[F4AG] યા તૃષ્ણા બલવંતી મહાજગ

 

યા તૃષ્ણા બલવંતી મહાજગ

Source: Samvad, (BAPS) Sadhu Amrutvadandas  
   
 
 
અસંતુષ્ટોને તૃપ્ત કરવા એક પડકાર છે. આવા અસંતુષ્ટો તકલીફોનું એપીસેન્ટર જેવા હોય છે. અસંતોષીને ગમે તેટલું મળે છતાં તેને ધરવ ન થાય.

આવતી કાલે વામન જયંતી છે. વૈવસ્યત મનુના (આપણા હાલના મનુના) મન્વન્તરમાં ભગવાને વામનરૂપે અવતાર ધર્યો હતો. તેની કથા શ્રીમદ્ ભાગવતમાં આવે છે. સમુદ્રમંથન પછી હારેલા અને મરેલા અસુરોને ગુરુ શુક્રાચાર્યે પુનર્જીવિત કર્યા. ત્યારબાદ તેઓએ ગુરુની આજ્ઞા પ્રમાણે વિશ્વજિત યજ્ઞ કર્યો. યજ્ઞમાંથી પ્રાપ્ત રથ, ધનુષ્ય, બાણ વગેરેની સહાયથી બલિએ ત્રિલોકી જીતી લીધી. આમ ત્રિલોકમાં તેમનું રાજ શરૂ થયું અને અસુરોનો ત્રાસ પણ વધ્યો. તેનો નાશ કરવા ભાદરવા સુદ બારસના બપોરે વામનજી અદિતિના ખોળે પ્રગટ થયા. યજ્ઞોપવીત લઇ બટુકવેશે ભૃગુકચ્છ (ભરૂચ)માં નર્મદાકાંઠે યજ્ઞ કરતા બલિરાજાના યજ્ઞમાં પધાર્યા.

અતિ સુંદર બટુકને જોઇ બલિ ખુશ થયા. એમનું સ્વાગત કર્યું. દાન માગવા કહ્યું. વામનજીએ કહ્યું કે મારે ત્રણ ડગલાં પૃથ્વી જોઇએ છે. બલિ આ સાંભળી હસ્યા, કહ્યું કે આપનું બોલવું મનમોહક છે, પરંતુ માગવું બાળક જેવું છે. માટે આપ બીજું કંઇક માગો. એ વખતે વામનજીએ કહ્યું કે ત્રિભિ: ક્રમેરસંતુષ્ટો દ્વીપેનાપિ ન પૂર્યતે. જેને ત્રણ પૃથ્વીથી સંતોષ ન થાય તેને આખી પૃથ્વી મળે તો પણ સંતોષ થાય નહીં. અસંતોષ માણસની મોટી નબળાઇ છે તેની કોઇ ના કહી શકે નહીં. અસંતુષ્ટોને તૃપ્ત કરવા એક પડકાર છે. આવા અસંતુષ્ટો તકલીફોનું એપીસેન્ટર જેવા હોય છે.

અસંતોષીને ગમે તેટલું મળે છતાં તેને ધરવ ન થાય. શાંતિ ન થાય. ઝીણું દુ:ખ રહ્યા કરે. લીયો ટોલ્સ્ટોયની એક વાર્તામાં આવો સંદેશ મળે છે. રશિયામાં એક ગરીબ માણસ રાજા પાસે ગયો. તેને વિનંતી કરતાં કહ્યું કે હું ખૂબ ગરીબ છું. મને થોડી જમીન આપો. રાજાએ એક નજરમાં પારખી લીધો. તેણે કહ્યું, 'જા! મારા રાજ્યમાં સવારથી સાંજ સુધી દોડી તું તારા માટે જગ્યા પસંદ કરી લે.' પેલો ઊપડ્યો. રાજ્યની વિશાળ જમીન પર મુઢ્ઢીવાળી દોડવા લાગ્યો. ખુલ્લાં ખેતરો, નદી, પર્વતો વગેરે જોઇ તેનું મન બહેકી ગયું. આ લઉં, આ લઉં કરતો કરતો તે ખૂબ દૂર નીકળી ગયો. આમ એકધારી દોડમાં તે આગળ જતાં હાંફી ગયો. થાકી ગયો.

