[F4AG] તમે ક્યારેય આવા પાઇલટને મળો છો?

 

તમે ક્યારેય આવા પાઇલટને મળો છો?

 Varsha Pathak, Aapani Vat
 
કાલે ઉઠીને હું માઉન્ટ એવરેસ્ટ સર કરી આવું, તો ગામમાં ઢંઢેરો પીટતી ફરું કે નહીં? પારકાં ઘરકામ કરીને ગુજરાન ચલાવતી સ્ત્રી માટે પ્લેનની મુસાફરી પણ એટલી જ મોટી વાત હતી.


મારે ત્યાં કામ કરતી બાઈ હમણાં બહુ ખુશ છે. ભત્રીજાના લગ્નમાં એ નાગપુર ગયેલી. એકની એક બહેન પર એના ચાર ભાઈઓને આ વખતે એટલું વહાલ આવી ગયું કે, એમણે વળતી મુસાફરી માટે બહેનને પ્લેનની ટિકિટ આપી.ચાલીસેક વરસની ઉંમરે પહેલીવાર પ્લેનમાં બેઠેલી એક ગરીબ સ્ત્રીના આનંદની કલ્પના કરી શકો છો? મારી પાસે આવીને એણે લગ્ન કરતાં, એની હવાઈ મુસાફરીનું વધુ ઝીણવટભેર વર્ણન કર્યું. મેં રસપૂર્વક સાંભળ્યું. એ વખતે બહારથી આવેલા એક જણ ઘરમાં હાજર હતા.


બાઈના ગયા પછી એમણે મારી મજાક કરી, તું તો એટલા ઇન્ટરેસ્ટથી સાંભળતી હતી, જાણે પ્લેનમાં બેસવાનું તો બાજુએ રહ્યું, એકેયવાર ડોમેસ્ટિક એરપોર્ટ પણ ન જોયું હોય!હું માત્ર હસીને ચૂપ રહી ગઈ. એક સ્ત્રી પોતાની જિંદગીની આવડી મોટી, એના માટે કદાચ દુર્લભ કહેવાય એવી ખુશી, મારી સાથે વહેંચી રહી હતી, એ મારે મન મોટી વાત હતી. પેલા ભાઈને વધુ મશ્કરી સૂઝી, 'કાલ સુધીમાં તો આખા રોડ પર ખબર પડી જશે કે તારી બાઈ પ્લેનમાં આવી!'


આ વાત ભલે અતિશયોક્તિસભર હોય પણ ખોટી નહોતી. ઓળખીતા પાળખીતા જે મળે, એને બાઈએ સીધી કે આડકતરી રીતે પોતાની હવાઈ મુસાફરી વિશે કહી દીધું છે. તેમ છતાં આ બાબતે મને તો એની મશ્કરી કરવા જેવું નથી લાગ્યું. કાલે ઉઠીને હું માઉન્ટ એવરેસ્ટ સર કરી આવું, તો ગામ આખામાં ઢંઢેરો પીટતી ફરું કે નહીં? પારકાં ઘરકામ અને રસોઈ બનાવીને ગુજરાન ચલાવતી સ્ત્રી માટે પ્લેનની મુસાફરી પણ એટલી જ મોટી વાત હતી. એ છાપરે ચઢીને પોકારે તોયે મને નવાઈ નથી લાગવાની.


હા, નવાઈ ત્યારે લાગે છે કે હસવું ત્યારે આવે છે, જ્યારે મારા-તમારા જેવા લોકોને મોઢેથી 'આઈ ઓલ્વેઝ ફ્લાય' જેવા ભારપૂર્વક ઉચ્ચારાયેલા શબ્દો સાંભળું છું. નાનપણમાં, અમારા એક પરિચિત હતા. જ્યારે પણ મળે ત્યારે એ આગલે દિવસે કે આગલે અઠવાડિયે જ બહારગામથી પાછા આવ્યા હોવાનું જાહેર કરે. એટલું જ નહીં પ્લેનમાં આવ્યા, એવું ખાસ ઉમેરે. દાખલા તરીકે, 'જામનગરથી કાલે આવ્યો.' એવું કહેવાને બદલે એ 'કાલની ફ્લાઇટમાં જામનગરથી આવ્યો.' એવા શબ્દો વાપરે. આનાથી કોણ ઇમ્પ્રેસ થતું હશે એ તો રામ જાણે, પણ અમને ભારે રમૂજ થતી.


ફેમિલીના તોફાની છોકરાઓએ એ ભાઈનું નામ 'પાઇલટ' પાડેલું.આજે એ ભાઈ હયાત નથી, પરંતુ રોજબરોજની જિંદગીમાં હજીયે વારંવાર આવા 'પાઇલટ' મળતા રહે છે. અમે નાનાં હતાં ત્યારે ડોમેસ્ટિક એરટ્રાવેલ માટે માત્ર ઈન્ડિયન એરલાઇન્સ હતી અને હવાઈ મુસાફરી એટલી કોમન પણ નહોતી. એટલે કદાચ પેલા ભાઈને ફિશિયારી મારવાની ઇચ્છા થતી હશે, પણ આજે ડઝન જેટલી પ્રાઇવેટ એરલાઇન્સનાં વિમાનો સતત આમથી તેમ ઉડ્યા કરે છે. ઘણાં રૂટ્સ પર તો ટ્રેન કરતાંયે વિમાની મુસાફરી સસ્તી પડે છે, તેમ છતાં એવા લોકો મળે છે, જેમને મન હજીયે આ સામેવાળાને ઇમ્પ્રેસ કરવાનો મુદ્દો છે.


