ઘરનોકરનો ત્રાસ, આંતરરાષ્ટ્રીય આપદાSource: Kanti Bhatt જોકે ૨૧મી સદીમાં કસ્તુરબાનું આ વિધાન અમુક બાબતમાં ખોટું ઠરે છે. મુંબઈ, અમદાવાદ, કેનેડા, લંડન કે હોંગકોંગ- કોઈ શહેર કે દેશ લો ઘરકામ કરનારી નોકરબાઈની પીડા 'શેઠાણી' સમજતી નથી. બે મધ્યમવર્ગની 'શેઠાણીઓ' જે ગ્રેજ્યુએટ થઈ ઘરકામ કરવા ઈચ્છતી નથી તેને હું પોતે શાક લેવા જાઉં ત્યારે શાકમાર્કેટમાં ગપ્પાં મારતી હોય. તેનો મહત્વનો વિષય સાસુનો ત્રાસ કે વહુનો ત્રાસ અને ખાસ તો ઘરનોકરનો 'ત્રાસ' હોય છે. ત્રાસવાદી પોતે હોય પણ એ 'ત્રાસ'નું આરોપણ ઝૂંપડામાં રહેતી ઘરનોકરો ઉપર લાદે છે. છેલ્લાં ૩૦ વર્ષમાં ઘરનોકરોની સમસ્યા કે પીડા વિશે હું આ પાંચમો લેખ લખું છું. ૧૯૮૩માં મુંબઈના ઘરનોકરોની સંખ્યા ૪ લાખ હતી તે ૨૦૦૩માં વીસ વર્ષ પછી ૨૦ લાખ થઈ હતી. આજે મુંબઈની અનધિકૃત વસતિ દોઢથી પોણા બે કરોડ થઈ છે ત્યારે ઘરકામ કરનારાની સંખ્યા ૪૦ લાખથી વધુ છે. પણ હું મુંબઈની જ શું કામ વાત કરું છું? દરેક શહેર અને દેશમાં ઘરનોકરની સમસ્યા છે. હવે યુરોપ-અમેરિકા જ નહીં બેંગલોર, હૈદરાબાદ અને મુંબઈના અમુક ઘરોમાં 'હાઉસ હસબન્ડઝ' ઊભા થયા છે, જે ઘરકામમાં કાં પત્નીને મદદ કરે છે અગર ટોટલ ઘરકામ કરે છે. જુના જમાનામાં કોઈ વરણાગિયો પતિ પત્ની ઉપર વહાલ વરસાવવા સંજવારી કાઢે કે વાસણ માંજે તો તેની વહુની સાસુ (ઉર્ફે માતા!) કહેતી બાયડીનું કામ ન કરાય મૂછ નહીં ઊગે! મૂછ ઊગે કે ન ઊગે આજે કેનેડા, બ્રિટન અને અમેરિકામાં ગુજરાતી પતિદેવોએ પત્નીનું કામ કરવું પડે છે. લંડનના ધ ઇકોનોમિસ્ટથી માંડીને ન્યૂ યોર્ક ટાઇમ્સ અને એમ. જે. અકબર જેવા પત્રકાર એમ. વી. કામથ વગેરેએ ઘરનોકરોની વ્યથાનો અવાજ આપનારા લેખો લખ્યા છે- છપાયા છે! એક વર્લ્ડ બેન્કથી માંડીને અમદાવાદમાં 'સેવા' સંસ્થા સ્થાપનારાં ઇલા ભટ્ટે તમામે ઘરકામ કરીને પેટિયું રળનારીની વ્યથાને વાચા આપી છે. ઘરકામ કરનારાની સમસ્યા ઉપર હોલિવૂડમાં ફિલ્મો ઊતરી છે. (દા.ત. 'રિમેઇન્સ ઓફ ધ ડે'માં જાપાની નોકરબાઈની કથા છે). ડો.. રોઝી કોક્સ નામની મહિલા અર્થશાસ્ત્રીએ તો 'ધ સરવન્ટ પ્રોબ્લેમ-ડુમેસ્ટિક એમ્પ્લોયમેન્ટ ઈન એ ગ્લોબલ ઇકોનોમી' નામનું રૂ. ૧૩૦૦નું પુસ્તક લખીને ડોક્ટરેટની ડિગ્રી મેળવી છે. લેખિકા કહે છે કે ગમે તેટલો પુરવઠો હોય પણ જમાનાથી ઘરનોકરોની તંગી છે. રામાયણના રામનું ઝૂંપડું સીતા જ સાફ કરતાં હતાં. બ્રિટનમાં માત્ર ૬ કરોડની વસતિ છે ત્યાં ૨૭ લાખ ઘરકામ કરનારા નોકરો ૯ વર્ષ પહેલાં હતા. લંડનના 'ફાઇનેન્સિયલ ટાઇમ્સે' પણ ડોમેસ્ટિક સરવન્ટની સમસ્યા વિશે લેખો છાપ્યા છે. લંડનમાં બેન્ક ઓફ બરોડામાં કામ કરનારી એક ગુજરાતી બહેન માતાની સેવા ખાતર પરણી નથી. તેની સેવા માટે કડીથી આવેલી એક યુવાન કન્યાને ઘરકામ અને માતાની સેવા માટે મહિને રૂ. ૫ચીસ હજારનો પગાર આપતી હતી. દિલ્હી રહેતી મારી પત્નીને મેં ઘરકામ અને રસોઈ કરનારાં બહેનો બે દિવસની રજા ઉપર ગયાં તેની માત્ર વાત કરી તો સલાહ આપી- 'એમાં શું ? બે દિવસ ઘરને સાફ કર્યા વગર રહેવા દેવું?' પહેલી દ્રષ્ટિએ તમને