આખરે સફળતાનું ગજું કેટલું?Source: Divya Bhaskar ભણવામાં 'ઢ' હતો. એ કારણે સ્કૂલમાં શિક્ષકો ઝૂડ્યા કરતા અને ઘરમાં પિતાશ્રીના હાથનો માર ખાવાનું દરરોજ બનતું. હા, મેથીપાક ખાવામાંથી સ્કૂલ તરફથી રવિવારે રજા રહેતી. પ્રેક્ટિસ છુટી જાય એ તો ન જ પરવડેને! સોટી વાગે ચમચમ, વિદ્યા આવે રમઝમ એવું ભલે કહેવાતું, કિન્તુ મારા કિસ્સામાં તો સોટીવાળો ભાગ જ મારા ભાગ્યમાં લખાયો હતો. બાકી વિદ્યા દેવીએ મારા ખાલી મગજમાં જાણે 'પ્રવેશબંધ' હોય તેમ મારા મગજમાં પ્રવેશવાની સહેજ પણ કૃપા નહોતી કરી. એમ તો મહાત્મા ગાંધી, કવિવર રવીન્દ્રનાથ ટાગોર, વૈજ્ઞાનિક આઇન્સ્ટાઇન અને તત્વચિંતક જે. કૃષ્ણમૂર્તિ જેવા અનેક આંતરરાષ્ટ્રીય ખ્યાતપ્રાપ્ત મહાનુભાવો શાળામાં ભણતા હતા ત્યારે અભ્યાસમાં મારા જેવી સાધારણ કારકિર્દી ધરાવતા હતા. કોઇને થશે કે ગાંધીજી તો યુરોપ જઇને બેરસ્ટિર થઇ આવેલા. ગાંધીજી બેરસ્ટિર થઇ શકેલા એનું કારણ એ હતું કે એ જમાનામાં કોઇને નાપાસ કરવાનો રિવાજ ન હતો. જોકે ટાગોર બેરિસ્ટર થયા વગર ભારત પાછા આવેલા- તેમની ઇચ્છા નહોતી એટલે તે બેરિસ્ટર નહોતા થયા. પાછી મારી વાત કરું તો ભણવામાં ખાસ તો ગોખણપટ્ટીમાં મને જરાય રુચિ નહીં. ઉ.ત. સિકંદર કઇ સાલમાં ને કઇ બીમારીથી અકાળે ગુજરી ગયેલો, ટાઇફોઇડથી, ચિકનગુનિયાથી કે પછી ડોક્ટરની ખોટી ટ્રીટમેન્ટથી? અથવા તો જે 'સર્ટિફાઇડ' પાગલ ન હતો એ મહંમદ તઘલખે તેના તૂટી ગયેલા દાંત પર ક્યા વરસમાં કબર ચણાવેલી? - એ સાલો (સાલો અથૉત્ સાલનું બહુવચન, સાલો) જાણવામાં મને ક્યારેય મજા આવી નથી. આમાં મજા પણ શું આવે! એનો અર્થ અલબત્ત એવોય નથી કે હું સાવ રેઢિયાળ ને નાખી દેવા જેવો હતો. ભણવા સિવાયનું વાંચવાનો મને પુષ્કળ શોખ. આઠમા - નવમા ધોરણમાં હતો ત્યારે મેં કનૈયાલાલ મુનશી, રમણલાલ વસંતલાલ દેસાઇ, ગુણવંતરાય આચાર્ય અને ધૂમકેતુને પતાવી દીધેલા (આઇ એમ સોરી. 'પતાવી દીધેલા' શબ્દ અહીં હિંસક અને અનર્થકારી ગણાઇ જાય એવો છે- આ બધા લેખકોને મેં રસપૂર્વક વાંચી નાખ્યા હતા). આ બધા મોટા સર્જકોને વાંચીને મનોમન પાકું કરી નાખ્યું કે મારે લેખક થવું છે. નર્મદની પેઠે કલમને, 'હું તારે ખોળે છઉં...' એમ કહેવાનું જ બાકી રાખેલું. ત્યાર બાદ લખવામાં ચડી ગયો કે પડી ગયો. જોકે લખવામાં મને ખાસ મુશ્કેલી પડી નહીં, પણ છપાવવામાં અનેક કષ્ટો સામે આવ્યાં. મારાં લખાણો કોઇ પણ છાપાં-મેગેઝિનનો તંત્રી છાપે-બાપે નહીં. એ લોકો ભલે અંદર અંદર તીવ્ર મતભેદ ધરાવતા હશે, પરંતુ મારા લેખો નથી જ છાપવા એ બાબતે કમબખ્ત તંત્રીઓ એક્સંપ થઇ ગયા. ષડ્યંત્ર નહીં તો બીજું શું! મારું નામ પડતાં જ એ લોકો મારા લેખ પર 'સાભાર પરત'ના સિક્કા મારી પાછા ઠેલવા માંડ્યા. મારા લેખ પર તે મેખ મારે છે એવું સમજવા લાગ્યા. હું પણ જોઉં છું કે મને લેખક થતો કોણ અટકાવે છે? એવા બેવડા ઝનૂનથી તેમના પર તીરની જેમ લેખો વરસાવવા લાગ્યો. કેમ કે જીવ પર આવી ગયો હતો. પછી એવું બન્યું કે મારું નામ આંખ પર સતત અથડાવાને કારણે એ લોકોને કદાચ એવી ગેરસમજ થઇ ગઇ કે આ નામ-વિનોદ ભટ્ટ-સાલું જાણીતું લાગે છે અને આ રીતે મારા નામ સાથે એ લોકોએ કોમ્પ્રોમાઇઝ કર્યું. મારા લેખો તેમના પત્રોમાં ધડાધડ પ્રગટ કરવા માંડ્યા અને આ રીતે હું (સારો કે ખરાબ જવા દો, પણ) લોકપ્રિય લેખક થઇ ગયો. તો મિત્રો, ટૂંકમાં સફળતા કે નિષ્ફળતાની ફિકર કર્યા વગર જ તમારી જે કંઇ બનવાની મંછા હોય એ બાબત હાફહાટેંડલી શ્રમ કરવાને બદલે પૂરી લગન અને નિસબતથી કામે લાગી જાવ. પછી તમે જો જો સફળતા હારી-થાકીને તમારા ચરણોમાં ઢળી પડશે. સફળતાનું આપણી આગળ ગજું કેટલું, હેં? ચાલો, ઓલ ધ બેસ્ટ... વિનોદ ભટ્ટ લબ્ધપ્રતિષ્ઠિત હાસ્યલેખક |
__._,_.___
**************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************

MARKETPLACE
.
__,_._,___
No comments:
Post a Comment