દીપક સોલિયા: તર્ક-શ્રદ્ધા: રામ બનાઈ જોડી!Source: Antaryatra, Deepak Soliya ઇશ્વર સાથેના સંવાદમાં માણસ જ્યારે ખૂલે અને ખીલે ત્યારે એને પોતાના વિચારોમાંની ભૂલો નજરે ચઢી શકે. કોઈ ઉગ્રવાદી જો કટ્ટર મૌલવીને બદલે સર્વવ્યાપી અલ્લા સાથે વાતે વળગે તો શક્ય છે તેના મગજમાં સવાલ પેદા થાય કે યા પરવરદિગાર, જબ કી તુજ બિન નહીં કોઈ મૌજુદ, ફિર યે હંગામા-એ-ખુદા ક્યા હૈ? જમીન, આસમાન, નદી, માણસો, પ્રાણી, વનસ્પતિ બધું જ અલ્લા છે. તો પછી આ ઝઘડો શા માટે? કોઈ હિન્દુ ઇશ્વર સાથે સંવાદ સાધે ત્યારે તેના મનમાં નરસિંહ મહેતાની પંક્તિ પ્રગટી શકે કે અખિલ બ્રહ્નાંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપે અનંત ભાસે. તો પછી, એક જ શ્રી હરિ હોવા છતાં આ બધી મારામારી શા માટે? આવા તર્કશુદ્ધ વિચારો શ્રદ્ધાપૂર્ણ સંવાદ દરમિયાન મગજમાં ઝબકી શકે. મૂળ તો, આપણા વિચારોમાં ગાબડાં હોય છે. આપણે બુદ્ધિનો પૂરતો ઉપયોગ નથી કરતાં, પણ જ્યારે ઇશ્વર સાથે સંવાદ સાધીએ ત્યારે આપણે શક્ય તેટલા તર્કશુદ્ધ બનીને વાત કરવા મથીશું. આપણી વાતોમાં કોઈ પણ જૂઠાણું કે અતિશયોક્તિ કે નાટયાત્મકતા ન ટપકી પડે તેની તકેદારી રાખીશું (કારણ કે આપણે જાણીએ છીએ કે ઉપરવાળો બધું જાણે છે. ગપ્પાં મારીશું તો પેલો તરત પકડી પાડશે). માટે ઇશ્વર સાથેનો સંવાદ માણસ માટે 'વૈચારિક ભૂલો પકડવાનો અવસર' બની શકે તેમ છે. કોમ્પ્યુટરમાં (વર્ડના પ્રોગ્રામમાં) પેલો 'સ્પેલચેક' પ્રોગ્રામ જે રીતે જોડણીની ભૂલો નીચે લાલ લીટી દોરી આપે છે એ જ રીતે ઇશ્વર સાથેનો સંવાદ 'સ્પેલચેક'ની એટલે કે ભૂલસુધારની પ્રક્રિયા બની શકે એ વિશે વાત ચાલી રહી છે. રસપ્રદ વાત એ છે કે શુદ્ધ તર્કને શુદ્ધ શ્રદ્ધા પોષી શકે છે. અને શુદ્ધ શ્રદ્ધાને શુદ્ધ તર્ક પોષી શકે છે. આમ તો શ્રદ્ધા અને તર્કને સામસામેના છેડાની બાબતો ગણાવવામાં આવે છે. પણ વાસ્તવમાં એવું છે ખરું? આપણે અંધશ્રદ્ધાની, માનતા-વિધિ-ચમત્કારોની વાત નથી કરી રહ્યા. આપણે નિર્ભેળ શ્રદ્ધા અને નિર્ભેળ તર્કની વાત કરી રહ્યા છીએ. આ બન્ને પહેલી નજરે એકમેકના વિરોધી (એક સળિયાના બે છેડા જેવી) લાગવા છતાં, અંગત મિત્ર એવા ઇશ્વર સાથે આ મુદ્દે વાત કરતાં કરતાં કદાચ એવું સત્ય લાધી શકે કે તર્ક અને શ્રદ્ધા એકમેકના દુશ્મન નથી, પૂરક છે. જાણે સીધા સળિયાને વાળીને બનાવેલી રિંગ જોઈ લો. એમાંની અડધી રિંગ તર્કની બનેલી છે તો બાકીની અડધી શ્રદ્ધાની બનેલી છે. એ વર્તુળમાં જ્યાં શ્રદ્ધાનો છેડો આવે ત્યાંથી તર્ક શરૂ થાય અને જ્યાં તર્ક પૂરો થાય છે ત્યાંથી શ્રદ્ધાનું અર્ધવર્તુળ શરૂ થાય. બીજી રીતે કહીએ તો શ્રદ્ધાની ટોચે તર્ક છે અને તર્કની ટોચે શ્રદ્ધા છે. વાત ગોળ ગોળ લાગે છે? ઓકે, ઉદાહરણથી સમજીએ. જગતમાં આજ સુધીમાં જે