ગંભીરતાની ગંભીરતા વિશે થોડીક ગંભીર વાતSource: Manish Mehta, Arial view કોઇપણ વાતને ગંભીરતાથી ન લેવી એવું આપણું રાષ્ટ્રીય ચરિત્ર છે. સુપ્રીમ કોર્ટનેય શંકાની નજરે જોઇએ છીએ. કોઇકનો શબ્દ કે ચુકાદો તો આખરી રાખવો પડે કે નહિ? અમેરિકામાં કોઇ વ્યક્તિ, કંપની કે સંસ્થાને કોઇ ગુનાઇત કૃત્ય કે નુકસાન બદલ જવાબદાર ઠેરવીને તેની સામે વધુમાં વધુ ૭૫ મિલિયન ડોલર વળતર માગી શકાય છે. વળતરની આ મહત્તમ મર્યાદા છે. મેક્સિકોના અખાતમાં બ્રિટિશ પેટ્રોલિયમની અણઆવડતથી જે તેલ ઢળી રહ્યું છે તેનાથી પર્યાવરણને અત્યાર સુધીનું સૌથી મોટું નુકસાન થયું છે. એટલિસ્ટ, અમેરિકા તો એવું જ માને છે. અમેરિકાભરમાં અત્યારે વળતરની આ મર્યાદા વધારવા વિશે ચર્ચા ચાલી છે. ઓબામા સરકાર વળતરની મર્યાદા વધારીને બ્રિટિશ કંપની પાસેથી જંગી વળતર લઇને જંપશે. એ જ અમેરિકાનો એન્ડરસન ભારતમાં તબાહી મચાવીને દેશભેગો થઇ જાય છે અને ભારતની સરકાર લાલ જાજમ પાથરીને તેને જવા દે છે. મેક્સિકોના અખાતમાં ઢોળાયેલા તેલથી થયેલું પર્યાવરણીય નુકસાન અને ભોપાલની જાનહાનિની કોઇ રીતે સરખામણી થઇ શકે તેમ જ નથી. છતાં અમેરિકાનો એટિટયૂડ જુઓ અને ભારતનું વલણ જુઓ. અમેરિકા દાદાગીરી કરીને પોતાના નાગરિકોને વળતર અપાવશે અને તેમનો દેશ કે તેમનો દરિયો કંઇ બોડીબામણીનું ખેતર નથી, એવી પ્રતીતિ વિશ્વભરને સોઇ ઝાટકીને કરાવશે. જ્યારે આપણે? હા હા હા... વાત હસવાની નથી. ગંભીર છે. આપણી સમસ્યાનું મૂળ, કોઇપણ પ્રશ્નને કેટલો ગંભીરતાથી લેવામાં આવે છે તેમાં છે. મેંગલોરની વિમાન દુર્ઘટના હોય કે નકસલવાદની સમસ્યા, કસાબ કે અફઝલ ગુરુને ફાંસીની વાત હોય કે રીઢા ગુનેગારના પ્રત્યાર્પણની વાત હોય. કોઇપણ સરકારના કોઇ પ્રયત્ન તમને ગંભીર હોય એવું કેમ ક્યારેય લાગતું નથી? મજાની વાત એ છે કે પ્રજા પણ જાણે છે કે સરકાર આપણને મુર્ખ બનાવી રહી છે. કોઇ નેતાના વિધાન પછી તરત જ આમઆદમી કહી દેશે કે આ તો બધી વાતો... બાકી આમાં કંઇ થવાનું નથી. આ કેસમાં ન્યાય મળશે જ અને સરકાર દૂધનું દૂધ અને પાણીનું પાણી કરશે જ એવો વિશ્વાસ પ્રજાને કેમ નથી બેસતો? વાત દેશના ચરિત્રની છે. ભારત સહિત એશિયાના ઘણા દેશોને વિકસિત દેશો થર્ડ વર્લ્ડ તરીકે ઓળખે છે. ફર્સ્ટ વર્લ્ડ કન્ટ્રી અને સુપરપાવર અમેરિકા અને ભારતની માનસિકતામાં આટલો ફેર છે. આપણે કોઇપણ વાતને ગંભીરતાથી લેતા નથી. લાગણીના પ્રવાહમાં આપણે ઓબ્જેક્ટિવિટી ગુમાવી બેસીએ છીએ. મોટાભાગના કિસ્સામાં આવું જ બને છે અને રાજકારણીઓ પ્રજાને ભોળવવામાં વિજેતા સાબિત થાય છે. સર્વોચ્ચ અદાલત કોઇ ચુકાદો આપે તો તેનેય આપણે શંકાની નજરે જોઇએ છીએ. ચુકાદાને ચાતરવાની કોશિશ પણ કરીએ છીએ. જજ સરકારને ખખડાવે કે કોઇ અમલદારને ખખડાવે પણ તેની કોઇ ગંભીરતા જ નહિ. કેમ? કારણ કે આપણે ન્યાયતંત્રને પણ ઠીક છે મારા ભાઇ...એવી રીતે જોઇએ છીએ. સવાલ એ છે કે તે ચુકાદો કદાચ ખોટો હોય તોય તે ચુકાદો સર્વોચ્ચ અદાલતે આપ્યો છે એટલે ભારતભરની પ્રજાએ ગ્રાહ્ય રાખવો જ જોઇએ. નહિતર તો પછી એ અદાલત સર્વોચ્ચ કઇ રીતે કહી શકાય? શાસનવ્યવસ્થામાં કે કાયદાના પાલનમાં કોઇકનો શબ્દ કે કોઇકનો ચુકાદો તો આખરી રાખવો પડે કે નહિ? કોઇ વિજ્ઞાની રિસર્ચ કરશે તો તરત જ કહી દેવાશે કે આ તો બધું હંબગ છે. કહી દેવું સહેલું છે. ભારતની ટોચની તપાસસંસ્થા સીબીઆઇ એક મજાક બની ગઇ છે. સીબીઆઇને તપાસ સોંપાઇ એટલે જલસા. હવે એમાં કંઇ થાય નહિ અને કેસ વર્ષોના વર્ષો ચાલ્યા કરશે એવી છાપ એટલા માટે ઊભી થઇ કારણ કે રાજકારણીઓએ સીબીઆઇની ગંભીરતા ઘટાડી નાખી છે. તેનું મહત્વ ઓછું કરી નાખ્યું. એવું જ તપાસપંચનું છે. કોઇપણ કમિશન રચાય એટલે સમજી લેવાનું કે હવે તેમાંથી કંઇ જ નહિ નીપજે. એકપણ બાબતમાં આપણે ગંભીર નહિ. વિકસિત દેશોએ ભારત જેવા દેશની મુલાકાત લેનારા માટે ચેકલિસ્ટ તૈયાર કર્યું છે. જેમાં ગંદકી, અવાજનું પ્રદૂષણ, પર્સનલ સ્પેસ જેવી અનેક બાબતો છે. ભારતીયો આ બધી બાબતમાં અળખામણા છે. અરે, શહીદોના મામલે પણ આપણે બહુ ક્રૂર છીએ. આપણો દેશપ્રેમ પણ મોસમી છે. યુદ્ધ જેવી સ્થિતિ હોય તો આપણો દેશપ્રેમ છલકાઇ જાય, બાકી હરિ હરિ ('વિહાર' કોલમમાં જેની વાત કરી છે એ વરસાદની આગાહીને પણ આપણે ક્યાં ગંભીરતાથી લઇએ છીએ!). દરેક બાબતમાં આપણે એન્ડરસન જેવા ઘોડા નાસી જાય પછી તબેલાને તાળા મારવા નીકળી પડીએ છીએ. તેનો પાછળથી કકળાટ કરી મૂકીએ છીએ. ખરેખર કોલાહલ સમસ્યા સર્જાય એ પહેલાં કરવાનો હોય છે. આવું તો પ્રજા નહિ ચલાવે એવી ધાક રાજકારણીઓ અને અધિકારીઓમાં બેસાડવી જોઇએ. ભારતના નેતાઓ તો જનતા માઇ-બાપને વેચીને ખાનારા છે. નેતા માટીપગો મળ્યો તો તેને માટીભેગો કરવાની તાકાત અને તેને ત્યાં સુધી પહોંચાડવાની ગંભીરતા પ્રજામાં હોવી જોઇએ. |
__._,_.___
**************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************

MARKETPLACE
.
__,_._,___
No comments:
Post a Comment