[F4AG] છ શબ્દની વાર્તા

 

છ શબ્દની વાર્તા

Source: Jayesh Adhyaru, Sixth Sense    
 
 
 
 
 
ટ્વિટર અને એસએમએસના ટશનમાં સિકસ વર્ડ સ્ટોરિઝનો આસ્વાદ, અલગ અંદાજમાં!

'આજે સૌ એટલા બધા બિઝી છે કે કામ કરવાનો ટાઇમ જ નથી! ત્યારે કોઇની પાસે લાંબું વાંચવાનો ટાઇમ ક્યાંથી હોય?' 'ઓબ્જેકશન, મિ.લોર્ડ! જો એવું જ હોત તો જે. કે. રા‹લિંગ, સ્ટગિ લાર્સન, જેફરી આર્ચર, જોન ગ્રશિમથી લઇને ભારતના ચેતન ભગત, રોબિન શર્મા, રવિ સુબ્રમણિયમનાં પુસ્તકો થોડાં બેસ્ટ સેલરના લિસ્ટમાં હોત?'

'વેલિડ પોઇન્ટ! પ્રોસિકયુશન પાસે કોઇ દલીલ છે?'

'છે, મિ.લોર્ડ! નેનો ફિકશન અથવા ફ્લેશ ફિકશન.'

'એ વળી શું છે?'

'મિ.લોર્ડ, એ ફિકશનનો એક પ્રકાર છે. જાપાનીસ કાવ્ય પ્રકાર હાઇકુ જેવું જ કંઇક. તમારી વાત અત્યંત ઓછા શબ્દોમાં કહી દેવાની. એન્સાઇકલોપીડિયા કહે છે કે આમ તો ફ્લેશ ફિકશનને કોઇ ચોક્કસ વ્યાખ્યામાં બાંધી શકાય તેમ નથી. એ માત્ર છ શબ્દની વાર્તાથી શરૂ કરીને હજારેક શબ્દો સુધી લંબાઇ શકે છે.'

'હમમમ. અદાલતને વિસ્તારથી સમજાવવામાં આવે.'

'વિથ પ્લેઝર, મિ.લોર્ડ! આપે સાંભળ્યું જ હશે કે એક પડકારના જવાબમાં અર્નેસ્ટ હેમિંગ્વેએ માત્ર છ જ શબ્દની વાર્તા રચી હતી: ફોર સેલ- બેબી શૂઝ, નેવર વોર્ન. કોઇ માણસ પોતાના બાળકના પગરખાં શા માટે વેચવા કાઢે? અને એ પણ પહેર્યાં વિનાના? એનો અર્થ કંઇક એવો કાઢી શકાય, મિ.લોર્ડ કે કોઇ સ્ત્રીને ગર્ભ રહ્યો હશે, બાળકના આગમનની તૈયારીઓ થઇ હશે. પરંતુ એવું કંઇક બન્યું, જેથી ડિલિવરી સફળ ન થઇ. બાળકના પિતાએ શૂઝ વેચવા કાઢવા પડ્યા એટલે એ ગરીબીની પણ ચાડી ખાય છે.'

'અમેઝિંગ! ન કહેવા છતાં કેટલું બધું કહી દીધું છે!'

'યસ મિ.લોર્ડ! શબ્દોની સંખ્યાને આધારે આ પ્રકારની વાર્તાઓને સડન ફિકશન, માઇક્રો ફિકશન, ડ્રેબલ, પોસ્ટકાર્ડ ફિકશન વગેરે નામે નવાજવામાં આવે છે. આજના એસએમએસ અને ટ્વિટરના ટશનમાં સિકસ વર્ડ સ્ટોરિઝ બહુ લોકપ્રિય બની શકે તેમ છે. ઇનફેકટ, નેટ પર એ પોપ્યુલર છે જ.' 'એકઝામ્પલ આપશો?'

'શ્યોર, મિ.લોર્ડ! એક વેબસાઇટ છે, www.six wordstories.net.તેમાં વિવિધ કથા પ્રકારો પર પાર વિનાની સિકસ વર્ડ સ્ટોરિઝનું કલેક્શન છે.'

'તો અદાલતને પણ એનો ટેસ્ટ કરાવો.'

'અમે અદાલતના શુક્રગુઝાર છીએ. પરંતુ આપણી પાસે સમય ઓછો છે, મિ.લોર્ડ એટલે દરેક વાર્તા સમજાવવાનું શક્ય નહીં બને.'

'કોઇ વાંધો નહીં. લીવ ધ બેસ્ટ થિંગ્સ અનસેઇડ!'

