[F4AG] પેટની ચરબી: સમૃદ્ધિનું પ્રતીક કે રોગનું ઘર?

 

પેટની ચરબી: સમૃદ્ધિનું પ્રતીક કે રોગનું ઘર?

Dr. Tiven Marwah, Kalash
stomach fat wealth simbol ya disease houseસામાન્ય ઉક્તિ છે કે 'જેટલા મોટા શેઠ, તેટલું મોટું પેટ.' પેટ ઉપરની ચરબી કદાચ શ્રીમંતાઇનું પ્રતીક ચોક્કસ હશે. પરંતુ આ વધારે પડતી ચરબી અનેક બીમારીઓને નિમંત્રણ આપે છે. ડાયાબિટીસ, બ્લડપ્રેશર, કોલેસ્ટેરોલ અને હૃદયરોગની તકલીફો પેટ ઉપર રહેલી અતશિય ચરબી સાથે સંકળાયેલ છે.

નોર્મલ વ્યક્તિના શરીરમાં ચરબીનું પ્રમાણ ૨૫થી ૩૦ ટકા જેટલું હોય છે. આ ચરબી શરીરના જુદા જુદા ભાગોમાં વહેંચાયેલી હોય છે. ખાસ કરીને ચામડીની નીચે, જુદા જુદા અવયવોની અંદર અથવા અવયવોની વચ્ચે. પેટ ઉપર વધારે ચરબી હોવી એ અવસ્થાને એબ્ડોમિનલ ઓબેસિટી અથવા સેન્ટ્રલ ઓબેસિટી કહે છે. પેટ ઉપર ચરબી ચામડીની નીચે, તથા પેટના અંદરના અંગો જેવા કે આંતરડાં, હોજરી, કિડની તથા લીવર વચ્ચે પ્રસરેલી હોય છે. લીવર જેવાં અવયવોની અંદર પણ ચરબી વ્યાપ્ત હોય છે. જેમ શરીરમાં ચરબીનું પ્રમાણ વધે તેમ પેટ ઉપરની ચરબી વધતી જાય છે. આ ચરબી શરીરના બીજા ભાગોમાં હોય તેના કરતા વિશેષ નુકસાનકારક હોય છે.

શરીરમાં ગ્લુકોઝ અને ચરબીના મેટાબોલઝિમ માટે ઇન્સ્યુલિન અગત્યનો ભાગ ભજવે છે. ઇન્સ્યુલિનના કારણે લોહીમાં ગ્લુકોઝ તથા ચરબીની માત્રા વધતી નથી અને શરીરના જુદા જુદા ભાગોમાં ચરબીનું પ્રમાણ વધતું નથી. પેટ ઉપર વધેલી ચરબીના કારણે ઇન્સ્યુલિનની કાર્યશક્તિ ઘટી જાય છે. આને ઇન્સ્યુલીન રેઝિસ્ટન્સ (Insulin resistance) કહે છે. ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સથી ડાયાબિટીસ થાય છે, લોહીમાં ખરાબ કોલેસ્ટેરોલની માત્રા વધી જાય છે, બ્લડપ્રેશર વધે છે. આ પેટની ચરબીમાંથી શરીરને હાનિકારક તત્વો ઉત્પન્ન થાય છે. જેનાથી રકતવાહિનીઓ જાડી થઇ જાય છે. આ કારણસર તથા બ્લડપ્રેશર, ડાયાબિટીસ અને કોલેસ્ટેરોલ વધવાથી એબ્ડોમિનલ ઓબેસિટી ધરાવતી વ્યક્તિઓમાં હૃદયરોગની તકલીફ વધારે જોવા મળે છે.

છેલ્લા પચ્ચાસ વર્ષમાં થયેલા સંશોધનો પ્રમાણે પેટ ઉપરની ચરબીનું પ્રમાણ ધીમે ધીમે ખૂબ જ વધતું જોવા મળ્યું છે. પેટનો ઘેરાવો પુરુષોમાં ૯૪ સેમી સુધી અને સ્ત્રીઓમાં ૮૦ સેમી સુધી નોર્મલ ગણાય છે. ભારતીય લોકોમાં આ માત્રા અનુક્રમે ૯૦ સેમી અને ૮૦ સેમી છે. આના કરતાં વધારે ઘેરાવો પેટ ઉપર અતિરિકત ચરબીનું પ્રમાણ છે અને ડાયાબિટીસ તથા હૃદયરોગની તકલીફો સાથે સંકળાયેલું છે. મોરાદાબાદ, ત્રિવેન્દ્રમ્, કોલકાતા, નાગપુર અને મુંબઇમાં થયેલા એક સંશોધનમાં શ્રીમંત વર્ગમાં ૯૭ ટકા, મધ્યમ વર્ગમાં ૪૦ ટકા તથા ગરીબ વર્ગમાં આશરે ૧૦ ટકા લોકોમાં એબ્ડોમિનલ ઓબેસિટી અથવા પેટ પર ચરબીનું વિશેષ પ્રમાણ જોવા મળ્યું. આપણા દેશમાં ખૂબ જ પ્રમાણમાં વધી રહેલા ડાયાબિટીસ તથા હૃદયરોગની તકલીફોમાં પેટની ચરબી કે એબ્ડોમિનલ ઓબેસિટી જવાબદાર છે.

