[Gujarati Club] suicide note. (સંવાદ શ્રેણી-૨ )

 

suicide note. (સંવાદ શ્રેણી-૨ )

હું અને એ

મારો બ્લોગઃ-

http://markandraydave.blogspot.com/2010/07/suicide-note.html


"  સમંદરના  તળીયાનો    તાગ   લેવો છે..!!
   કલંદર કે  ઓલીયાનો   ભાગ  લેવો છે  ?"
    

============
(સંવાદ શ્રેણી-૨ )

હું અને એ. (મારો આતમ ? )

" તું આ શું કરે છે?"    
" લખું છું."

" લખવા આટલા બધા કાગળ બગડે?"
" ના."

" તો, તેં કેમ બગાડ્યા?"  
" નથી લખાતું...!! "

" તું લેખક છે?"  
"હા."

" લેખક શું કામ લખે?"  
"જીવવા માટે."

" તું જીવવા લખે છે?"
"ના."

" તો મરવા લખે છે? "  
" હા."

" એટલે?"  
" મારે મરવું છે..!!"

"શું કામ?"   
" બસ, ખાલી, અમસ્તુંજ..!! "

" મોત તારા હાથમાં છે?"
"હા."

" તું એકલો રહે છે?"
" મારું કોઈ નથી..!!"

" નોકર ? ચાકર ?"
" છે, એક ગરીબ ટેણીયો."

" તે આવી જશે તો?"
" બે દિવસ રજા પર છે."

 "હ..મ..મ..!!   આ લખ્યું, તેને શું કહેવાય?"
 " સ્યુસાઈડ નોટ- suicide note..!!"

" તેમાં શું લખ્યું હોય?"  
" મર્યા પછીની અંતિમ ઈચ્છા..!!"

" મરેલાને ઈચ્છા હોય?"  
" નહોય."

"તો, તેં હમણાં કહ્યુંને?"
 "............."

" કેવી રીતે મરવાનોછે?"   
" નક્કી નથી."

" આપઘાત કરવાની રીત જાણે છે?"
" હા."

" કેટલી છે?"
" અનેક."

" જેમકે?"  
" જેમકે,નસ કાપીને,દોરડે લટકીને,પિસ્તોલની ગોળીથી, ઝેરી દવાથી,
 ટ્રેઈન નીચે પડીને, બિલ્ડીંગથી કૂદીને,વિગેરે,વિગેરે."

" તું કઈરીતે મરીશ?"
" દોરડે લટકીને..!!"

" તું બચી જઈશ તો?"
"નહીં બચું."

" તારે નક્કી મરવું જ  છે? "
" હા."

" કોઈ તને સમજાવે તો?"
" નહીં માનું."

" દરવાજે જો, કોઈ ડૉરબેલ વગાડે છે."
" ભલે વગાડે, નહીં ખોલું..!!"

" જોતો ખરો? કદાચ નવી જિંદગી આવી હશે તો?"  
" હ..મ..મ..!! ઠીક છે."

( ટ્રીન..ટ્રીન..ટ્રીન../.... ખટાક...)

" ક્યા, સા...બ, આપભી? કિતના ઘંટી બજાયા ? સુબેહ હો ગઈ, આપ નહાયે ક્યા? દેખો, સા..બ, આજ ટેણી કો બહોત કામ હૈ, આપકે યહાઁ સાફ-સફાઈ કરકે, દુસરે તીન ઘર નીપટાને હૈં.
અરે...!!  યે ક્યા? ઈત્તે સારે કાગજ ફાડે? રાતભર જાગકે, લીખતે થે ક્યા?"

".................."

" ક્યા? અપુનને છૂટ્ટી ક્યું કેંન્સલ કિયા?  સા...બ, જાને દો  ના?  ઘરમેં  પાગલ માઁ કો સંમ્હાલનેકા,  મેરે છોટે ભાઈકો  ઈસ્કુલમેં  છોડનેકા, બાપ તો બેવડાથા, પરસોં, દેશી ચઢાકે  મર ગયા સા..લ્લા..!!
 ઉસકો શમસાન પહુંચાકે,  વાપીસ કામ પે આ ગયા."

"..............."

"નહીં સા...બ,  અપુનકો તો મરનેકી ભી  ફુરસત કહાઁ?  ઠીક હૈં, જિંદગીમેં સબ કુછ ચલતા હૈ,
અપુનકા ગુરુ  `......` બોલતા હૈ, હિંમત નહીં હારનેકા...!!  
સબકો ઈક દિન મરના હૈ, મગર  મરનેકા તો ઈજ્જતસે મરનેકા,  બુઝદિલ બનકે નહીં....!!"


"............."

" ક્યા? ક્યા કહા, સા,,બ?  યે રસ્સી અંદર રખ  દું..ઉ...ઉ ? 
ઠીક હૈ, મગર સાબ, લીખનેકે  લીયે,  રસ્સીકા  ક્યા કામ.....!!"

"............"

( " શું લેખક રાજા, હજી મરવાની ઈચ્છા છે? મેં કહ્યું'તું ને? 
બારણે નવી જિંદગી ડૉરબેલ વગાડે છે...!! ")


( " યાર, તુંય જા...હવે  અંદર,અહીંથી......!!" )

DEAR FRIENDS,

ANY COMMENTS?

માર્કંડ દવે.તાઃ- ૦૩ - જુલાઇ-૨૦૧૦.


__._,_.___
Recent Activity:
MARKETPLACE

Stay on top of your group activity without leaving the page you're on - Get the Yahoo! Toolbar now.


Get great advice about dogs and cats. Visit the Dog & Cat Answers Center.


Get real-time World Cup coverage on the Yahoo! Toolbar. Download now to win a signed team jersey!

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...