તેમ છતાં તેણે હજારો એકર જમીન પોતાની કરી હતી. તે દોડતો દોડતો રાજા પાસે આવ્યો. પરસેવે રેબઝેબ તે રાજા સમક્ષ ઊભો રહ્યો. તેનું હૃદય ધડ...ધડ...ધડ... થતું હતું. રાજાએ તેની સામે જોયું અને તે ફર્શ પર ફસકી પડ્યો. રાજા તેની પાસે આવ્યો. તેની છાતી પર હાથ મૂક્યો. તેના દિલની ધડકન શાંત થઇ ચૂકી હતી. તેની ફાટી ગયેલી આંખોમાં અસંતોષની લકીર હતી. તેની આવી હાલત જોઇ રાજા બોલી ઊઠ્યા: 'હાઉ મચ લેન્ડ ડઝ મેન રિકવાઇઅર?' માણસને કેટલી જમીનની જરૂર છે?

હમણાં સાત હજાર આઠસો કરોડના ચકરાવામાં ચડેલા અ-સત્યમ્ કાર્ય કરનાર વ્યક્તિની કર્મકુંડળીમાં જણાવવામાં આવ્યું કે ત્રેસઠ દેશમાં તેના બંગલા છે! આટલાં બધાં રહેવાનાં સ્થાન હોવા છતાં તેને શરૂઆતમાં જેલમાં અને પછી હોસ્પિટલમાં રહેવાનું થયું હતું. ખરેખર તેને કેટલી જગ્યાની આવશ્યકતા છે? બ્રુનેઇના સુલતાન હસન-અલી-બાલ્કિહાનીના મહેલ ઇસ્તાના નરૂલ ઇમાનની ૨૧,૫૨,૭૮૨ ચોરસફીટ જગ્યામાં ૧૭૮૮ ઓરડા છે.

હકીકતમાં માણસને રહેવા માટે કેટલા ઓરડા જોઇએ? શું વધારે ઓરડા વધારે ઊંઘ કે વધારે ઓરડા ઓછી ઊંઘ? માઇકલ જેકસનનો કેલિફોર્નિયામાં નેધરલેન્ડમાં મોટો બંગલો (રાન્ચ) છે. તે ૨૬૦૦ એકરમાં પથરાયેલો છે. તેમાં તળાવ, સ્પોર્ટ્સ, ગ્રાઉન્ડ, એમ્યુઝમેન્ટ પાર્ક, રાણીબાગ વગેરે છે. તેને મેઇન્ટેઇન કરવાનો ખર્ચો વર્ષે દા'ડે ૩૦ લાખ ડોલરનો હતો. તેને રહેવા માટે કેટલી જગ્યા જોઇએ? તે હવે લગભગ ૬X ૪ ની જગ્યામાં રહે છે. માણસના અસ્તિત્વ સમયે અને તેની નાબૂદી પછી પણ જમીન (બિનજરૂરી) સંબંધીઓ માટે અશાંતિનું કારણ બને છે.

મુંબઇના એક અતિ કિંમતી વિસ્તારમાં અમુક એકરોમાં એક સદ્ગત શેઠની જગ્યા છે. તેમાં તેનો સારામાં સારો બંગલો છે. તેની કિંમત અબજોમાં થાય છે. તે જમીનના ટુકડા માટે અત્યારે તેના વારસદારો ખરાબમાં ખરાબ રીતે ઝઘડે છે. લાખો રૂપિયા ખર્ચાયા છે ને કદાચ લાખો બીજા ખર્ચાશે (ને જગ્યા તિત્તરબિત્તર થઇ જશે). સમસ્ત સૃષ્ટિ તૃષ્ણામય છે એમ જણાવી સદ્ગુરુ બ્રહ્નાનંદ સ્વામી કહે છે,

યા તૃષ્ણા બલવંતિ મહાજગ, રાંક રુ રાવકું નાચ નચાવે. દેવ અદેવ યાહિ કરી નાચત, નાચત ઇન્દ્ર સુરેશ કહાવે. સ્વર્ગ પાતાલ સબે તૃષ્ણા વશ, તીનહી લોક મેં આન ફિરાલે, બ્રહ્નમુનિ તૃષ્ણા બડી ડાકન, જ્ઞાન બિના તજી દૂર ન જાયે. આત્મા-પરમાત્માના જ્ઞાન વગર તૃષ્ણા દૂર થાય નહીં.

સંવાદ, (BAPS) સાધુ અમૃતવદનદાસ

__._,_.___
Recent Activity:
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
MARKETPLACE

Stay on top of your group activity without leaving the page you're on - Get the Yahoo! Toolbar now.


Hobbies & Activities Zone: Find others who share your passions! Explore new interests.


Get great advice about dogs and cats. Visit the Dog & Cat Answers Center.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...