સમથિંગ બેટરSource: Shishir Ramawat, Multiplex 'બેટર હાફ' ચોક્કસ લક્ષ્ય સાથે હિંમતપૂર્વક બનાવવામાં આવેલી ગુજરાતી ફિલ્મ છે. તેની પિઝા, લેપટોપ, કેન્ડલ-લાઈટ ડિનર અને લવમેકિંગની દુનિયા ગુજરાતી સિનેમાની 'ગામ, ગાડું ને ગોકીરો'ની ઈમેજથી જોજનો દૂર છે. મુંબઈનું એક પોશ મલ્ટિપ્લેક્સ. મહેમાનો વચ્ચે હાથમાં ટ્રે લઈને ફરતા અને અદબપૂર્વક ડ્રિંકસ તેમજ સ્નેકસ સર્વ કરતા વરદીધારી અટેન્ડન્ટ્સ. પ્રકાશની છોળો વચ્ચે સતત થયાં કરતું ફોટોગ્રાફર્સનું ક્લિક ક્લિક... અને દબાયેલું કુતૂહલ. આ એક ફિલ્મી ઈવેન્ટ છે. ખેર, મુંબઈમાં આ પ્રકારની ઈવેન્ટ્સ રૂટિન બાબત છે, પણ અહીં મામલો જરા જુદો છે. આ એક ગુજરાતી ફિલ્મનું પ્રીમિયર છે જેનું ટાઈટલ છે, 'બેટર હાફ'. આ કોમ્બિનેશન અને માહોલ નવાં છે, ઈન્ટરેસ્ટિંગ છે. આર્થિક વિકાસ અને બીજી કેટલીય બાબતોમાં ગર્વથી માથું ઊંચું કરતું અને બીજાં રાજ્યો કરતાં આગળ હોવાની લાગણીથી પોરસાતું ગુજરાત જ્યારે પોતાની ભાષાની ફિલ્મોની વાત આવે છે ત્યારે તીવ્ર ક્ષોભ અને લઘુતાગ્રંથિના બોજથી સંકોચાઈ જાય છે, ચુપ થઈ જાય છે. આ સ્થિતિમાં 'બેટર હાફ' જેવી ફિલ્મ બનવી અને મલ્ટિપ્લેક્સીસમાં આત્મવિશ્વાસપૂર્વક રિલીઝ થવી તે સરસ વાત છે. 'બેટર હાફ', અમદાવાદમાં ટ્રાયલ રન રૂપે રિલીઝ થઈ હતી. આ અઠવાડિયે તે આખા ગુજરાતમાં અને મુંબઈમાં વિધિવત્ રિલીઝ થઈ છે. 'બેટર હાફ' ચોક્કસ લક્ષ્ય સાથે હિંમતપૂર્વક બનાવવામાં આવેલી ફિલ્મ છે અને આ હિંમત માત્ર એના અંગ્રેજી ટાઈટલ પૂરતી સીમિત રહેતી નથી. 'બેટર હાફ' ગુજરાતી સિનેમાનાં સડી ગયેલાં, એક્સપાયરી ડેટ પસાર થઈ ગઈ હોવા છતાંય અધમૂઈ દશામાં ટકી રહેલાં કેટલાંય બીબાંને લેશમાત્ર કંપ અનુભવ્યા વગર તોડીફોડી નાખે છે. ફિલ્મ શરૂ થાય એની લગભગ ત્રીજી જ મિનિટે હીરો ધર્મેન્દ્ર ગોહિલ બેગ પેક કરી રહેલી પોતાની માને કહે છે: 'ખાવુંપીવું ને એ બધું ઈઝ નોટ અ પ્રોબ્લેમ, આઈ કેન ડીલ વિથ ઈટ.' આ એક જ સંવાદ ફિલ્મનો ટોન અને તેનો માહોલ સેટ થઈ કરી નાખે છે. એક વાત સ્પષ્ટ કરી દે છે: આ ફિલ્મ ટિપિકલ ગુજરાતી ફિલ્મો જોતાં અથવા જોઈ શકતાં રેગ્યુલર ઓડિયન્સ માટે નથી. અહીં અર્બન કપલ છે(ધમેન્દ્ર ગોહિલ- નેહા મહેતા, બ્રિલિયન્ટ એક્ટર્સ, પરફેક્ટ કાસ્ટિંગ), પતિ અને પત્ની બંનેને પોતપોતાની કરિયરની ખેવના છે, બંને એમ્બિશિયસ છે. અહીં હિરોઈનને તમે ક્યારેય સાડીમાં જોતાં નથી, કારણ કે નોર્મલ વર્કિંગ વુમનની જેમ તે પણ મોટે ભાગે કુર્તી અને ટ્રાઉઝર પહેરવાનું પસંદ કરે છે. હિરોઈનની બોબ્ડ હેરવાળી મમ્મી હાઉસવાઈફ છે, જે કિચનમાં પિઝા બનાવવા જતાં પહેલાં એના બોયફ્રેન્ડને પૂછી શકે છે: તને ચીઝ ચાલશેને, તું ડાયેટિંગ પર તો નથીને? અહીં હીરો-હિરોઈન ડેટિંગ કરે છે, તેઓ એવી રેસ્ટોરાંમાં ઈટિંગ આઉટ કરે છે ત્યારે બેકગ્રાઉન્ડમાં ડો. મુકુલ ચોકસીએ લખેલું અને સોલી