[F4AG] ભિખારીની ‘એરોગન્સ’

 

ભિખારીની 'એરોગન્સ'

Source: Laughter, Vinay Dave    
 
 
 
બસ સ્ટેન્ડ પર કેટલાય લોકો બસની રાહ જોઇ રહ્યા હતા. એક ભિખારી દયામણો થઇ ભીડ સામે હાથ લાંબો કરી માગી રહ્યો હતો. અચાનક વરસાદ શરૂ થયો. ભિખારીએ ફાટેલા ઝભ્ભામાંથી મોબાઇલ કાઢી કોલ જોડ્યો અને થોડી જ વારમાં એક શા‹ફર ડ્રિવન ઇમ્પોટેંડ કાર આવી. પાછલો દરવાજો ઓટોમેટિકલી ખૂલ્યો. ભિખારી સટાસટ કારમાં બેસી ગયો, અને એ કાર 'બસ વાંચ્છુઓ' પર પાણી ઊડાડી ઝઉઉમ્મ... કરી રોડ પરથી ગાયબ થઇ ગઇ...

તમને એવું થતું હશે કે 'આવું ના થાય બે...' પણ આવું થયું...! અને એ પણ દુબાઇમાં... ભાઇલોગના લીધે જાણીતા થયેલા દુબાઇની ફાઇવ સ્ટાર હોટેલમાંથી એક ભિખારી જલસા કરતો ઝડપાઇ ગયો. દુબાઇમાં ભીખ માગવી એ 'કાનૂનન અપરાધ' છે એટલે એ 'મહાનુભાવ'ની ધરપકડ કરવામાં આવી અને એની 'ઉલટ તપાસ' કરતાં માલૂમ પડ્યું કે આ જ ભીખ માગવાના ગુના સબબ એ 'ભીખલા'નો પહેલાં દેશ નિકાલ કરવામાં આવ્યો'તો. પણ રમજાન અને ઇદના દિવસોમાં આ 'ધંધો' ખૂબ કમાણી કરાવનારો હોવાથી એ 'ઉસ્તાદ' ગમે તેમ કરી પાછો દુબાઇમાં ઘૂસી આવ્યો તો ને ધંધે લાગી ગયો'તો.

એક વાત તો છે, આ ભીખ માગવાનો ધંધો ફાયદાકારક તો છે જ હોં બોસ! અને એટલે આ ધંધો નાના કે મોટા પાયે, આખી દુનિયામાં ચારે બાજુ ખૂબ ફૂલ્યો ફાલ્યો છે. ફ્રેંકલી સ્પિકિંગ, આમ જોઇએ તો આપણે બધાય ભિખારીઓ જ છીએ. 'હા‹લ વર્લ્ડ ઇઝ બેગર'. માગણોથી આખી દુનિયા ભરેલી છે. ભારત, આઇ.એમ.એફ. પાસે લોનની ભીખ માગે છે. યુરોપિયનો આરબો પાસે તેલની ભીખ માગે છે. પાકિસ્તાન અમેરિકા પાસે શસ્ત્રોની ભીખ માગે છે. અમેરિકા પાકિસ્તાન પાસે લાદેનની ભીખ માગે છે. સ્પોન્સર્સ ક્રિકેટરો પાસે બ્રાન્ડ એમ્બેસેડર બનવાની ભીખ માગે છે. તો ક્રિકેટરો બુકીઓ પાસે ફિક્સિંગની ભીખ માગે છે.

ક્રિકેટ સિવાયની રમતના ખેલાડીઓ સરકાર પાસે સહાયની ભીખ માગે છે. તો સરકારી બાબુઓ 'કલમાડીઓ' પાસે 'કોમનવેલ્થ'ની ભીખ માગે છે. ચૂંટણી પહેલાં નેતાઓ પ્રજા પાસે વોટની ભીખ માગે છે અને ચૂંટણી પછી પ્રજા નેતા પાસે લોટની ભીખ માગે છે. 'દલા તરવાડી' નામના સાંસદો સરકારી 'વાડી' પાસે વધુ પગારની ભીખ માગે છે...

આ લિસ્ટ તો ઘણું લાંબુ થઇ શકે એમ છે કેમ કે આખી માણસ જાત જ ભિખારી છે એટલે જ એ તો રોજે હાથ જોડી-માથું નમાવી ઉપરવાળા પાસે ભીખ માગ્યા કરે છે...

'માંગો એમાં શરમ છે શાની,
માગે એ છે વીર...
મફતનું માગી ખાશો તો
સુખમાં રહેશે શરીર...' (કવિ વિનુ વાહિયાત)

વચેટિયું: 'દુનિયામાં સૌથી વધારે આગળ કોણ વધી શકે?''ભિખારી' 'કેમ?' 'કેમ કે ભિખારી જ્યારે પણ કોઇની પાસે માંગવા જાય ત્યારે એ માણસ ભિખારીને કહે છે-આગળ જાવ... આગળ જાવ...'દુનિયામાં સૌથી વધારે ૧૮,૦૮,૦૮,૦૦૦ ભિખારીઓ પાકિસ્તાનમાં છે અને પાકિસ્તાનની વસ્તી ૧૮,૦૮,૦૮,૦૦૦ છે.

આ અઢાર કરોડિયું પાકિસ્તાન એક્સો અઢાર કરોડવાળા આપણા (મહાન) ભારતને જન્મ્યું ત્યારથી જ ત્રાસ આપી રહ્યું છે. કાશ્મીરના પ્રશ્નને ખરજવાની જેમ ખંજવાળી-ખંજવાળી મટવા જ નથી દેતું. કાશ્મીરના 'ચડાઉ ધનેડાં' જેવા નેતાઓનો સાથ લઇ સતત હોળી સળગાવ્યા જ કરે છે. રાખી સાવંતને જોઇ-સાંભળીને જે ઘિન્ન થાય છે એવી જ ઘૃણા કાશ્મીર હુર્રિયતના લીડરોને જોઇને થાય છે.

આટલું થયા છતાંયે આપણી સરકારો વર્ષોથી એમને 'થાબડ ભાણાં' કર્યા કરે છે. પંજાબમાં આતંકવાદ વકર્યો ત્યારે કે.પી.એસ. ગીલ સાહેબે જે રીતે ત્યાંના આતંકીઓનો વીણી-વીણીને સફાયો કર્યો'તો એવું જ કંઇક કાશ્મીરમાં થાય તો મેળ પડે (પણ આવું કરવા માટે પોલિટિકલ વિલ જોઇએ ને બોસ. એ છે?).

સુપર કોપ ગીલ સાહેબની વાત નીકળી તો બીજા એક ગીલ સાહેબ યાદ આવી ગયા. એ આપણા ખેલકૂદ મંત્રી ગીલ. કુસ્તીમાં વિશ્વવિજેતા બનેલો પહેલવાન સુશીલકુમાર એના કોચ સાથે ગીલ સાહેબને 'પગે લાગવા' ગયો અને ગીલ સાહેબે સુશીલકુમારના કોચને હડધૂત કરી (લિટરલી હડધૂત કરી) દૂર કાઢી મૂક્યો.

બોલો. આખા જગતના પહેલવાનોનો ધૂળ ચાટતા કરી નાખનારો મલ્લ, મંત્રી સામે 'ચિત્ત' થઇ ગયો.ઇટ હેપન્સ ઓન્લી ઇન ઇન્ડિયા!

ટોપિક-એ-કરંટ: મોદી સાહેબે એમના જન્મદિવસે મળેલી બધી ભેટો સરકારી તોશાખાનામાં જમા કરાવી દીધી પણ એક ભેટ એમણે પોતાની પાસે જ રાખી. કઇ?

કોંગ્રેસે ભેટમાં આપેલી કઠલાલની સીટ.

vinaydave61@hotmail.com

La-ફ્ટર, વિનય દવે

__._,_.___
Recent Activity:
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...