આ લોજિક વગરનું લાગશે. પણ બ્રિટિશ લેખિકા ડો.. રોઝી કોકસે કહ્યું, ડોમેસ્ટિક નોકરોને થોડી રજા આપો. ઘરને સાફ કરવાની જરૂર નથી. બે દિવસ પછી ગંદા ઘરથી ટેવાઈ જશો! આ સલાહ મુંબઈમાં રહેતી એક વૃદ્ધ વયની ગુજરાતી લેખિકા પાળે છે! દુનિયાને ઊંધા પાટા ગમવા માંડ્યા છે! પણ જાપાનમાં આ ન ચાલે. ઘર તો ચોખ્ખુંચટ્ટ જોઈએ. ક્લીનલીનેસ ઈઝ નેકસ્ટ ટુ ગોડલીનેસને અક્ષરશ: જાપાનીઓ પાળે છે. ઘર મંદિર જેવું જ પવિત્ર રાખે છે. તેની મોટી કિંમત ચૂકવે છે. જાપાનના અર્થતંત્રમાં ફેક્ટરીઓનું ઉત્પાદન તેમજ ઓફિસ મેનેજમેન્ટના વાર્ષિક આંકડામાં ઘરનોકરોની કંપનીઓના ટર્નઓવર પણ ઉમેરાય છે. દા.ત. 'બીયર્સ કંપની' એ કોઈ શેરબજારના દલાલની કંપનીનું નામ નથી. યુકી તાકાહાશી નામની એક જાપાનીએ ઘરનોકરબાઈ પૂરી પાડતી કંપની શરૂ કરી છે. મેડમ તાકાહાશી પોતે જ ૩૭ વર્ષની બે બાળકની માતા-ગૃહિણી છે. તેને ઘરનોકરની સમસ્યા નડતાં તેણે તો માત્ર જાપાન જ નહીં પણ જો હોંગકોંગમાં ઘરનોકરાણી જોઈએ તે પૂરી પાડનારી કંપની શરૂ કરી છે. ૨૦૧૦માં ડુમેસ્ટિક સરવન્ટની માર્કેટ ૫૪ અબજ યેનની થવાની છે. જાપાન સરકારની ધારણા હતી અને ખરેખર ઘરકામ કરનારા નોકરોનું અર્થતંત્ર ૪૫.૫ કરોડ ડોલરનું-રૂ. ૨૦૭૦ કરોડનું થયું છે. એકલી બીયર્સ કંપની જ વર્ષે ૩૦ કરોડ યેનનું ટર્નઓવર કરે છે (રૂ. ૪૫નો એક યેન) આ કંપની જે ઘરોને નોકરાણી પૂરી પાડે છે તેને યુનિફોર્મ અપાય છે અને તેને બીયર્સ લેડી કહે છે. આ બાઈઓને બીયર્સ કંપની જાપાની અને હોંગકોંગ ઘરોની સફાઈ-રસોઈ વગેરે કેમ કરવાં તેને માટે ચાર સપ્તાહની તાલીમ અપાય છે. મલ્ટિનેશનલ કંપનીની ઓફિસોમાં પણ કામ કરવાની અલગ તાલીમ આપે છે. ૪૦ જેટલી દેશ-વિદેશની કંપનીઓ 'બીયર્સ લેડી'ની સેવા લે છે. આ લેખની શરૂઆતમાં મેં મુંબઈની શાકમાર્કેટમાં બહેનો ઘરકામ કરનારીની સમસ્યા ચર્ચે છે તે ઢબે જ લંડનના 'ધ ઇકોનોમિસ્ટ' નામના મેગેઝિને તો 'ધ સરવન્ટ પ્રોબ્લેમ'ના મથાળાવાળો તંત્રીલેખ લખેલો. તેમાં કહેલું, ઇરાકના યુદ્ધને ભૂલી જાઓ. રાજકીય સમસ્યા ભૂલી જાઓ. અફઘાનિસ્તાનને ભૂલી જાઓ. આજે મોટામાં મોટો પ્રોબ્લેમ ડોમેસ્ટિક સરવન્ટ પ્રોબ્લેમ છે. તમે માનશો? અમેરિકામાં બર્નાર્ડ કેરિક નામના એક અચ્છા ટેક્નોક્રેટને અમેરિકન પ્રમુખે હોમલેન્ડ સિકયુરિટીના ચીફ તરીકે મહિનાના રૂ. ૧ કરોડના પગારથી નીમવા ધારેલું પણ પછી ખબર પડી કે બર્નાર્ડ કેરિકે મેક્સિકોથી ગેરકાનૂની રીતે આવેલી એક બાઈને ઘરનોકર તરીકે રાખેલી અને ઓછા પગારે રાખવા ઉપરાંત એ બાઈની આવક ટેક્સેબલ હતી તે ટેક્સ બર્નાર્ડ કેરિકે ભરેલો નહીં! આ સાહેબે ઘણા આડાસંબંધો બાંધેલા તે ગુનો માફ કરાયો, પણ ઘરનોકરની બાબતમાં ખત્તા ખાઈ જતાં રૂ. એક કરોડના પગારવાળી નોકરી ગુમાવી. ઘરકામ અને ઘરકામવાળાની સમસ્યા પેરેનિયલ એટલે કે દીર્ઘકાળ સુધી ચાલવાની છે એટલે માફ કરજો, હજી તમારે લેખના ત્રણ વધુ હપ્તા વાંચવા કે જોવા પડશે! |
__._,_.___
**************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
MARKETPLACE
.
__,_._,___
No comments:
Post a Comment