લોકો સૌથી તર્કશુદ્ધ મનાયા એમાંના એક હતા ગ્રીક વિચારક સોક્રેટિસ. એ એકદમ નો નોનસેન્સ, વિચક્ષણ માણસ હતા. એમણે અત્યંત ઊંડી વિચારણા પછી તારણ કાઢ્યું: 'હું એટલું જ જાણું છું કે હું કશું જાણતો નથી.' એ માણસ તર્કના એકદમ છેડા સુધી ગયો તો એણે જોયું કે બુદ્ધિની એક મર્યાદા છે, જ્યારે સત્ય અમર્યાદ છે, જાણે તિળયા વિનાનો સમુદ્ર જોઈ લો. એણે સ્વીકારી લીધું કે જગત છે, પ્રકૃતિ છે, પણ હું એને સમજી શકું તેમ નથી. મતલબ કે તર્કના છેડે મૌન લાધ્યું. બીજી તરફ, આપણે અત્યારે જે વાત કરી રહ્યા છીએ તે એ છે કે ઇશ્વર પ્રત્યે પૂરી શ્રદ્ધા સાથે સંવાદ સાધીએ તો આપણા તર્કમાં જે કોઈ દોષ હોય તે બધા સપાટી પર આવી જાય, પકડાઈ જાય. જેમ કે, 'મારા ગુરુ સાક્ષાત્ ઇશ્વર છે' એવી માન્યતા હું જ્યારે ઇશ્વર સમક્ષ રજુ કરું ત્યારે શક્ય છે કે ઇશ્વરનું સ્મિત જોઈને મને સમજાય કે 'હા યાર, મારા ગુરુ પણ છેવટે માણસ છે. ભૂલથી હું એમને વરિયાળીના શરબતના નામે ઓગાળેલા સુદર્શન ચૂર્ણનો ગ્લાસ ધરી બેસું તો એ ભડકી ઊઠે. એમના આશ્રમને અપાયેલું દાન કોઈ પાછું માગે તો એ ઊકળી શકે. એમનામાં પણ માનવસહજ નબળાઈઓ હોઈ શકે.' એ જ રીતે, જેના પ્રત્યે આપણને સૌથી વધુ ધિક્કાર હોય એવી વ્યક્તિ વિશે ઇશ્વર સાથે વાત કરીએ ત્યારે આપણે જરૂર કબૂલીશું કે 'એ માણસ મારો દુશ્મન છે એ સાચું, પણ બ્લડ ડોનેશનના મામલે એ ઉત્સાહી છે. દરદીઓને મદદરૂપ થવા બાબતે એ ઉત્સુક હોય છે.' ટૂંકમાં, ઇશ્વર સાથે સંવાદ દરમિયાન આપણને સ્પષ્ટપણે સમજાય કે ઇન્સાન છેવટે ઇન્સાન હોય છે, એમાં કેટલીક સબળાઈઓ હોય છે અને એમાં કેટલીક નબળાઈઓ હોય છે. મૂળ તો જાતને તથા જગતને સમતાપૂર્વક, સ્વસ્થતાથી, કોમન સેન્સથી, તર્કથી જોવાની જરૂર છે. આવી પ્રેરણા ઇશ્વર સાથેના સંવાદમાંથી મળી શકે. મતલબ કે શ્રદ્ધા આપણને તર્કના પ્રદેશમાં દોરી શકે. આ વાત હજુ પણ જો ગોળગોળ લાગતી હોય તો મૂંઝાવાને બદલે એક કામ કરો. આંખો બંધ કરીને, મનોમન પૂરી નમ્રતાથી ઇશ્વર સમક્ષ 'તર્ક વિરુદ્ધ શ્રદ્ધા' વિશે બોલવાનું શરૂ કરો. શરૂઆતમાં લોચા પડશે, મગજ નહીં ચાલે, પણ પછી ઇશ્વરની પ્રેમાળ દ્રષ્ટિ તમને ખૂલવા પ્રેરશે, તમારો સંકોચ દૂર થશે, તમારું મગજ ચાલવા લાગશે. પછી તમે પોતે જ કદાચ બોલી ઊઠશો કે જેમ પૃથ્વી ગોળ છે તેમ તર્ક-શ્રદ્ધાનું કોમ્બિનેશન પણ ગોળ છે. શ્રદ્ધાનું વર્તુળ તર્ક વિના અને તર્કનું વર્તુળ શ્રદ્ધા વિના અધૂરું છે. તમને કદાચ એવું પણ સૂઝશે કે ભક્તિ અને જ્ઞાન એકમેક વિનાં અધૂરાં છે. આવા કોઈ વિચારો ન આવે તો પણ વાંધો નહીં. કમસે કમ જુઓ તો ખરા, શું થાય છે? અંતર્યાત્રા, દીપક સોલિયા |
__._,_.___
**************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
.
__,_._,___
No comments:
Post a Comment