[F4AG] હસીને પ્રેમથી વાત કરવાનો પણ થાક લાગે છે.....

 

હસીને પ્રેમથી વાત કરવાનો પણ થાક લાગે છે.....    
 
   
લાખો લોકો સાથે કસ્ટમર કેરમાં વાત કરતા યુવાનોના અંતરની વાત
હસીને પ્રેમથી વાત કરવાનો પણ થાક લાગે છે
દુનિયા સાથે કોમ્યુનીકેશન કરતા કોલસેન્ટર એક્ઝિક્યુટિવનું પોતાના કુટુંબ સાથે કોમ્યુનીકેશન કેટલું ?


Plus1.gif કોલ સેન્ટર, શહેરમાં વસતા યુવાન છોકરા અને છોકરીઓ માટે પાર્ટ ટાઈમ કે ફુલટાઈમ જોબ માટેનું એક આકર્ષભ   છે. દરેક કંપની પોતાના ગ્રાહકને ખુશ રાખવા નવા નવા નુસખા અપનાવતી હોય છે. આ નુસખા ગ્રાહકો સુધી પહોંચાડવા માટે મોટે ભાગે યંગજનરેશન તેમાં જોડાય છે. આ યંગજનરેશન દરરોજ શીફ્ટ પ્રમાણે આઠથી નવ કલાક ગ્રાહકોને મનાવવાનું કામ કરે છે. પણ શું નવ કલાક લોકો સાથે સતત મશીન જેમ વાતો કર્યા બાદ પોતાના કુટુંબ સાથે, સમાજ સાથે ક મિત્રો સાથે સારી રીતે વાત કરી શકશે ? દુનિયાભરના લોકો સાથે કમ્યુનીકેશન કરતો માણસ શું પોતાના કુટુંબ સાથે જ કમ્યુનીકેશન ખોઈ બેસે છે ?

તો રીયલ ઠક્કર જે એક પ્રાઈવેટ કંપનીના કોલ સેન્ટરમાં ટી.સી. તરીકે ફરજ બજાવે છે. તે કહે છે કે 'જો ટાર્ગેટ સાથે કામ આપવામાં આવે તો માનસીકતાણ અનુભવાય છે. ૯ કલાક કામ કર્યા બાદ ઘરે પોહંચીને આરામ કરવાનો જ વિચાર આવે છે. આખા દિવસના થાકેલા હોય તો કુટુંબના સભ્યો સાથે વાત કરવાનો પણ કંટાળો આવે. એટલે એવું પણ લાગે છે કે દેશના લોકો સાથે વાતો બહુ પ્રેમથી કરીએ છીએ પણ ઘરે પહોંચતા જ થાક ને તણાવને કારણે કુટુંબના લોકો સાથે પ્રેમથી વાતો કરી શક્તા નથી.'

સતત આખો દિવસ લોકોના પ્રોબ્લેમ સોલ્વ કરતા કરતા સાંજે ખુદ નવા પ્રોબ્લેમમાં હોય છે. શ્રેયા ઘોષ જે એક મોબાઈલ કંપનીમાં બે મહિનાથી કામ કરે છે તે પોતાની વાતમાં કહે છે કે, 'દરરોજના તમારા ટાર્ગેટ પ્રમાણે તમારે કોલ લેવા ફરજીયાત હોય છે અને ગ્રાહકની વાત પણ ટુંકમાં જ પતાવવાની હોય છે. કારણ કે ૫૦૦ કરતા પણ વઘુ કોલ વેઇટીંગમાં હોય છે. આ કારણે સ્વભાવ ચીડીયો બની જાય છે.

