[F4AG] ક્ષણ ક્ષણમાં સમાધિ

 

ક્ષણ ક્ષણમાં સમાધિ

Source: Bakul Dave, Akshaypatra    
જે થઇ ગયું છે તેનો શોક કરવો નહીં અને ભવિષ્યમાં શું થશે તેની ચિંતા પણ ન કરવી, કારણ કે બુદ્ધિશાળી છે તે વર્તમાન સમય અનુસાર વર્તે છે. કેટલીક વ્યક્તિઓ વીતી ગયેલા સમય દરમિયાન કશું ઇચ્છિત થઇ શક્યું ન હોય, કશું ન ગમે તેવું બન્યું હોય તેને યાદ કર્યા કરે છે. કોઇ ઘટના- જેના થકી પોતાના જીવનમાં કશું નુકસાન થયું હોય તે વાતનો વસવસો એમને હંમેશાં હોય છે. વારંવાર એને યાદ કરી એ દુ:ખી થયા કરે છે.


એક ભાઇ એમના ભૂતકાળમાં બનેલી એક ઘટના વાત વાતમાં સૌને કહ્યા કરે: 'મારા ફાધર ગુજરી ગયા પછી હું સૌથી મોટો એટલે ઘરની જવાબદારી મારા માથે આવી. મારું ભણવાનું છુટી ગયું. ન ભણી શક્યો તેથી અત્યારે આ સામાન્ય પગારની નોકરીમાં ટીચાઉ છું...'


એક સ્ત્રીના પતિનું અકસ્માતમાં મૃત્યુ થયું તે પછી વર્ષો સુધી તે એ ઘટનામાંથી બહાર ન આવી શકી. માનસિક સંતુલન ગુમાવ્યું. એનાં સંતાનો નાનાં હતાં. મુશ્કેલીઓ વધતી ગઇ.બારમા ધોરણમાં ઓછા માકર્સ આવ્યા તેથી એક વિદ્યાર્થિનીનું ડોક્ટર બનવાનું સપનું રોળાઇ ગયું. તૂટી ગયેલા સપનાંના ટુકડા સામે જોતી એ અતીતમાં ડૂબી ગઇ, 'જો થોડી વધુ મહેનત કરી હોત તો...'


ઘણીવાર એવું પણ જોવા મળે છે કે માણસ ભવિષ્યની ચિંતા કરતો હોય. જે હજી બન્યું નથી તેના વિશે વિચાર કરતા રહી એ મૂંઝવણ અનુભવતો હોય છે.ભૂતકાળમાં અનિચ્છનીય બની ગયું છે તેનો શોક અને ભવિષ્ય કશું અણગમતું બનવાની કલ્પના માણસના વર્તમાનને દૂષિત કરે છે. સાચું એ છે કે માણસે આ ક્ષણમાં જીવવું જોઇએ. ભૂતકાળ પાછળ સરકી ગયો છે ને તેને બદલવાનું શક્ય નથી. ભવિષ્યમાં હવે પછી આવનારી કેટલી ક્ષણો બાકી રહી છે તે પણ માણસ જાણતો નથી. એની અને આવનારી ક્ષણો વચ્ચે એક અર્દશ્ય પડદો છે. એ પડદો હટાવવાનું પણ શક્ય નથી. ફકત વર્તમાન માણસના હાથમાં છે. ને વર્તમાનમાં જીવવું એટલે આ ક્ષણમાં ભરપૂર જીવી લેવું.


આ ક્ષણમાં ભરપૂર જીવવું એટલે ભૂતકાળની દુ:ખદ ઘટના વિચારવી નહીં અને હવે પછી આવનારી પ્રત્યેક ક્ષણ માટે તે રિળયામણી બની રહે તેવી ભૂમિકાનું સર્જન કરવું. આ સર્જનાત્મક બાબત આ ક્ષણનો પૂર્ણપણે ઉપયોગ કરવાથી જ શક્ય બને.


આ ક્ષણમાં જીવવું એટલે પૂરી એકાગ્રતા સાથે એ ક્ષણમાં ડૂબી જવું. એ ક્ષણ દરમિયાન જે કૈં સાથે હોય તેમાં ઓતપ્રોત થઇ જવું. આ ક્ષણની સાથે તદ્રુપ થઇ જવું, ઓગળી જવું. જો આવું થાય તો એકાગ્રતા ધ્યાનસ્થ થવાની ભૂમિકાએ દોરી જાય છે. તેને લઇને આગળ પાછળનો કોઇ વિચાર સતાવતો નથી. નથી કશી પ્રતિકૂળતા સતાવતી. અનુકૂલન સહજ સધાતું હોય છે, પ્રયત્ન કરવો પડતો નથી. સુખ પણ એમાં જ છે. હાથીના પગલા જેવું સુખ. જેમાં નાનાં પગલાં જેવાં બીજાં અનેક સુખ આપોઆપ સમાઇ જતાં હોય છે.


સુભાષિતો સોનામહોર જેવાં હોય છે. એનું સત્વ જીવનમાં ઊતરે તો એની પરિણતી પણ એટલી જ સુંદર અને સુખદ નીવડે તે નિ:શંક છે.


__._,_.___
Recent Activity:
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...