કાન્તિ ભટ્ટ : મોટી વયનો રોમાન્સ સર્જકતા ખીલવેSource: Aas pass, Kanti Bhatt પણ તેમણે કહેલું ''એકાંત મને ગમે છે. એકાંતમાં હું મારી સાથે સંવાદ કરતો હોઉં છું. સ્ત્રીથી દૂર રહેવું તેવું હું માનતો નથી. કોઈ વાતો કરવાલાયક એકલી સ્ત્રી મારા ઘરે આવે. તેને ભાવતી રસોઈ મારા રસોડામાં બનાવે, મારાં લેખન-વાચનમાં ખલેલ નહીં પાડે તો તેવી બુદ્ધિમંત સ્ત્રીની મને કોઈ એલર્જી નથી!'' આ બતાવે છે કે અંદરખાનેથી એકલો પુરુષ સ્ત્રીને અને એકલી સ્ત્રી પુરુષને ઝંખતી જ હોય છે. ૫૦ ઉપરની થાય ત્યારે ખાસ. લોન્લીનેસ-એકલતા વિશે જોસેફ કોનરાડ નામના ફિલસૂફે કહેલું કે ''એકલતા ખરેખર શું છે તે તમે તેમાં પડો તો ખબર પડે. એકલતા એક જાતનું નેકેડ-ટેરર છે. નગ્ન સંત્રાસ છે.'' આવા સંત્રાસમાંથી બહાર આવવા ૨૧મી સદીનાં સ્ત્રી-પુરુષ અને ખાસ તો સ્ત્રી ફાંફાં મારે છે. 'લવ ક્યોર'નામના પુસ્તકના લેખક ફ્રાન્સીસ બ્યુમોન્ટે શરૂમાં ફાંકો માર્યો કે પરણવાની જરૂર નથી. ''જે માણસને ઉમદા વિચારો આવે તે કદી જ એકલો નથી.'' પણ ઉમદા વિચારને બચકાં ભરી શકાતા નથી. નાટક લખવા તેણે શરૂમાં પુરુષ મિત્ર ગોત્યા. પણ તેનાથી ધરવ ન થતાં સ્ત્રીને પરણવું જ પડ્યું અને પરણ્યા પછી વધુ સારાં નાટક લખતો થયો. એન્દ્રે ગિદેએ જોકે સરસ ફિલસૂફી કહી હતી. સોલિટયુડ ઈઝ બેરેબલ ઓન્લી વિથ ગોડ. જો ઈશ્વર સાથીદાર હોય તો એકલતા જખ મારે. ગંગાસતીને એકલતા સાલી નથી. ભજનો રચીને ઈશ્વરની સાથે પ્રીત જોડેલી. પરંતુ ૨૧મી સદીમાં કોઈ સ્ત્રી કે પુરુષને ફિલસૂફી નહીં પણ ૫૦-૬૦ની ઉંમર પછી પતાકડી કે પતાકડું જોઈએ જ છે. લંડનના 'ટાઈમ્સ' દૈનિકે ૧૧-૯-૧૦ના ખાસ પૂર્તિ બહાર પાડેલી. તેમાં વિખ્યાત ફિલ્મસ્ટાર રાકવેલ વેલ્શનો ઇન્ટરવ્યૂ લેવા પત્રકાર ગઈ. પૂછ્યું ''તમને ૬૦ની વૃદ્ધ વયે કેવું લાગે છે?'' તો રાકવેલ વેલ્શે કહ્યું, ''કોણ કહે હું વૃદ્ધા છું? મી? ઓલ્ડ?'' આમ સ્ત્રીને તો વૃદ્ધ થવું ગમતું જ નથી. તેણે પત્રકારને કહ્યું કે તમને ખબર છે? હવે સ્ત્રીઓ પુરુષને સામેથી પૈસા આપીને તેના શરીરનો સંગાથી મેળવે છે.- વિમેન આર પેઈંગ મેન ફોર સેક્સ (પુરુષ-વેશ્યા પેદા થયા છે). લંડનના 'ઈન્ડિપેન્ડન્ટ'નામના દૈનિકની પૂર્વ મહિલા તંત્રી જેનેટ પોર્ટર વિદ્વાન છે. ૬૩ વર્ષે તેણે તંત્રીપદ છોડ્યું. ચાર વખત પરણી છે. તેને યુથ-ટીવી સોંપાયું છે. હજી તેને પાંચમો સાથીદાર ૬૪ની વયે જોઈએ છે. તેણે કહ્યું ''પહેલાં હું અખબારને એડિટ કરતી હતી. હવે કોઈ રસિકડો પુરુષ આવે તેનો ટેસ્ટ લઉં છું પણ પછી તેને એડિટ કરું છું. ત્યારે લાગે છે કે આમાં કંઈ દમ નથી! કોને ખબર પણ લેખોની જેમ પુરુષને એડિટ કરવાની ટેવ પડી છે! સાઠની ક્યાં વાત કરો છો? મારકવીસ દ સાડે નામના ફ્રેન્ચ નવલકથાકાર જે શૃંગારિક અને સેક્સી લખાણો લખતા તેણે કેટલાય રોમાન્સ કરેલા અને ૭૨ની વયે તેણે મેડેલીન લેકલેર્ક નામની ઘણી નાની તરુણી સાથે રોમાન્સ આદરેલો. ઈઝરાયલના ડેવિડ બેન ગુરિયન ૬૧ની ઉંમરે ત્યાંના વડાપ્રધાન થયા. તે ઈઝરાયલના ફાધર ઓફ નેશન ગણાયેલા. ઈ.ડબ્લ્યુ. હોય નામના ડાહ્યા પુરુષે કહેલું કે માણસ જ્યારે સાઠની ઉંમર વટાવે ત્યારે રોમાન્સ કે પ્રેમનું તોફાન માત્ર તેની ખોપડીમાં -કલ્પનામાં જ હોય છે, પણ હવે તેવું રહ્યું નથી. ૬૦-૭૦ની વયે પણ યૂથ પિલ્સ, મેજિક પિલ્સ કે જુવાન થવાની ઔષધ લઈને પશ્ચિમના લોકો ૮૦ની ઉંમર સુધી રોમાન્સ કે શરીર સંબંધ ભોગવે છે. જ્યોર્જ ઈલીવટ નામની નવલકથાકાર (તેણે પુરુષનું નામ અપનાવેલું) ૬૦ની વયે એટલી રોમાન્સ ભૂખી થયેલી કે તેનાથી ૨૦ વર્ષ નાના જહોન ક્રોસને તેણે દુલ્હો બનાવેલો. કોનરાડ એડેનોર ૭૩ની વયે જર્મનીના વડાપ્રધાન થયેલા. બેન્જામિન ફ્રેંકલીને ૮૧ની વયે અમેરિકાના રાજબંધારણને ઘડવામાં ૧૭૮૭માં સક્રિય ભાગ ભજવેલો. આમ, ઉંંમરને ભૌતિક સિદ્ધિ કે રોમાન્સ સાથે કોઈ લેવાદેવા નથી. ચેન્નાઈના દૈનિકમાં નિયમિત આરોગ્યની કટાર લખતા ડો. એસ. રામચંદને 'લાઈફ કેન બિગિન એટ સિકસ્ટી નામના લેખમાં કહ્યું ''તમે ