેવાનું છે. એક મજબૂત દલીલ એવી હોઇ શકે કે ભલે આપણી ફરિયાદનો કોઇ ઉકેલ ન હોય, પણ બોલવાથી હળવા થવાતું હોય તો શું ખોટું? પણ ફરિયાદ કરવાથી હળવા થવાને બદલે ઊલટું આપણી જાતને નુકસાન થાય છે. સૌપ્રથમ તો આપણે જેમની સામે ફરિયાદ કરીએ છીએ, તેમની સામે આપણી જાતને વામણી સાબિત કરીએ છીએ. વળી, મનોવૈજ્ઞાનિક તારણ એવું છે કે ફરિયાદ કરવાની ટેવ અને સહનશક્તિને સંબંધ નથી. બહુ ફરિયાદ કરતો માણસ બહુ સહનશીલ પણ હોઇ શકે છે. તો પછી ફરિયાદ કરીને આપણી સહનશક્તિને ઓછી શા માટે બતાવવી? સૌથી વધારે અગત્યનું કારણ એ છે કે જેટલી વાર ફરિયાદ કરીએ છીએ એટલી વાર આપણા અજ્ઞાત માનસમાં જે-તે બાબતે આપણે લાચાર, અશકત છીએ તે માન્યતા વધારે પાકી થાય છે જેના કારણે આપણી લડવાની હિંમત ઓછી થાય છે. અહીં 'જે છે તે છે. બોલીએ કે ન બોલીએ શું ફેર પડે છે?' તે દલીલ ન ચાલે કારણ કે શબ્દોમાં રહેલી શક્તિને નકારી ન શકીએ. 'Your words become your work' એ ઉક્તિ પ્રમાણે આપણે જેટલી વાર ફરિયાદ કરીએ એટલી વાર એ વપિરીત સંજોગોને વધારે દ્રઢ કરીએ છીએ. હા, કોઇ સહૃદયી સમક્ષ સમસ્યાની ચર્ચા કરવાથી કોઇ ઉકેલ આવતો હોય તો જરૂર ફરિયાદ કરીએ, પણ માત્ર કરવા ખાતર ફરિયાદ ન કરીએ. |
__._,_.___
**************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************

.
__,_._,___
No comments:
Post a Comment