[F4AG] થિંક એવરેસ્ટ, બટ ડોન્ટ ટોક એવરેસ્ટ!

 

થિંક એવરેસ્ટ, બટ ડોન્ટ ટોક એવરેસ્ટ!

Source: Mukesh Modi, Small Satya    
 
   
 
 
આ જમાનો જાલિમ છે. લોકોને તમારી પ્રોસેસ એટલે કે તમે ભોગવેલી મુશ્કેલીઓ, સંઘર્ષમાં તમે સફળતા મેળવો પછી જ રસ પડે છે.

ગઇ સાલ એટલે કે મે, ૨૦૦૯માં ગુજરાતના આઇપીએસ અધિકારી અતુલ કરવાલ સાહેબ એવરેસ્ટ સર કરી આવ્યા. એમના એવરેસ્ટ આરોહણની રસપ્રદ વાતોનું પુસ્તક તૈયાર કર્યું અને નામ આપ્યું 'થિંક એવરેસ્ટ.' જીવનમાં મોટું વિચારો એવો ધ્વનિ પણ ઘોષિત છે જ. હવે સવાલનો સવાલ: આ કરવાલ સાહેબ એવરેસ્ટની ધાડ મારવાના હતા એવી કેટલાને જાણ હતી?

અને પછી તો આ એવરેસ્ટ આરોહણને લગતી માહિતીની સિલસિલાબંધ વિગતોના અહેવાલો શરૂ થઇ ગયા. પછી આપણને ખબર પડી કે જેઓની જવાબદારી અમદાવાદના ટ્રાફિકને કંટ્રોલ કરવાની તી તે કરવાલ સાહેબ વહેલી સવારે અમદાવાદનો ટ્રફિક ઊંઘતો હોય ત્યારે, ચાલીસ કિલો વજન ખભે લટકાવી અમદાવાદના રસ્તે રોજ દોડતા હતા. પછી આપણને જાણ થઇ કે દરરોજ ખભે સામાન બાંધી થાકીને ચકનાચૂર ન થઇ જાય ત્યાં સુધી દસ માળ ચડઉતર કરતાં!

કરવાલ સાહેબ એવરેસ્ટ ચડી આવ્યા પછી કહે છે 'થિંક એવરેસ્ટ!' અને આપણે પાવાગઢનો પર્વત ચડતા હોઇએ ત્યારે પણ મોબાઇલથી સમગ્ર જગતને જાણ કરીશું, 'પાવાગઢ ચડી રહ્યો છું. અડધે પહોંચ્યો છું. અરે, સ્ટેમિના જોઇએ, નહીંતર ઇના મીના ડીકા થઇ જાય...'

આ જમાનો જાલિમ છે. લોકોને પ્રોસેસમાં રસ નથી, રઝિલ્ટમાં રસ છે. તમારી પ્રોસેસ એટલે કે ભોગવેલી વિટંબણાઓ, મુશ્કેલીઓ, સંઘર્ષમાં જમાનાને તમે સફળતા મેળવો પછી જ રસ પડે છે. પછી જ તમે અને તમારી તકલીફો સિક્રેટ ઓફ સક્સેસના પુસ્તકોનો વિષય બની શકે છે. શા માટે લોકોને સફળ માણસની સંઘર્ષગાથામાં રસ પડે છે? જવાનીમાં કરેલા સંઘર્ષની વાતો સફળ લોકો કુશનને હાથમાં રમાડતાં રમાડતાં કરી શકે છે, અને નિષ્ફળ જાવ તો તમારી વાતો કાંટા સમાન છે. કોઇ કાંતિલાલને નિષ્ફળ માણસના સંઘર્ષમાં રસ નથી. સફળ માણસની નિષ્ફળતાની ટ્રેજિક કહાનીઓ બની શકે છે.

છેક ૧૯૪૨માં ન્યૂઝિલેન્ડનો એક પર્વતારોહક એવરેસ્ટની ટોચથી માત્ર પચાસ મીટર નીચે મરેલી હાલતમાં મળી આવ્યો હતો અને રહસ્યનું રહસ્ય એ છે કે એ ભાઇ જતાં કે વળતાં મરી ગયા એ કોઇને ખબર નથી! અને આ ઘટના હિલેરી-તેનસિંગ એવરેસ્ટ ગયા એ કરતાં પચીસેક વર્ષ પહેલા બની હતી! તમારી સક્સેસ સ્ટોરી છપાય નહીં ત્યાં સુધી પ્રોસેસ કોઇને જણાવશો નહીં. કોઇ ધાડ મારવા જઇ રહ્યા છો એ કહેવા કરતા ધાડ મારી આવો, પછી આ જાલિમ જમાનો તમને સામેથી પૂછશે, 'હેં જમનાલાલ, તમે આ ધાડ મારી કેવી રીતે?' કોઇ પૂછે અને જણાવવું અને સામેથી બત્રીસી ખોલીને બકબક કરવું એમાં ફરક છે.