ઘરે ગયા પછી જો કોઈ વાત બને તો ગુસ્સો આવે છે, ભલે આખો દિવસ ગ્રાહકો સાથે પ્રેમથી વાત કરતા હોય પણ ઘરે જતા જ ગુસ્સાને થાક આપણા ચહેરા પર દેખાઈ આવે છે અને આ ઘટના રોજે રોજ બનતા આપણે આપણાથી જ દુર થતા હોઈએ એવું લાગ્યા કરે છે.'
વિજય ગઢવી  જે બે વર્ષથી  પ્રાઇવેટ કંપનીના કોલ સેન્ટરમાં કામ કરે છે. વિજય કહે છે કે , દરરોજ આઠ કલાક તમારે માત્ર કમ્પ્યુટર અને હેડફોન સાથે જ પસાર કરવાના હોય છે અને ઘરે આવ્યા બાદ કોઈની સાથે વાત કરવાનું મન થતું નથી. જોબ લાગ્યા બાદ મારા મિત્રો સાથે છેલ્લા એક વર્ષથી લાંબી વાત કરી નથી, કે ક્યાંય ફરવા કે પ્રસંગ માટે પણ ગયો નથી.

આકર્ષક પગારના કારણે લોકો શરૂઆતમાં કોલસેન્ટરમાં જવું વધારે પસંદ કરે છે. પણ જ્યારે તેમને આ બાબતનો ખ્યાલ આવે છે ત્યારે તેમણે શું ગુમાવ્યું છે. મહાવિરસિંહ રાજપૂત જેઓ ૧૮ મહિના કોલસેન્ટરમાં કામ કરી ચુક્યા છે. તેમણે થોડા સમય પહેલા જોબ છોડી દીધી. તેઓ કહે છે કે, 'દરરોજ ૧૧ થી ૧૨ કલાક માત્ર કામ પાછળ આપવા પડતા જેનાથી સ્વભાવ ચીડીયો બની ગયો. જમવાનું પણ કોઈ જ ઠેકાણું નથી હોતું. દર અઠવાડિયે શીફ્ટ ચેન્જ થાય, કંપની અંદર દાખલ થતા આપણે માત્ર કંપનીના જ રહિએ છીએ. રાત્રે ઘેર આવીએ ત્યારે કુટુંબ સાથે વાત કરવાનો મુડ પણ નથી હોતો. તેના કારણે કુટુંબના અંગત પ્રશ્નોમાં પણ રસ લઇ શક્તા નથી. અને ધીરે ધીરે કુટુંબથી દુર થતા જઇએ છીએ.'


સતત લોકો સાથે વાતચીત કરવાથી મગજની ગ્રંથિઓમાં એક તણાવ ઉત્પન્ન થાય છે. દુનિયાભરના લોકોના પ્રોબ્લેમ સોલ્વ કરતા કરતા ક્યારેક અચાનક જ પોતાની અંદર જ કોઈક એવો પ્રોબ્લેમ ઉત્પન્ન  થાય છે જેનાથી તેઓ અજાણ હોય છે. આવનારા ફોનથી અજાણ કે આવનારો કોલ કેવા પ્રકારનો નવો પ્રોબ્લેમ લઈને આવે છે તેની તેઓને સતત ભીતિ રહે છે. લાંબા સમય સુધી કોલ અટેન કરવાથી લાંબા ગાળે સ્વરપેટીને નુકશાન પહોંચવાનુ જોખમ રહે છે.
આનાથી બચવા માટે હવે કોલ સેન્ટરના એક્ઝિક્યુટીવ યોગ અને પ્રાણાયામ તરફ વળ્યા છે. તેના કારણે સ્ટ્રેસ અને માનસિક દબાણ ઓછુ થાય છે.

સાંજ સુધી કસ્ટમરકેરમાં બેસીને દુનિયાભરના કસ્ટમરના પ્રોબ્લેમ સોલ્વ કરતો માણસ પોતાના કુટુંબના પ્રોબ્લેમમાં સાંજ પડે જરા પણ રસ લઇ શક્તો નથી. દુનીયાભરના લોકોને નવી સ્કીમની જાણ કરતો ક્યારેક પોતાના જ અંગત મિત્રની કોઈ વાતથી અજાણ થઇને રહી જાય છે.

__._,_.___
Recent Activity:
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...