સારા વક્તા કઇ રીતે બનશો?Source: Manoj Shukla, Khulli Vat Khuli Ne ભારત અને ગુજરાત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયમાં લુપ્ત થતી જતી કળાના સંવર્ધનની વ્યવસ્થા કરવામાં આવી છે. આથી મનમાં નામશેષ થવા જઇ રહેલી અનેક કળાઓની સાથોસાથ વાકકળા એટલે કે વકતૃત્વ કળા પણ યાદ આવી ગઇ. નવી પેઢીમાં આ કળા ખીલવવાના સઘન પ્રયાસો થતા નથી. વાકકળાના વિદ્યાર્થી તરીકે સમજાયું છે કે જન્મજાત વાકકળાનો ગુણ અનુભવ અને ઘડતરથી ધારદાર બને છે. ગઇ સદીના છઠ્ઠા અને સાતમા દાયકામાં વાકકળાની પ્રવૃત્તિઓ ધમધોકાર ચાલતી હતી. ગુજરાતમાં જુદી જુદી અનેક જગ્યાએ વકતૃત્વ સ્પર્ધાઓનું આયોજન થતું હતું. ગુજરાતમાં બે વકતૃત્વ સ્પર્ધાઓ પ્રખ્યાત થયેલી. અમદાવાદની એલ. ડી. આર્ટ્સ કોલેજ દ્વારા સંચાલિત શ્રી મહાદેવભાઇ દેસાઇ શિલ્ડ સ્પર્ધા અને રાજકોટની કુંડલિયા કોલેજ દ્વારા સંચાલિત શ્રી લાલબહાદુર શાસ્ત્રી શિલ્ડ વકતૃત્વ સ્પર્ધા. આ પૈકી રાજકોટની શાસ્ત્રી શિલ્ડની સ્પર્ધા બંધ થઇ ગઇ છે. મહાદેવભાઇ શીલ્ડની સ્પર્ધાઓ કદાચ ચાલુ છે. યુવા મહોત્સવો સિવાય આવી સ્પર્ધાઓનું આયોજન હવે ભાગ્યે જ થાય છે. ભાવનગરના શ્રી જયેન્દ્ર ત્રિવેદી હિન્દી રત્નની પરીક્ષામાં સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાને આવ્યા ત્યારે તેમને સન્માન રૂપે મળેલી ભેટમાંથી સ્વ. શ્રી જયેન્દ્ર શિલ્ડ આંતરહાઇસ્કૂલ વકતૃત્વ સ્પર્ધા યોજાતી, જે પણ હવે બંધ થઇ ગઇ છે. વાકકળાની વાત કરીએ ત્યારે તેના કેટલાક વિભાગો ઉપર પણ નજર ફેરવી લઇએ: સ્વાગત પ્રવચન, આભારવિધિ, પ્રાસંગિક પ્રવચન, Key Note Address, એક્સટેમ્પરિ પ્રવચન, કાર્યક્રમનું સંચાલન. સ્વાગત પ્રવચન માટે કેવી સૂઝ હોવી જોઇએ તે સમજી લઇએ. આ પ્રકારનું પ્રવચન કરનાર ઘણીવાર આરતી ઉતારવાનું શરૂ કરી દે છે, પરિચય આપવા માંડે છે. આખા સમારોહનો ઈતિહાસ વદે છે. હકીકતમાં તો વક્તાએ ઉપસ્થિતોના નામ બોલીને ટૂંકમાં આવકારવાના હોય છે. અહીં વિવેક ચૂકાય છે. ઘણીવાર તો સ્વાગત પ્રવચનકાર આભાર વિધિકાર બની જાય છે. આમાંથી બચવા જેવું છે. દરેક આભારવિધિકારે સમજવું પડે કે તેણે સૌથી વધુ ચિંતા શ્રોતાઓની કરવાની છે. સમારંભ જેટલો લાંબો ચાલ્યો હોય તેટલી જ આભારવિધિ ટૂંકી હોવી જોઇએ. તમે જે સેવાઓ ભાડેથી લીધી હોય તેનો આભાર માનવાની જરૂર ન હોય. વળી, આભારવિધિમાં ઉપસ્થિતોએ મહાન ઉપકાર કર્યો છે તેવી ભાવનાના ભારથી આ વિધિ ન કરાય. એક ઔચિત્ય જાળવીને જેમને વિદાય આપીએ છીએ તેમને આપણે આવજો કહીએ છીએ તેવા ભાવથી આ કામ કરવું પડે. આ પ્રસંગે વધુ પડતા નામ લેવાનું ટાળવું પડે. પ્રાસંગિક પ્રવચન કે દરેક સમારંભનું હૃદય છે. પણ જો એકથી વધારે વક્તાઓ આ પ્રકારનું