અંદર અંદર અમળાયા કરી, કશુંક નૂતન સર્જન કરી, વિશ્ચની સામે ધરી, વિશ્ચને અચંબો આપવાની પણ એક મજા છે.. લોકોને આશ્ચર્યચિકત થતાં જોવા જેવી મજા બહુ ઓછી આવતી હોય છે. ચડ્ડી પહેરીને આંટા માર્યા કરતા હતા એ તમે એક દિવસ મોટા સાહેબ બની વતન પરત આવો છો એની પણ એક લહેજત છે! પણ એ આશ્ચર્ય, એ મીઠાશ, એ હલકી સી ઇષ્ર્યા, એ આદરભાવ, એ ફાટી ગયેલી આંખો તો અને તો જ મહેસૂસ કરી શકો જો પ્રોસેસ ન જણાવી હોય.

વિશ્ચભરના સફળ સંશોધકો, સાહિત્યકારો, સંગીતકારો ચૂપકીદી સેવી પોતપોતાની પ્રયોગશાળામાં વરસો લગી લાગેલા રહે છે. દરરોજ સાંજે તેઓ ટીવીની ચેનલોમાં બ્રેકિંગ ન્યૂઝ આપવા નથી આવતા કે આજે ફલાણા કેમિકલને ઢીંકણા કેમિકલ સાથે લગ્ન કરાવ્યું છે. જોઇએ હવે કાલે શું થાય છે! બલ્કે, તેઓ મૂળિયાં મજબૂત કરવામાં લાગેલા રહે છે અને આંબે કેરી આવે છે ત્યારે વિશ્ચ સામે ધરે છે.

વિધુ વિનોદ ચોપરા-રાજુ હિરાણી-અભિજાત જોષીની ટોળકી 'મુન્નાભાઇ'ની સફળતા પછી તરત જ પાછલે બારણે 'લગે રહો મુન્નાભાઇ'માં લાગી ગયા હતા અને અહેવાલો મળે છે એ પ્રમાણે આખી દુનિયા 'લગે રહો મુન્નાભાઇ'ને માણવામાં લાગેલી હતી એના પાંચમા દિવસે એટલે કે પાંચ સપ્ટેમ્બરે એટલે કે શિક્ષક દિને આ ટોળકી 'થ્રી ઇડિયટ્સ'નો પ્લોટ ઘડવામાં વ્યસ્ત થઇ ગઇ હતી. આજે આ ટોળકી 'ટોક એવરેસ્ટ' તો કરે જ છે, પણ ચોક્કસ તેઓ કોઇ નવી જ પ્રોસેસમાં ડૂબી ગયા હશે.

થિંક એવરેસ્ટ અને એવરેસ્ટ ચડી આવો પછી ટોક એવરેસ્ટ. બટ નેવર ટોક એવરેસ્ટ વ્હેન યુ આર થીંકિંગ એવરેસ્ટ. દિલ્હીનો સોળ વર્ષનો અર્જુન હજુ તો યંગેસ્ટ એવરેસ્ટનો જામ હોઠોએ લગાવી રહ્યો હોય છે ત્યાં તો જોર્ડનનો તેર વર્ષનો ટેણિયો એવરેસ્ટ આંટો મારીને પાછો આવી જાય છે અને રેકોર્ડ બુકવાળાઓ ચોપડો બંધ કરે એ પહેલા નવી એન્ટ્રી કરાવી દે છે.

કરવાલ સાહેબ ગુજરાતી છે, સવાઇ ગુજરાતી છે અને છતાંય પ્રશ્ન અણીની જેમ ભોંકાય છે હજુ સુધી કેમ એકેય જન્મે ગુજરાતીએ એવરેસ્ટ સર નથી કર્યો? કેટલા ગુજરાતીઓને જીવનમાં એકેય વાર એવરેસ્ટ ચડવાની ફેન્ટસી તો ફેન્ટસી થઇ છે? અમુક ફેન્ટસી થવી એ પણ દુર્લભ છે! આખા ભારતમાંથી જો સૌથી વધુ લોકો ટ્રેકિંગમાં જતા હોય તો એ કદાચ ગુજરાતીઓ છે, પણ તકલીફ એ જ છે કે આ ગુજજુઓ માથામાંથી જુ કાઢતા હોઇએ એમ ચૌદ હજાર ફીટની હાઇટે સારપાસ કેમ્પ ઉપર રકસેકમાંથી થેપલાં, ખાખરા, કાજુ કાઢે છે. જ્યાં સુધી ગુજરાતીઓ જમવાની આઇટમોને કારણે ઓળખાતા રહેશે ત્યાં સુધી એડવેન્ચર ક્ષેત્રે ઓળખ શક્ય લાગતી નથી. શું કહો છો?

મુકેશ મોદી, Small સત્ય

mukeshmodifoundation@yahoo.in

__._,_.___
Recent Activity:
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
MARKETPLACE

Stay on top of your group activity without leaving the page you're on - Get the Yahoo! Toolbar now.


Get great advice about dogs and cats. Visit the Dog & Cat Answers Center.


Hobbies & Activities Zone: Find others who share your passions! Explore new interests.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...