એક વાર્તા નારીની યાતનાની બીજી પુરુષની મોટાઇનીSource: Vishesh, Raghuvir Chaudhary 'અમૃત મંથન' કાનાઇ કુન્ડુની નવલિકા છે. શ્રીમતી દક્ષા પટેલે એનો અનુવાદ કર્યો છે. કવિવર રવીન્દ્રનાથ ટાગોરે કાલિદાસને સંબોધીને કહેલું કે હે મહાકવિ આ જીવનના મંથનમાંથી જે વિષ નીકળ્યું એનું તમે પોતે પાન કર્યું અને જે અમૃત નીકળ્યું એનું અમને દાન કર્યું. 'અમૃત જે ઊઠે છેલો કરિ ગે છો દાન!'આ વાર્તામાં એક યુવાન નારીની વેદનાની વાત છે. એનું માતૃત્વ એવું પ્રબળ છે કે બાળકના જન્મ પહેલાં જ એનાં સ્તન દૂધથી ભરાઇ જાય છે. વાર્તાના આરંભે આ જુમેલીને એનો પતિ બિતાન ઠપકો આપી ઉતાવળથી ચાલવા કહે છે. તને રાક્ષસે બનાવેલી છે, ઇશ્વરે નહીં, એવા કટુવચન સંભળાવતો રહે છે. જુમેલીનાં સ્તનમાં દૂધ ઊભરાઇ રહ્યું છે, એની અસહ્ય પીડા થઇ રહી છે. છતાં ચાલ્યા વિના છુટકો નથી. ક્યાં પહોંચવાનું છે? જ્યાં માના દૂધ વિના રડતાં બાળકો છે. પૈસા થઇ સ્તનપાન કરાવતી ગરીબ માતાઓ છે.મેદાનના ઝાકળભીના ઘાસ વચ્ચે ક્યાંક પથ્થર પડ્યા છે. જુમેલી જગા શોધી લઇ, સાલ્લો ખેંચી લઇ, ખોળો પહોળો કરી છાતી પરથી ભીનું કપડું ખસેડે છે. લેખકના શબ્દોમાં : 'સ્ત્રીઓનાં ટોળાંમાં શોરબકોર મચી જાય છે. હાય નસીબ! આટલું દૂધ અમારાં થાનમાં હોત તો દસ બાળકોને મફતમાં પિવડાવત.'આ સાંભળી જુમેલીનો પતિ બિતાન ગુસ્સે થાય છે. આજે એણે બાળકદીઠ ભાવ વધારી આઠ આના લેવાની જાહેરાત કરી દીધી છે. એ જાણે છે કે ગાય-ભેંસનું દૂધ આનાથીય મોંઘું છે. દૂબળી સ્ત્રીઓ, એમનાં બાળક એથીય વધુ દૂબળાં, રડે તો એમનો અવાજ પણ ન સંભળાય. પણ ક્યાં છે આના આના હાથવગા?એક માતા ભૂખ્યા બાળકને શાંત રાખી શકતી નથી. બાળક એની સૂકી છાતીથી છૂટવા મથે છે. બિચારી માએ પોતાની કમરે ખેસેલા પૈસા માટે હાથ ફેરવ્યો. ત્યારે જુમેલીના થાનમાંથી ધાવણ ટપકવા લાગ્યું હતું. પીડાને લીધે તેના ચહેરાની રેખાઓ વંકાતી હતી. બાળકની માએ બિતાનને હાથમાં આઠ આની પકડાવી દીધી કે જુમેલીએ હાથ લંબાવ્યો. રોતા બાળકને પ્રેમથી ખોળામાં લઇ લીધું. કાળા જાંબુ જેવી ડીંટી મોંમાં આવતાં જ બાળક આશ્ચર્યજનક રીતે શાંત થઇ ગયું. જુમેલી દૂધ પાતાં માની મમતા અનુભવે છે એનું વર્ણન યાદગાર છે. દૂધ પી તૃપ્ત થઇ ઊંઘી ગયેલું બાળક 'ભીની માટી જેવું' થઇ જાય છે.અહીં સુધી વાર્તા જુમેલીના નૈસિર્ગક માતૃત્વ અને બિતાનના લોભનું નિરૂપણ કરે છે. પણ ભાવકને આઘાત આપનાર હકીકત તો હવે ખુલ્લી પડે છે. જુમેલી પહેલીવાર માતા થવાની હતી ત્યારે ધાવણ ચઢવાથી એને અસહ્ય પીડા થાય છે. એક દિવસ સોયથી છેદ કરે છે. ધાવણને બદલે લોહી. વૈદ્ય પાસે બિતાન લઇ જાય છે. તપાસ, આશા બંધાવી, દવા આપવી-આ ક્રમ ચાલ્યા કરે છે. જુમેલીને કસુવાવડ થતી રહે છે. છેવટે જુમેલી બિતાનને નસબંધી કરવા આગ્રહ કરે છે. બિતાન છેતરામણું આશ્વાસન આપે છે. સંમત થતો નથી. સાત કસુવાવડ પછી જુમેલી વૈદ્યને વિનવે છે : 'સારી દવા આલો વૈદ્ય મહારાજ કે બાળકને જનમ આપી શકું.' 'તારું ગભૉશય લપટું થઇ ગયું છે. તું ક્યારેય બાળકને જનમ નહીં આપી શકે.' - કહેતાં જ વૈદ્ય ભીડ ચીરતા બહાર નીકળી ગયા. જુમેલી વીફરે છે. વૈદ્યની દવાને ઘાસ અને માટી જેવી કહે છે, વૈદ્યને દગાખોર કહે છે. વૈદ્યના ઠપકાથી ચૂપ થતી નથી. છેવટે વૈદ્ય હકીકત જાહેર કરે છે :'તારો પતિ ગર્ભપાતની દવા ખરીદતો હતો, બાળક પેદા કરવાની નહીં, જરા પૂછ તેને.'જુમેલી સ્તબ્ધ થઇ ગઇ છે. બિતાન ત્યાં નથી.જુમેલીનો ગુસ્સો ઊભરાઇને છેવટે શાંત થઇ જાય છે. વાર્તાને અંતે લેખક નોંધે છે :'આકાશ ભરેલા તારાઓના અજવાળે ધૂળિયા રસ્તા પર તે આગળ ચાલવા લાગી, જેમ કોઇ દૂઝણી ગાય પરિચિત રસ્તા પર પોતાના માલિકના ઘેર પાછી ફરે છે તેમ.' દૂઝણી ગાય એ તો શુભનો નિર્દેશ કરે છે પણ અહીં માતૃત્વ ગુમાવી પતિનું પેટ ભરવા પોતાનું દૂધ વેચતી અસહાય જુમેલીની મૂંગી યાતનાનો અનુભવ થાય છે. વાર્તાનું શીર્ષક ભારતીય ભાવનાને અનુરૂપ છે - 'અમૃતમંથન.' નારી પોતાનું અસ્તિત્વ વલોવી શિશુ માટે અમૃતનું સર્જન કરે છે. એની એ સર્જકતાને અહીં કેવી કારમી સજા થઇ છે. નારી ચેતનાની આ અનન્ય અભિવ્યક્તિ છે. દુ:ખની ઊંડી સમજણ કૃતિને વધુ પ્રભાવક બનાવે છે. 'હું દુ:ખની લાંબી રાત' ભારત સાણસેની નવલિકા છે. વાર્તા કહેનાર પાત્ર રેઇનકોટ પહેરીને સ્ટેશન પર આંટા મારે છે. સ્ટેશન પર બેઠેલાં, સૂતાં માણસો અને કૂતરાંનું વર્ણન છે. બધાના વર્ણનનું બારીક અંકન છે. ગાડી ક્યાં સુધીમાં આવશે, ખબર નથી. સમય વીતતાં એક માણસની ધૂંધળી આકૃતિ નજરે પડે છે. નાના પાટિયા નીચે પૈડાં જડેલી ગાડી પર એ માણસ બેઠો છે. ગળામાં મંજીરા લટકે છે. સ્ત્રીઓને ફસાવતા દલાલનો નિર્દેશ કરે છે આ ભિખારી નામે બબ્રુવાન. વાર્તાકથક એને સિગારેટ ધરે છે : ગાવા માટે નહીં, વાર્તા કહેવા માટે. બબ્રુવાન વાર્તા કહે છે પણ પોતે એ સત્યકથાને સમજી શક્યો નથી. ન્યાય-અન્યાયની ગૂંચ એ ઉકેલી શક્યો નથી. વાર્તા એ સમયની છે જ્યારે એ લોકો મોટા શહેરની ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા. સખત ઠંડીના દિવસોમાં એક શ્રીમંતે ધાબળા વહેંચવાનું નક્કી કર્યું. કામળા આપતાં શેઠના નોકર ગાળો પણ આપતો હતો. એની સાથે મુનીમ હતો. એ બોલેલો : 'હવે તો ગરમાવાનો આશરો મળ્યો છે... પછી તો કહેવું જ શું?... વસ્તી વધારો કૂતરાઓ... સાલાઓ...' એક અતડો રહેતો ભિખારી છે મોટી ઉંમરનો ભોલાશંકર. એની ઝૂંપડી પર 'લાલ બંગલા' ફિલ્મનું પોસ્ટર ચોડેલું હતું. તેથી બધાં એ ઝૂંપડીને 'લાલ બંગલો' કહેતાં હતાં. એની ખાસિયત હતી : 'મૃતક પાસે બેસી બરાડા પાડી પાડીને મરેલા માણસની બધી વાતોનું એ વર્તન કરતો... બેઠા બેઠા ઘસડાતો, ડરામણા અવાજે ગાળાગાળી કરતો.' એને મળેલા કામળાના બે છેડા ખીંટીએથી બાંધી એ સાચવતો, હાથમાં ચાકુ રાખતો જેથી કોઇ એને મળેલો કામળો ખેંચી જવાની હિંમત ન કરે. વાર્તા કથક પાત્ર એક અસહ્ય ઠંડીની રાતે, પોતાનાં સ્ત્રીબાળકોને બેઠાં બેઠાં લપાઇને ધ્રૂજતાં જોઇ ભોલાશંકરનો કામળો ખેંચી લાવવા જાય છે. પણ હિંમત કરી શકતો નથી. કલાક પછી સ્ત્રી-બાળકોને જિવાડવાની ચિંતાથી કોઇપણ ભોગે કામળો પડાવી લેવા જાય છે. જુએ છે તો કામળાના છેડા બાંધેલા નથી. કશો પ્રતિકાર થતો નથી. ભોળાશંકરે કેમ આમ કર્યું હશે? આ ઉપકારની વાત લેખકે બોલકી બનાવી નથી. વાર્તા અહીં પૂરી થતી નથી. એક રાતે આ ભિખારીની પત્ની બીજા પ્રૌઢ માણસની સાથે ચાલી જાય છે. પુરુષ જાગે છે છતાં ઊંઘવાનો દેખાવ કરી પડી રહે છે. સ્ત્રી જતાં પહેલાં એને પગે લાગે છે. વર્ષો વીતી ગયાં છે એ વાતને. ભિખારી એકલો જીવે છે. એ વાર્તા સાંભળતા સજ્જનને તાર તાર થઇ ગયેલો પોતાની પાસે રહેલો ભોળાશંકરનો કામળો બતાવી કહે છે : 'બહુ જ મુશ્કેલ છે સમજવું. હચમચાવી મૂકે છે આ જ્ઞાન! શું સમજ્યા?' ભોલાશંકર અને આ ભિખારીનો ત્યાગ વાચકને વિચારતો કરી જાય છે. વિશેષ, રઘુવીર ચૌધરી |
__._,_.___
**************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
MARKETPLACE
.
__,_._,___
No comments:
Post a Comment