[F4AG] માની શકો, તો જ મેળવી શકો

 

માની શકો, તો જ મેળવી શકો

Source: Rajeev Bhalani    
 
 
ડબલ્યુ. કલેમેન્ટ સ્ટોને કહ્યું છે કે 'માણસનું મન જે કંઈ ધારણ કરી શકે છે અને માની શકે છે તેને તે પ્રાપ્ત કરી શકે છે.' માનવું એ માત્ર ક્રિયા નહીં બલકે શરત છે. માની શકો, તો જ મેળવી શકો. ધનવાન બનવાનો ખ્યાલ મનમાં ધારણ કરવાથી કામ નથી થતું પરંતુ તમે ધનવાન બની શકો તેમ છો એવું માનવા માટે જો મન તૈયાર હોય તો જ કામ આગળ વધે. આપણે માણસો માન્યતાઓ વગર જીવી નથી શકતા.

બાળકનો જન્મ થાય ત્યારે તેનું મન કોરી પાટી જેવું હોય છે. બાળક પાંચ-છ વર્ષનું થાય ત્યાં સુધીમાં એ નક્કી કરી લેતું હોય છે કે એ પોતે કેવો/ કેવી છે! એના તરફનું પરિવારજનોનું વર્તન અને વાતો પરથી એના મનમાં પોતાના વિશે એક પ્રકારની માન્યતા બંધાઈ જાય છે. ઉમર વધવા સાથે એ માતા-પિતા અને પરિવાર વિશે પણ માન્યતાઓ બાંધતું થાય છે. એ માન્યતાઓ સારી પણ હોઈ શકે અને ખરાબ પણ હોઈ શકે. એ ઉમરે બંધાયેલી માન્યતાઓ ખૂબ જ દૃઢ હોય છે.

સમય આગળ વધતો જાય છે અને આપણી માન્યતાઓનો વિસ્તાર વધતો જાય છે. આપણે સગાંવહાલાંઓ વિશે માન્યતાઓ બાંધવા લાગીએ છીએ, અમુક જ્ઞાતિઓ, અમુક પ્રદેશનાં લોકો અને વિવિધ શહેરો અને દેશો માટે માન્યતાઓ બાંધવા લાગીએ છીએ. અમુક બિઝનેસ આવો અને અમુક નોકરી તેવી એવું માનવા લાગીએ છીએ.

ગરીબો આવા અને ધનવાનો તેવા એવું માનવા લાગીએ છીએ. આપણે જે જોઈએ છીએ, સાંભળીએ છીએ અને અનુભવીએ છીએ એના પરથી આપણી સારી-ખરાબ માન્યતાઓ બંધાતી જાય છે. બને છે એવું કે પહેલાં આપણે માન્યતા બાંધીએ છીએ અને પછી એ માન્યતા આપણને બાંધી દે છે. મોટા ભાગનાં લોકો તેમાંથી મૃત્યુપર્યંત મુકત નથી થઈ શકતા.

માન્યતા હકારાત્મક હોય તો વાંધો નથી પણ જો એ નકારાત્મક અથવા વિઘાતક હોય તો વ્યકિતને વિકાસ કરવો મુશ્કેલ થઈ પડે છે. માન્યતા આપણા મનનું ખૂબ ઊડા સ્તરે થયેલું કન્ડિશનિંગ અથવા પ્રોગ્રામિંગ છે. કોઇ માહિતી આંખ અને કાન દ્વારા વારંવાર મન સુધી પહોંરયા કરે તો તેને આપણું મન સત્ય તરીકે સ્વીકારી લે છે. પછી આપણને એવા જ અનુભવ થવા લાગે છે જેથી એ આપણી માન્યતા બની જાય છે.

માન્યતાઓ સાચી કે ખોટી હોવાનો સવાલ જ ઉપસ્થિત નથી થતો. માન્યતા બે જ પ્રકારની હોય છે- શક્તિવર્ધક અને શકિતઘાતક. શક્તિઘાતક અથવા નકારાત્મક માન્યતાઓ તમને એવા જ અનુભવ તરફ લઈ જાય છે. જો તમારી માન્યતાઓ પ્રત્યે તમે જાગૃત હશો તો આગળનું કામ ઘણું સરળ થઈ જશે. આપણામાં કોઈ માન્યતા નકારાત્મક છે એ કેવી રીતે ખબર પડે! ચાલો એક ઉદાહરણથી સમજીએ.

મારા એક મિત્રને થોડા સમય પહેલાં મેં પૂછ્યું કે આ વરસ તો પૂરું થવા આવ્યું તારો સેલ્સ ટાર્ગેટ હજુ કેમ પૂરો નથી થયો. તેણે કહ્યું, 'કારણ કે અમારા છ લાખની વસતીના ગામમાં આટલું મોટું ટાર્ગેટ પૂરું ન જ થઈ શકે.' એના જવાબમાં કારણ કે પછીનું વિધાન હતું એ જ એની નકારાત્મક માન્યતા. તમે પણ તમારી નકારાત્મક માન્યતા આ જ રીતે શોધી શકશો.

નકારાત્મક માન્યતા દર્શાવતા બીજા કેટલાક વિધાનો જોઈએ જેથી તમને વધુ સ્પષ્ટ ખ્યાલ આવે: (૧) હું મિટિંગમાં કોઈને સમજાવી નહીં શકું કારણ કે બીજા ડિરેકટર્સ ઉપર મારો પ્રભાવ નથી પડતો. (૨) હું વિદેશમાં સેટલ ન થઈ શકું કારણ કે અંગ્રેજીમાં બોલતા મને સંકોચ થાય છે. (૩) હું બિઝનેસ ન કરી શકું કારણ કે મને મૂડી ઊભી કરતા નથી આવડતું.- આ તમામ વાતોમાં કારણ કે પછીનું વિધાન નકારાત્મક માન્યતા છે.

જેઓ જેવું માને છે તેઓને તેવા જ અનુભવ થવા લાગે છે. જો તમારે ધનવાન બનવું હોય તો તમારી માન્યતાઓ કોઈ પણ સંજોગોમાં હકારાત્મક જ હોવી જોઈએ. તમે વધુ ધનવાન બની શકશો કે નહીં એ બાબતનો આધાર તમારી ધન વિશેની માન્યતા ઉપર છે જેની વિગતે વાત કરીશું આવતા અંકે...

સોના મહોર: જગત તમારા માટે એવું જ છે કે જેવું તમે માનો છો.

__._,_.___
Recent Activity:
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...