પ્રવચન કરવાના હોય તો પુનરાવર્તનથી બચવું આવશ્યક છે. જે એક જ વક્તાએ આ પ્રવચન કરવાનું હોય તો ઘટનાના મૂળથી શરૂ કરી સમારંભ સુધી આ બાબત લાવીને મૂકી આપવાનું કામ વક્તાએ કરવાનું હોય છે. પણ તે માટે લંબાણ જરૂરી નથી. Key Note Address,: આ પ્રકારનું પ્રવચન આપણે ત્યાં પ્રચલિત નથી. તેમાં વિદ્વાન વક્તાને બોલાવીને જે કારણસર સમારંભ યોજાયો હોય તેના અનુસંધાને વક્તાની વિદ્વતામાંથી જ્ઞાનનું આચમન થતું હોય છે. એવું જોયું છે કે આવું પ્રવચન કરનાર ઘણીવાર માર્ગદર્શકને બદલે ઉપદેશક બની બેસે છે. અહીં જરૂરી એ છે કે વિષયને અનુરૂપ વાત કહી તેના દરેક પાસાને ઉજાગર કરીને વક્તાએ છુટી જવાનું હોય છે. એક્સટેમ્પરિ પ્રવચન: તમે સારા પ્રવચનકાર છો અને કોઇ જગ્યાએ શ્રોતા તરીકે જાઓ અને તમને ઓચિંતા બોલવા ઊભા કરી દે ત્યારે આ પ્રકારનું પ્રવચન કરવું પડે. સ્થાનિક પરિસ્થિતિની સમજણ, શ્રોતાઓની કક્ષા અને સંખ્યા વગેરે સાથે તાલમેલ કરીને આવું પ્રવચન કરવાનું રહે. કાર્યક્રમનું સંચાલન: વાકકળાની આ સૌથી અઘરી આઇટમ છે. કાર્યક્રમનું સંચાલન કરનારે હંમેશાં એ યાદ રાખવાનું છે કે એ પત્રકાર છે અથવા ફોટો જર્નલિસ્ટ છે, જેમણે હંમેશાં બીજાના જ નામ અને ફોટા છાપવાના છે. પોતે પડદા પાછળ રહેવાનું છે. જ્યારે સંચાલકની છાપ હીરો તરીકે ઉપસે ત્યારે સમજવું કે સંચાલક ક્યાંક ઉણા ઉતર્યા છે. આટલું કહ્યા પછી પુન: કહેવું પડે કે, સારા વક્તા થવા માટે સારું સાંભળવું જ પડે. સારા વક્તાઓને સાંભળતા સાંભળતા જે આત્મસાત કર્યું છે તેનો અર્ક નીચે મૂકવો છે. - સફળ અને પ્રભાવી વક્તાનું વાંચન તેમની અભિવ્યક્તિને શણગારે છે એન સફળતા બક્ષો છે. - તીવ્ર સ્મરણશક્તિ, ધારદાર હાસ્યવૃત્તિ, શ્રોતાઓની આંખમાં આંખ પરોવીને વકતવ્ય આપવાની શ્રદ્ધા વક્તાને સફળતા તરફ દોરી જાય છે. - વકતવ્ય માટે હોમવર્ક કરો અને વષયને વફાદાર રહો. - પ્રારંભ અત્યંત ધીમા સ્વરે કરવો અને પછી તાર સ્વરે બોલવું તથા વચ્ચે અવાજના આરોહ-અવરોહ યોજવા એ ઉત્તમ વક્તાની સ્વાભાવિક લાક્ષણિકતા છે. - માઇકની ચકાસણી અને તે હોઠની બરોબર સામે આવે તે જોવું આજના દરેક વક્તા માટે જરૂરી છે. - મીઠો અને પોઝિટિવ વક્તા વધારે લોકપ્રિય બને છે. - પોતે પણ એક પામર મનુષ્ય છે તે સભાનતા સાથે બોલતા વક્તા શ્રોતાના હૃદય સુધી પહોંચે જ છે. ઇતિ સિદ્ધમ્: રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા,અમારે તો શબ્દો જ કંકુને ચોખા.- મનોજ ખંડેરિયા મનોજ શુક્લ,ખુલ્લી વાત ખુલીને kalash@guj.bhaskarn |
__._,_.___
**************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************

MARKETPLACE
.
__,_._,___
No comments:
Post a Comment