એક ક્ષણે સફળતા બીજી ક્ષણે નિષ્ફળતા.Source: Dr. Rushikesh Jadav પરંતુ સફળતાની પારાશીશી, માપદંડ ક્ષણે ક્ષણે બદલાતો રહે છે. થ્રી ઇડિયટ્સનો જ બીજો એક સરસ સંવાદ યાદ આવે છે. આપણો મિત્ર જ્યારે પરીક્ષામાં નાપાસ થાય છે, ત્યારે દુ:ખ થાય છે, પરંતુ જ્યારે ખબર પડે કે મિત્રને આપણા કરતા વધારે માર્ક્સ આવ્યાં છે, ત્યારે વધારે દુ:ખ થાય છે, બાળક ચાલતા શીખે છે, વ્યવસ્થિત ચાલે છે, પરંતુ ઉંમર વધતા ચાલવામાં તકલીફ પડે છે. બાળક ચાલે છે, કોઇ કારણથી અપંગ બને છે અને ફરીથી ઓપરેશન કે બીજી મદદથી સારી રીતે ચાલતો થઇ જાય છે. સફળતા- નિષ્ફળતાનું પણ એવું જ છે, એક ક્ષણે સફળતા બીજી ક્ષણે નિષ્ફળતા. એક પરિસ્થિતિમાં એક માણસ સફળ તો એજ પરિસ્થિતિમાં બીજો માણસ નિષ્ફળ, એક વાતાવરણમાં નિષ્ફળ ગયેલો માણસ બીજા વાતાવરણમાં સફળ. ઓલ ઇન્ડિયા રેડિયોમાં એનાઉન્સર તરીકે પસંદગી ન પામેલ અમિતાભ બચ્ચન આજે તેના અવાજને કારણે મેગાસ્ટાર બની ગયો છે. વધારે પડતી ઊંચાઈને કારણે એક જમાનામાં કામ ન મેળવી શકનાર અમિતાભ બચ્ચની ઊંચાઈ આજે તેની ઓળખ બની ગઇ છે. દશમું ધોરણ પાસ નહીં કરનાર સચિન તેંડુલકરનો પાઠ આજે દશમા ધોરણના પુસ્તકમાં શિખવાડાય છે. એક જમાનામાં ગ્રાઉન્ડ બોયનું કામ કરનાર છોકરો પાછળથી ટેસ્ટ ક્રિકેટર એકનાથ સોલકર તરીકે ઓળખાય છે. સફળતા -નિષ્ફળતામાં નસીબનો પણ વાંક કાઢી શકાય તેમ છે. શાકભાજી બકાલુ વેચનાર છોકરો પાછળથી દિલીપકુમાર બની જાય છે. ને રેસ્ટોરન્ટમાં વેઇટર તરીકે કામ કરનાર અક્ષયકુમાર બની જાય છે. દશમાં કે બારમાં ધોરણમાં નાપાસ થનાર કે ઓછા માર્ક લાવનાર બીજા ક્ષેત્રોમાં અગ્રેસર થઇ જાય છે. આ તમામ કિસ્સાઓમાં કેટલાંક શબ્દો સમાન હોય છે. સપના, મહત્વાકાંક્ષા, લગન, ધગશ, પરિશ્રમ અને સંઘર્ષ. સફળતા-નિષ્ફળતાનો બીજો એક માપદંડ છે, માનસિક પરિસ્થિતિ દોડમાં કે, ક્રિકેટમાં કે બીજી કોઇ રમતમાં, પ્રથમ નંબરે આવનાર કે સુવર્ણચંદ્રક જીતનાર જ સફળ ગણાય તેવું નથી. બીજા નંબરે આવનાર કે ચંદ્રક ન મેળવનાર પણ એટલો જ સફળ ગણી શકાય. ૯૯ રને ક્રિકેટમાં આઉટ થનાર કે બે ચાર માક્eસ માટે બોર્ડમાં ટોપર્સની યાદીમાં સ્થાન ન મેળવનાર પણ એટલા જ સફળ છે. પણ કોઇકે કહ્યું કે ''જિંદગીની સાંજ ઢળતી જાય છે મીણબત્તી ધીમે ધીમે બળતી જાય છે.'' તમે સફળ થાવ કે નિષ્ફળ સમય તો વહી જ જાય છે, જિંદગી પસાર થઇ જ જવાની છે. આર્થિક રીતે સફળ થયેલો માણસ કૌટુંબિક રીતે નિષ્ફળ જતો હોય છે. દુનિયામાં બહું મોટુ નામ કમાનાર કદાચ બીજી રીતે બદનામ હોય છે. એટલે જે સફળતાથી છકી ગયા વગર કે નિષ્ફળતાથી ડર્યા વગર બસ આગળ વધે અને આપણા કવિ ઉમાશંકર જોષીએ કહ્યું છે તેમ '' હું માનવી માનવ થાઉં તો ય ઘણું '' કોઇક ના કામમાં આવી શકો છે, કોઇને મદદરૂપ થઇ શકો તો પણ કામે સફળ જ છો. ડૉ.ઋષિકેશ જાદવ, એસોસિએટ પ્રોફેસર, એનેટોમી વિભાગ, બી.જે.મેડિકલ કોલેજ, અમદાવાદ. |
__._,_.___
**************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************

MARKETPLACE
.
__,_._,___
No comments:
Post a Comment