કાપડિયાએ ગાયેલું 'પ્રેમ એટલે કે...' ગીત ઘીમું ધીમું વાગે છે. લગ્ન બાદ રેસ્ટોરાંમાં ફૂડ ઓર્ડર કર્યા પછી તેઓ ટશિ્યુ પેપર પર ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરે છે. મોટાભાગનાં પાત્રોની વાતચીતમાં અંગ્રેજી સહજપણે ઊછળતું રહે છે. અહીં સપોર્ટિગ એક્ટર અમેરિકન લેખક અને ફ્યુચરિસ્ટ એલ્વિન ટોફલરને વાતચીતમાં ટાંકી શકે છે. અહીં જોગર્સ પાર્ક છે, ઓફિસે જતાં પહેલાંની ધમાલ છે, કૂકરની ગણાતી સીટીઓ છે, લેપટોપ પરથી થતાં ઈ મેઈલ છે અને બેડરૂમમાં લવમેકિંગ સીન પણ છે. ગુજરાતી સિનેમાની 'ગામ, ગાડું ને ગોકીરો'ની ઈમેજથી 'બેટર હાફ'ની દુનિયા જોજનો દૂર છે. આશિષ કક્કડ 'બેટર હાફ'ના પ્રોડ્યુસર-ડિરેક્ટર છે. આ તેમની પહેલી જ ફિલ્મ છે. 'બેટર હાફ'ને શું નિતાંતપણે સુંદર અને પરફેક્ટ ફિલ્મ કહી શકાય? બિલકુલ નહીં. પ્રોડક્શન વેલ્યૂ, ડિરેકશન અને લખાણથી માંડીને એડિટિંગ, કોસ્ચ્યુમ્સ, મેકઅપ સુધીનાં લગભગ બધા ડિપાર્ટમેન્ટમાં એટલી બધી ક્ષતિઓ છે કે હિન્દી ફિલ્મો જોતો નોર્મલ પ્રેક્ષક સમીક્ષા કરવા બેસે તો 'બેટર હાફ'નાં લીરેલીરા કરી શકે. આમ કરવું બહુ આસાન છે... પણ 'બેટર હાફ'ને હિન્દી, બંગાળી, સાઉથ ઈન્ડિયન કે ઈવન મરાઠી ફિલ્મોની ફૂટપટ્ટીથી માપવાની ભૂલ કરવા જેવી નથી. તેને ગુજરાતી સિનેમાના વ્યાપક સંદર્ભમાં જ જોવાની અને મૂલવવાની હોય. આ ફિલ્મ, જે ગણીને માંડ આઠ-દસ દિવસમાં શૂટ થઈ છે અને માત્ર પચ્ચીસેક લાખમાં બની છે, તેણે બહાદુરીપૂર્વક જુદી ભ્રમણકક્ષા પર જવાની કોશિશ કરી છે. આ પ્રયત્નને બિરદાવવા જેવો છે. ટેક્નિકલ પાસાંને એક તરફ રાખીને જોઈએ તો પતિ-પત્ની વચ્ચે થતાં વિખવાદ અને પેચ-અપની વાર્તામાં ઓડિયન્સને સ્પર્શી શકવાનું કૌવત છે. આપણને યાદ રહી ગઈ હોય એવી છેલ્લી સારી ગુજરાતી ફિલ્મ કઈ? કદાચ, 'દરિયા છોરુ'. આ ફિલ્મ આવી ત્યારે ગુજરાતી સિનેમામાં કશુંક થઈ રહ્યું છે એવી અસર ઊભી થઈ હતી.. પણ ડિરેક્ટર વિપુલ શાહ 'દરિયા છોરુ' પછી ગુજરાતી સિનેમાની ગરીબડી હોડી છોડીને બોલિવૂડના લકઝરી ક્રૂઝ પર સવાર થઈ ગયા અને પેલું છોરુ પછી પુખ્ત થયું જ નહીં. 'દરિયા છોરુ'માં જોકે ગ્રામ્ય પરિવેશ જ હતો. તે રીતે 'બેટર હાફ' ઘણી વધારે એમ્બિશિયસ અને ડેરિંગબાજ ફિલ્મ છે. 'બેટર હાફ' જોતી વખતે ફરી પાછી 'કશુંક થઈ રહ્યું છે'વાળી ફીલિંગ આવી રહી છે. અલબત્ત, આ ફિલ્મ માત્ર એક સારી શરૂઆત છે, એક નાનકડું અલ્પવિરામ. આ દિશામાં એકધારા, અવિરત અને ઉત્તરોત્તર બહેતર પગલાં મંડાતાં રહેશે તો અને તો જ કશુંક નક્કર પરિણામ આવશે. આવું બનશે ખરું? લેટ્સ સી. શો સ્ટોપર ખુદ સે પ્યાર કરો, ખુદ કા ધ્યાન રખો... કિસી આૈર પર કમેન્ટ ના કરો. - શ્રી ગોવિંદાની અમૃતવાણી |
__._,_.___
**************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
MARKETPLACE
.
__,_._,___
No comments:
Post a Comment