[F4AG] તણાવ ત્રિફળા- એકાંત, મૌન અને પ્રાણાયામ

 

તણાવ ત્રિફળા- એકાંત, મૌન અને પ્રાણાયામ

 Dharm Darshan    
 
 
તણાવમાં છો, દોસ્ત? કઇ વાતે દુ:ખી છો? પરીક્ષામાં ઓછા માકર્સ આવ્યા છે? ઓફિસમાં બોસ તમારાથી નારાજ છે? આર્થિક ભીંસ અનુભવો છો? સ્વજન ગુમાવ્યાનો અફસોસ થાય છે? ખોટું કામ થઇ ગયાનો પસ્તાવો થાય છે? કઇ વાતનો ડર છે? કે પછી પ્રેમમાં હતાશાની પીડા વેઠો છો? આ છે, તણાવનાં સંભવિત કારણો. કારણો અનેક હશે પણ તેની અસરો લગભગ સરખી છે. ઊંઘ નથી આવતી. ખાવાનું ભાવતું નથી. બેચેની લાગે છે. શરીર નબળું પડતું જાય છે. આત્મવિશ્વાસમાં કમી આવી છે. સ્વભાવ ચીડિયો થઇ ગયો છે. મિત્રો-સ્વજનો દૂર થતા જાય છે વગેરે.

આધુનિક સમયનું કહેવાતા 'સુખ'ના કારખાનાનું સૌથી ભયંકર પ્રદૂષણ એટલે તણાવ. ટેન્શન, સ્ટ્રેસ, પ્રોફેશનલ સ્ટ્રેસ જેવા રૂપાળા નામથી તેનું માર્કેટિંગપણ થાય છે. કંઇ કેટલીયે વેબસાઇટો અને સ્પેશિયાલિસ્ટો બાંયો ચઢાવી મેદાનમાં આવી ગયા છે, પણ તણાવની ફૂગ ફેલાતી જ રહે છે, બિલાડીના ટોપની જેમ.

ગીતામાં તણાવનાં મૂળભૂત કારણોની ચર્ચા કરતાં કહે છે, 'વિષયોનું ધ્યાન કરવાથી ઊપજે સોબત, સોબતથી થાય ઇચ્છા, (અતૃપ્ત) ઇચ્છાથી થાય ક્રોધ, ક્રોધમાં ગુમાવીએ વિવેક અને અવિવેકીનો નાશ નક્કી છે!' વિચાર એ સર્વ વાતનું મૂળ છે. મનમાં જો ગંદી વાતનો ઉકરડો જામે તો તેમાં જાત જાતના રોગકારક જંતુઓ આવ-જા કર્યા કરે. વિચાર જો સ્વસ્થ હોય તો રૂપક બદલાય. ઉકરડાને સ્થાને મધપૂડો લઇએ. મનની કોઇ ઊંચી અને મજબૂત ડાળીએ મધપૂડો જામે. ઉપયોગી વિષયો (સુંદર, સુગંધિત ફૂલો) પરથી મધમાખીઓ (વિચારો) રસ એકઠો કરીને મધપૂડામાં લાવશે. બુદ્ધિ અને વિવેકની પ્રક્રિયા દ્વારા આ રસમાંથી મધ પકવવામાં આવશે. જેનો મધુર સ્વાદ એકલા લેવાનો લોભ જાગશે તો મધમાખીઓ કરડી ખાશે, તે પણ યાદ રાખવું રહ્યું!

સારાંશ, મનમાંથી નકારાત્મક વિચારોને હાંકી કાઢીએ. જડ ઘાલીને બેઠેલી ઇર્ષ્યા, લોભ, અહંકાર જેવી ગ્રંથિઓ દૂર કરીએ. કેન્સરની આવી ગાંઠોનું નિદાન અને સર્જરી જાતે જ થઇ શકે છે. જ્યારે સમય મળે ત્યારે, ગીતા કે રામચરિતમાનસના મંત્રો/શ્લોકો પર નજર ફેરવીએ. એકાદ મંત્રને અર્થ સહિત મનમાં વાગોળીએ. જ્યારે તક મળે ત્યારે આ વિચારને અમલમાં મૂકીએ. મનના ખેતરમાં રામનું બીજ વાવીશું તો શાંત રસથી છલોછલ પાક ઊતરશે અને જો કૃષ્ણનું બીજ વાવીશું તો પ્રસન્નતાનો. સવાલ માત્ર વાંચનનો નથી. વાંચન સાથે મનન, અર્થ ગ્રહણ અને અનુસરણનો સમન્વય થવો જોઇએ.

બીજી કામની વાત છે, સત્સંગ. જે ક્રિયાથી સારો વિચાર મળે તે સત્સંગ. મનને ઉકરડો બનાવવો છે કે મધપૂડો? બંને વિકલ્પો મોજૂદ છે, પસંદ અપની અપની. સૌ પ્રથમ તો તણાવનું મૂળ શોધી કાઢીએ. કોઇ અતૃપ્ત ઇચ્છા, વાદ-વિવાદ કે કોઇ નિષ્ફળતા. બસ આટલું જ? મનોમન હસી પડાશે. મોટા ભાગનાં ભય અને તરંગો માત્ર કાલ્પનિક હોય છે. કોઇ મિત્ર સાથે થયેલ ઝઘડાના મૂળમાં પડેલ આપણો પોતાનો ગેરવર્તાવ કે ઇષ્ર્યા ધ્યાને આવે કે તરત જ મનના આંબે વિવેકની સાખ બેસશે. આ સાખને ઉતારી મિત્રની સાથે વહેંચીને ખાઓ અને પછી જુઓ કે કેવી મોજ પડે છે!

છાશવારે ક્રોધના શિકાર બનતા દર્દી માટેની ત્રિફળામાં ત્રણ ઓસડિયાં છે : એકાંત, મૌન અને પ્રાણાયામ. જેવો ક્રોધ ચઢે કે તરત જ સાવચેત થઇ જઇએ. ક્રોધના કારણરૂપ વ્યક્તિ કે સંજોગોથી અલગ પડી જઇએ. મૌન ઘણી જ અસરકારક જડીબુટ્ટી છે. આંખ બંધ કરીને મન વિચારશૂન્ય થાય ત્યાં સુધી ઊંડા અને ધીમા શ્વાસ ભરીએ. ત્યાર બાદ પોતાની જાતથી ક્ષણભર માટે અલગ થઇને ઘટનાનું તટસ્થ અવલોકન કરીએ. થોડા અભ્યાસ પછી તનાવ અને ક્રોધ પર કાબૂ આવશે.

સંજોગો બદલવા કરતાં જાતને બદલવી વધુ અનુકૂળ છે. વળી આ કળા શીખ્યા પછી ગમે તેવા સંજોગોમાં તણાવમુકત રહી શકાય. તો મિત્રો, તણાવને કહીશું, ... આવજો!(લેખક વેદ-શાસ્ત્રોના પ્રખર અભ્યાસુ છે.)

__._,_.___
Recent Activity:
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
MARKETPLACE

Stay on top of your group activity without leaving the page you're on - Get the Yahoo! Toolbar now.


Get great advice about dogs and cats. Visit the Dog & Cat Answers Center.


Hobbies & Activities Zone: Find others who share your passions! Explore new interests.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...