[F4AG] બદલો લેવાની રાહ જુઓ છો?

 

બદલો લેવાની રાહ જુઓ છો?

Source: Varsha Pathak, Apani Vaat  
   
 
 
આપણા પર જુલમ ગુજારનારને માફ કરી દેવો? અઘરું છે પરંતુ આવા લોકો પણ દુનિયામાં વસે છે.

વર્ષા પાઠક, આપણી વાત

મુંબઇથી થોડે દૂર આવેલા ટીટવાલામાં નવેક વર્ષ પહેલાં દિલિપ કાળે નામના માણસની હત્યા થઇ. લોકોમાં ચર્ચા હતી કે કાળેના બિઝનેસ પાર્ટનર અને લોકલ હરીફ પોલિટિશિયન રાજેશ જાધવે આ મર્ડર કરાવેલું. અદાલતમાં જો કે જાધવ સામે કોઇ ગુનો પુરવાર ન થયો. પરંતુ મરનારના દીકરા ગિરીશે મનમાં ગાંઠ વાળી લીધી અને જોવાનું એ કે ત્યારે એની ઉંમર હતી માત્ર ૧૪ વર્ષ!

દુશ્મન પાવરફુલ હતો અને ગિરીશના કુમળા ખભા પર માતા અને બે બહેનોને સંભાળવાની જવાબદારી હતી. ત્યારે તો એ ચૂપ રહ્યો. પણ દિલમાં બદલાની આગ સળગતી રાખી.

બંને બહેન પરણીને ઠરીઠામ થઇ ગઇ. પછી ગયા અઠવાડિયે ગિરીશે બાપની હત્યાનો બદલો લીધો. રાજેશ જાધવની ઓફિસમાં જઇને અનેક ગોળી મારી, દાતરડાના ઘા કર્યા અને છેવટે એક મોટો પથ્થર ઝીંકીને એનું માથું ફોડી નાખ્યું. પિતાના ખૂનીને મારીને ગિરીશ એના દોસ્તો સાથે શિરડીમાં સાંઇબાબાના દર્શને ગયો પાછા ફરતી વખતે રસ્તામાં પોલીસે એની ધરપકડ કરી.

આ કેસ પ્રત્યે બે પ્રકારના પ્રતિભાવ આવ્યા. એક પક્ષે કહ્યું કે વાહ, દીકરો હોય તો આવો! આટલા વર્ષે પણ પિતાની હત્યાનો બદલો લીધો. બીજી તરફ એવું કહેનારાં છે કે ખૂન કા બદલા ખૂન કરીને છોકરાએ શું મેળવ્યું? મરનારા તો મરી ગયા પણ હવે ગિરીશની યુવાનીના કિમતી ઓછામાં ઓછા પાંચ-સાત વર્ષ જેલમાં નીકળી જશે.

આમાંથી કોની સાથે સહમત થવું, એ મને હજી સમજાતું નથી પણ સવાલ જરૂર થાય છે કે છોકરાએ આટલા વરસ સુધી કઇ રીતે મનમાં બદલાની આગ સળગતી રાખી હશે? પિતાનો હત્યારો થોડી મિનિટની પીડા ભોગવીને મરી ગયો પણ આ દિવસની રાહ જોવામાં ગિરીશે કેટલા વરસોની પીડા ભોગવી? આને ખરેખર હિસાબ સરભર થયો એવું કહી શકાય?

વર્ષો પહેલાં બદલે કી આગવાળી થીમ પર અસંખ્ય હિન્દી ફિલ્મો બની છે અને તમે કદાચ નોંધ્યું હશે કે માતા-પિતા-બહેન-ભાઇ-પ્રેમિકા કે પત્નીને થયેલા અન્યાયનો બદલો લેવાની પ્રતિજ્ઞા હીરો કરે, એ જ ઘડીએ એના ચહેરા પરથી હાસ્ય અને જીવનમાંથી રસકસ ઊડી જાય. છેવટે એ પ્રતિજ્ઞા પૂરી કરે ત્યારે દર્શકો ખુશ થાય પણ બદલાની આગમાં વર્ષોની જે નાનીમોટી ખુશીઓ હોમાઇ ગઇ હોય એનું શું? આખરે જીત કોની થઇ ગણાય?

