[F4AG] JIVAN PANTH..જ્યારે પણ તક મળે ત્યારે સ્મિત રેલાવો...પ્રેમને નદીની ધારાની જેમ વહેવા દો

 

જ્યારે પણ તક મળે ત્યારે સ્મિત રેલાવો

Source: Jivanpanth, Pandit Vijayshankar Mehta  
   
 
 
અધ્યાત્મનું એક સ્વરૂપ છે આનંદની શોધ. જે લોકો પરમપિતા પરમેશ્વર સાથે જોડાવા માગે છે તેમણે હસતા રહેવું જોઈએ. દરેક ધર્મે હાસ્યને પોત-પોતાની રીતે જરૂરી માન્યું છે. હાસ્ય જ આનંદનું પ્રાથમિક સ્તર છે. જેવી રીતે સમુદ્રમાં પાણીની જેમ આનંદના સમુદ્રમાં હાસ્યની છોળો ઊડતી હોય છે. આજકાલ જોવા મળે છે કે લોકો ઘરેથી નીકળ્યા બાદ પોતાના નોકરી-ધંધાર્થે જતી વખતે, કાર્યસ્થળે જતા માર્ગમાં દરેકને જોઈને સ્મિત રેલાવતા હોય છે અને ઘરે આવતાં જ એકદમ ગંભીર બની જતા હોય છે.

આપણે ઘરમાં એક-બીજા સાથે ઝઘડીએ છીએ અને બહાર બીજાને જોઈને સ્મિત રેલાવીએ છીએ. સ્વજનોને મળતાં પણ જરૂર સ્મિત રેલાવો. આપણે જ્યારે સ્મિત રેલાવીએ છીએ, હસીએ છીએ ત્યારે પરમાત્મા પાછો વળીને આપણી તરફ ચાલવા લાગે છે. જે સ્મિત જીવવાની ચીજ છે, તે આજે લેવા અને દેવાની ચીજ બની ગયું છે. આપણે સ્મિતનો પણ શસ્ત્ર તરીકે ઉપયોગ કરીએ છીએ, જ્યારે હકીકતમાં તે આપણી શાંતિનું કારણ બની શકે છે. અનેક લોકોએ હાસ્યને પણ એક બિઝનેસ બનાવી દીધું છે.

હવે તો એ જોવા મળ્યું છે કે લોકો દ્રિઅર્થી સંવાદ કે અશ્લિલ ચર્ચા થતી હોય ત્યારે જ હસે છે. જે ભક્તિ કરવા માગતા હોય, સદ્ગુણ અપનાવવા ઇચ્છતા હોય, શાંતિની શોધમાં હોય, તેમણે હંમેશાં પોતાના સ્મિતને પ્રેમ અને કરુણામયી બનાવી રાખવું જોઈએ. તેમના હાસ્યમાં કોઇને દુ:ખ નથી પહોંચતું. કેટલીક વખત આપણે કોઈ નીચે પડી જાય તેને જોઈને પણ હસવા લાગીએ છીએ. હાસ્ય એક અત્યંત કિંમતી પ્રક્રિયા છે. તેને હંમેશાં પ્રેમની સાથે પ્રદર્શિત કરો. જ્યારે પણ તક મળે ત્યારે જરૂર સ્મિત રેલાવો. પરમાત્મા આ પ્રાર્થના જરૂર સાંભળે છે અને જુએ છે.

જીવન-પંથ,પં. વિજયશંકર મહેતા
 
*********************************************************************************************************

પ્રેમને નદીની ધારાની જેમ વહેવા દો

Source: Jivanpanth, Pandit Vijayshankar Mehta 
માતા-પિતાનું એક અલગ મનોવિજ્ઞાન હોય છે. દરેક મા-બાપ એક ચોક્કસ સમય બાદ બાળકો પાસે પ્રેમની માગણી કરવા લાગે છે. પરંતુ પ્રેમ માગવાથી નથી મળતો અને માગીને જે પ્રેમ મળે તેની કોઈ કિંમત નથી હોતી. જો મા-બાપ બાળકોને પ્રેમ કરે તો અત્યંત સ્વાભાવિક છે, સહજ છે, કુદરતી છે, કેમકે આમ થવું જ જોઈએ. માતા-પિતાનો પ્રેમ નીચેની તરફ વહેતા નદીના વહેણ જેવો છે પરંતુ બાળકનો પ્રેમ માતા-પિતા પ્રત્યે એક મોટી અસ્વાભાવિક ઘટના છે.

તે પાણીને ઉપર ચઢાવવા જેવું છે. અનેક મા-બાપ વિચારતાં હોય છે કે તેમણે બાળકને આખું જીવન પ્રેમ આપ્યો અને જ્યારે તેનો સમય આવ્યો તો તે પ્રેમ નથી આપી રહ્યો. સવાલ એ છે કે શું તેમણે તેમનાં મા-બાપને પ્રેમ આપ્યો હતો? જો તમે તમારાં માતા-પિતાને પ્રેમ, સ્નેહ અને સન્માન નથી આપી શક્યાં તો તમારાં બાળકો તમને કેવી રીતે આપી શકશે? આથી જ આપણે ત્યાં તમામ પ્રાચીન સંસ્કૃતિઓ માતા-પિતા માટે પ્રેમના બદલે આદરની સ્થાપના પણ કરે છે.

તેને શીખવાનું હોય છે, તેના સંસ્કાર આપવાના હોય છે. બાળક તો આમ પણ નિર્દોષ હોય છે, એટલાં પ્રેમાળ હોય છે કે કોઈ પણ તેને પ્રેમ કરવા લાગશે, પરંતુ માતા-પિતાની વાત જુદી જ છે. જેમ-જેમ બાળક મોટું થવા લાગે છે, આપણો પ્રેમ સુકાવા લાગે છે. આપણે કઠોર બનતા જઈએ છીએ. બાળક મોટું થાય છે, પગભર થાય છે ત્યારે આપણા અને બાળક વચ્ચે એક મોટી ખાઇ પેદા થઈ જાય છે. હવે બાળકમાં પણ અહંકાર આવી ગયો છે, તે પણ સંઘર્ષ કરશે, તે પણ પ્રતિકાર કરશે, તેની પોતાની પણ જીદ હશે. આથી પ્રેમનો સોદો કરવો નહીં, તેને સરળતાપૂર્વક વહેવા દેવો.

જીવન-પંથ, પં. વિજયશંકર મહેતા

__._,_.___
Recent Activity:
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...