હમણાં મારે મહુવા જવાનું થયું કોઈએ સ્લીપર કોચની ભલામણ કરી. ટિકિટ મેળવવાની ટ્રાય કરતી હતી, ત્યાં આવા એક 'પાઇલટ' મળી ગયા. 'અરે, પ્લેનમાં જતી રહેને!' એમણે કહ્યું. મેં જવાબ આપ્યો કે, 'મહુવામાં એરપોર્ટ નથી.' તો તરત સંભળાવવામાં આવ્યું, 'ભાવનગરમાં તો એરપોર્ટ છે. ત્યાં ઉતરીને પછી મહુવા માટે ટેક્સી પકડી લેવાની. અઢી ત્રણ કલાકમાં પહોંચાડી દેશે. હું તો એવું જ કરું!'


થોડા વખત પહેલાં હું ટ્રેનમાં ત્રિવેન્દ્રમ ગયેલી, એ સાંભળીને બીજા એક 'પાઇલટ' સાથે થયેલો સંવાદ કંઈક આ મુજબનો હતો: 'માય ગોડ, અડધો દિવસ ને એક આખી રાત ટ્રેનમાં કાઢવાની?''ના, બે રાત.''અનબિલિવેબલ, તેં આટલો ટાઇમ ટ્રેનમાં બગાડ્યો?''મારી પાસે બહુ ટાઇમ હતો. હું તો ફરવા ગયેલી.'


'પણ તો યે ઇટ્ઝ અ વેસ્ટ ઓફ ટાઇમ! હું તો ફરવા જાઉં, તોયે ફ્લાઇટ જ પસંદ કરું. ફટ દઈને ડેસ્ટિનેશન પર પહોંચી તો જવાય!'આવા લોકો સાથે ચર્ચામાં ઉતરવાનું હવે મેં બંધ કર્યું છે. ડેસ્ટિનેશન પર પહોંચવા માટેની જર્નીમાં જે મજા હોય છે. એ આ લોકોને કદાચ નથી સમજાતી. ટ્રેનમાં જાતજાતના લોકોને મળવું, અજાણ્યાઓ સાથે દોસ્તી કરવી, બહાર પસાર થતા ચિત્રવિચિત્ર સ્ટેશનોના નામ વાંચવાની ને યાદ રાખવાની મેન્ટલ ગેમ રમવી, ગાડી ઊભી રહે એ દરેક સ્ટેશન પર ઉતરીને આચરકુચર ખાવાનું, સ્ટેટ બદલાય એની સાથે બદલાતા લોકો અને વાતાવરણને માણવાનું..!


ત્રિવેન્દ્રમ જતી ટ્રેનમાં મારી સામે એક આર્કિટેકટ બેઠેલો, જેણે સત્યાસી ચર્ચ ડિઝાઈન કર્યા છે. લેપટોપ પર એણે મને એના લેટેસ્ટ પ્રોજેક્ટની ડિઝાઈન્સ બતાવી. બાજુમાં યુનાઇટેડ બ્રુઅરીઝના સિનિયર સેલ્સ એક્ઝિક્યુટિવ હતા, જેમણે આપણા દેશમાં ક્યાં, કયો, કેટલો દારૂ પીવાય છે, એનાં આંકડા આપ્યા. શરાબને હરામ ગણતા મુલ્લાજી પણ ત્યાં જ બેઠેલા. એમણે નમાજ, રોજા વગેરે વિષય પર, મેં પહેલાં ક્યારેય નહોતી સાંભળી, એવી માહિતી આપી.


તમે જ કહો, આમાં ક્યાં ટાઇમ વેસ્ટ થયો? હવે આનો અર્થ એવો નથી કે મને એરટ્રાવેલની એલર્જી છે કે પરવડતું નથી. નો સર, જરૂર પડ્યે કે મૂડ આવે ત્યારે દરેક જણને નક્કી કરવાનો અધિકાર છે કે, એણે પ્લેનમાં જવું કે બળદગાડામાં! પણ કૃપા કરીને, લોકોની સામે પાઇલટગીરી ટાળવી. શક્ય છે કે, તમે મુંબઈથી ભાવનગર ગયા હો, એનાથી વધુ વાર તમારી સામે બેઠેલી વ્યક્તિએ વિદેશની મુસાફરી કરી હોય અને એ પણ બિઝનેસ ક્લાસમાં.'

__._,_.___
Recent Activity:
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
MARKETPLACE

Stay on top of your group activity without leaving the page you're on - Get the Yahoo! Toolbar now.


Get great advice about dogs and cats. Visit the Dog & Cat Answers Center.


Hobbies & Activities Zone: Find others who share your passions! Explore new interests.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...