'થેંક્યુ મિ.લોર્ડ. આપણે આજના જમાનાના પ્રેમથી શરૂઆત કરીએ: 'શી'ઝ હઝિ લવ, હી'ઝ હર વોલેટ', 'ડે બિફોર ધ વેડિંગ, હી પ્રપોઝિસ', 'ફાઉન્ડ ટ´ લવ, ૮૫૭ માઇલ્સ અવે', 'વેડિંગ રિંગ અનવોર્ન, ઓન ફ્રાઇડે નાઇટ્સ', 'નાર્સિસિસ્ટ ફોલ્સ ફોર કલોન, ટ´ લવ'!

'શુભાન અલ્લાહ!' મિ.લોર્ડ ઉત્સાહમાં આવી જાય છે, ' યે દિલ માંગે મોર!'

'પરંતુ મિ.લોર્ડ, મને ડર છે કે લોકો અંગ્રેજી ભાષાના અતિરેકની ફરિયાદ ન કરે.'

'અરે મિત્ર, ફરે તે ચરે, બાંધી ભાષા ભૂખે મરે!'

'સાચી વાત છે, મિ.લોર્ડ. આપણે આગળ વધીએ ક્રાઇમની દુનિયામાં! 'હીરોઇક એમ્નેસિઆક ડિટેક્ટિવ વોઝ ધ કિલર', 'હર લાફ્ટર. હિઝ એમ્બેરસમેન્ટ, અ ગનશોટ', 'વોન ધ લોટરી. ટ્વિટેડ. ફાઉન્ડ ડેડ'. હવે સાયન્સ ફિકશન: 'સાયન્સ ફેર. બ્લેક હોલ. પ્લેનેટ ગોન', 'ટાઇમ ટ્રાવેલ પેરાડોકસ: બગિ બેંગ પ્રિવેન્ટેડ', 'શિટ્! ટાઇમ ટ્રાવેલ ઇઝ વન વે!', 'ધ લાસ્ટ એસ્ટ્રોના‹ટ વોચિસ અર્થ બર્ન'...

અને મિ.લોર્ડ, sixwordstoryeveryday. blogspot.com નામનો એક બ્લોગ છે. તેમાં એક લેખક અને એક ડિઝાઈનર મળીને રોજ એક સિકસ વર્ડ સ્ટોરી સરસ રીતે તેને આનુષંગિક ગ્રાફિકમાં સજાવીને અપલોડ કરે છે. આપની આજ્ઞા હોય, તો એમાંથી થોડા નમૂના પેશ કરું.' 'પ્લીઝ.''ચિલ્ડ્રન ગ્રોન- જસ્ટ અસ એન્ડ સાયલન્સ', 'હી લેફ્ટ નથિંગ, અનટિલ શી લેફ્ટ', 'ડિસ્ટન્સ ગ્ર્યૂ, કુડન્ટ સી અધર સાઇડ...' 'સરસ. બીજા કોઇ આવાં ઇ-ઠેકાણાં છે?'

'છે ને મિ.લોર્ડ. વાયર્ડ નામના ટેક્નોલોજી મેગેઝિને એકવાર 'વેરી શોર્ટ સ્ટોરિઝ'ના નામે સાયન્સ એન્ડ ટેક્નોલોજીના વિષય પર અને ન્યૂઝ ચેનલ સીએનએન એ પણ આવી ટચૂકડી વાર્તાઓ પ્રગટ કરી હતી. મિ.લોર્ડ, એક 'સ્મિથ મેગેઝિન' નામે સામિયકની વેબસાઇટ પર સિકસ વર્ડ મેમ્વાર્સ (સંભારણાં)નો સરસ પ્રોજેક્ટ ચાલે છે. અને જો બધા આખો દિવસ જાતભાતના એસએમએસ ફોરવર્ડ કર્યા કરે છે એમાં જો આવી સ્ટોરિઝ પણ વહેતી થાય તો કેવી મજા પડે!'

'ઓ.કે. હવે સામેના પક્ષે કશું કહેવું છે?'

'બસ, બે જ વાત, મિ.લોર્ડ. એક, કે સારું વાંચન અને સારા વાચકો એકબીજાને શોધી જ લે છે. અને બીજી વાત, કે ગુજરાતી મરી રહી છે એવી માત્ર બુમરાણો મચાવવા કરતાં આવો કોઇ પ્રયોગ ગુજરાતીમાં પણ હાથ ધરવામાં આવે અને તે પણ યુવાનોને મજા પડે એવા ફોર્મેટમાં, તો વધારે અસરકારક ન નીવડે?'

'બિલકુલ સાચી વાત છે. તો પછી હવે આખો મુદ્દો વાચકોની અદાલતમાં છે. અને આ સાથે અદાલત સાત દિવસ માટે મુલતવી કરવામાં આવે છે.

જયેશ અધ્યારુ,સિકસ્થ સેન્સ

jayeshadhyaru@gmail.com

__._,_.___
Recent Activity:
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...