પેટ ઉપર ચરબી વધવાનાં કારણો માટે વારસો તથા જીવનશૈલી મુખ્યત્વે જવાબદાર છે. કુદરતે મનુષ્યને ખોરાકની અછત સમયે કામ આવે તેટલા માટે એક સ્ટોરેજના રૂપમાં આ ચરબીની વ્યવસ્થા કરી છે. પરંતુ આજના યુગમાં જ્યારે ખોરાક અતશિય પ્રમાણમાં ઉપલબ્ધ છે ત્યારે આ ચરબી જરૂર કરતાં વિશેષ વધી ગઇ છે. વપિરીત સંજોગોમાં માણસને મદદ કરવાના બદલે સાનુકૂળ સંજોગોમાં બીમારીઓની જન્મદાતા બની ગઇ છે. પેટ ઉપર અમર્યાદિત સ્પેસ હોવાથી આ ચરબીની કોઇ લિમિટ રહેતી નથી.

જો ખોરાક નિયંત્રણમાં કરવામાં ન આવે અથવા કસરત ન કરવામાં આવે તો આ પેટ ઉપર ચરબી દિન-પ્રતિદિન વધતી જાય છે. ઉપરાંત ભારતીય મૂળના લોકોમાં પેટ ઉપર ચરબીનું પ્રમાણ જિનેટીક કારણોસર વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. અમુકવાર તો સાવ પાતળા દેખાતા ભારતીયોમાં પેટ ઉપર ચરબીની માત્રા વધારે જોવા મળે છે. આ અવસ્થાને મેડિકલ સાયન્સમાં લીન ફેટી ઇન્ડિયન (Thin outside and fatty inside) તરીકે ઓળખવામાં આવે છે. એક જ સમાન ઊંચાઇ, વજન તથા ઉંમર ધરાવતા ભારતીયોમાં યુરોપીય લોકો કરતા ચરબીનું અને તેમાંય વિશેષ કરીને પેટ ઉપર ચરબીનું પ્રમાણ વિશેષ માત્રામાં જોવા મળ્યું છે.

પેટ ઉપર ચરબી ઘટાડવાના ઉપાયો

પેટ ઉપર ચરબી સૌથી હઠીલી ચરબી છે. શરીરમાં ચરબી વધવાની શરૂઆત તો પેટથી થાય છે પરંતુ ઘટવાની શરૂઆત સૌથી છેલ્લી પેટ ઉપરથી થાય છે. સૌથી પહેલી આવે પણ સૌથી છેલ્લી જાય. આહાર નિયંત્રણ તથા કસરત દ્વારા શરીરનું વજન ઓછું કરી શકાય છે. એકલા આહાર નિયંત્રણથી પેટ ઉપર ચરબી ઘટાડી શકાતી નથી. પેટ ઉપર ચરબી ઘટાડવા કસરત તેમાંયે ખાસ કરીને પેટની કસરતો કરવી પડતી હોય છે. અમુક યોગાસનો દ્વારા પેટ ઉપર ચરબી ઘટાડી શકાય છે. યોગ્ય તબીબી તપાસ અને સલાહ પ્રમાણે જ આ કસરતો કરવી જોઇએ.

અન્યથા શરીરના મણકા અથવા સ્નાયુઓ કે લીગામેન્ટને નુકસાન થઇ શકે છે. કસરતના નિષ્ણાત કોચની મદદથી અને આહારમાં પરિવર્તન કરી પેટ પરની ચરબી ચોક્કસ પ્રમાણમાં ઘટાડી શકાય છે. પેટ ઉપર વધુ ચરબી ધરાવતી વ્યક્તિઓમાં ડાયાબિટીસ તથા હૃદયરોગની વિશેષ સંભાવનાઓ હોવાથી આ વ્યક્તિઓએ ડાયાબિટીસ, બ્લડપ્રેશર, કોલેસ્ટેરોલ વગેરેની તપાસ કરાવી લેવી જોઇએ અને તેની યોગ્ય સારવાર કરાવવી જોઇએ.

કહેવાય છે કે 'જેટલી મોટી વેઇસ્ટ લાઇન તેટલી ટૂંકી લાઇફલાઇન.' જેટલો પેટનો ઘેરાવો વધારે તેટલું જ આયુષ્ય ટૂંકું. પોતાનું ભવિષ્ય ભાખવા માટે કોઇ ભવિષ્યવેતા દ્વારા હસ્તરેખાઓ દેખાડવાની જરૂર નથી. પરંતુ આપનો દરજી પણ કહી શકશે કે આપ કેટલું જીવી શકશો. આપને ડાયાબિટીસ, બ્લડપ્રેશર, હૃદયરોગની બીમારીઓ તો નહીં થશે ને. પેટ ઉપર ભેગી થયેલી ચરબી માટે સંતોષ તથા ગૌરવ લેવાના બદલે તેને કાબૂમાં રાખવી અથવા ઘટાડવા પ્રયત્નશીલ રહેવું એ ડહાપણભર્યું છે. જો ૯૦ વર્ષથી વધારે જીવવું હોય તો પુરુષોમાં પેટનો ઘેરાવો ૯૦ સેમી અને સ્ત્રીઓમાં ૮૦ સેમીથી નીચે રાખવું સલાહભર્યું છે.'

tiven.marwah@gmail.com

__._,_.___
Recent Activity:
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...