પણ તો પછી શું કરવું? આપણા પર જુલમ ગુજારનારને માફ કરી દેવો? જે થયું એ ભૂલી જવું? અઘરું છે પરંતુ આવી ઉદારતા દાખવનારા લોકો પણ દુનિયામાં વસે છે. અમુક મુસ્લિમ રાષ્ટ્રોમાં હત્યાનો અપરાધ કરનારને મૃત્યુદંડ ફરમાવાય છે. પણ મરનારના પરિવારજનોને અધિકાર હોય છે. આ ગુનો માફ કરી દેવાનો! અને આવા બે કિસ્સા મેં સાંભળ્યા છે, જેમાં મરનારના માતા-પિતા, પત્નીએ આટલી ઉદારતા દાખવી હોય.

અફકોર્સ, આવી ઉદારતા દુર્લભ હોય. વાત સાંભળીને વાહવાહ કરીએ પણ આપણી પોતાની જિંદગીમાં આવા સંજોગો ઊભા થાય તો ખબર નહીં શું કરીએ! Forgive and forget શિખામણ અમલમાં મૂકવી સહેલી નથી.

પરંતુ આ તો હત્યા બળાત્કાર જેવા ગંભીર ગુનાની વાત થઇ. બીજી તરફ એવી અનેક નાનીનાની વાતો હોય છે, જેને સમયની સાથે વિસારે પાડવાને બદલે આપણે ઘૂંટીઘૂંટીને મોટી કરતા રહીએ છીએ. સામેવાળો તો કદાચ ભૂલીયે જાય, પણ આપણે બળતા રહીએ અને છેવટે બદલો ક્યા પ્રકારનો હોય? 'એણે કહ્યું એ મેં બરાબર યાદ રાખ્યું. આજે પંદર વરસે મોકો જોઇને એને એના જ શબ્દો મોઢા પર ચોપડાવી દીધા...'

તમે ચોપડાવ્યું અને સામેવાળાએ સાંભળી લીધું. થોડી મિનિટોમાં મામલો ખતમ, પણ આ દિવસની રાહ જોવામાં તમે કેટલી રાતોની ઊંઘ બગાડી? આપણી લાગણીને જરાસરખી દુભવી ગયેલા લોકોને યાદ રાખીને આમ જુઓ તો આપણે કેટલું મહત્વ આપી દઇએ છીએ? જાણે એ આપણા દિલમાં વગર ભાડે રહેલા આવી જાય છે અને વારંવાર આપણને ચીમટો ખણતા રહે છે. એમને કાઢી મૂકવાને કે ભૂલવાને બદલે આપણે કહેતા રહીએ છીએ, 'બસ, તરી ખબર લઇ નાખીશ, ત્યાં સુધી તને નહીં ભૂલું.'

વળી, એવુંયે થાય કે આપણે ઇંટનો જવાબ પથ્થરથી આપ્યાનું માની લઇએ પણ સામેવાળા પર ધારી અસર થાય જ નહીં. એ આપણા અપમાનને હસી કાઢે, સોરી કહીને આપણને પણ ભૂતકાળ ભૂલી જવાની સલાહ આપે કે પછી સાંભળ્યું નહીં કે સમજયા નહીં એવું દેખાડીને ચાલતી પકડે તો પાછી નવેસરથી બળતરા શરૂ ને!'

__._,_.___
Recent Activity:
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
MARKETPLACE

Stay on top of your group activity without leaving the page you're on - Get the Yahoo! Toolbar now.


Get great advice about dogs and cats. Visit the Dog & Cat Answers Center.


Hobbies & Activities Zone: Find others who share your passions! Explore new interests.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...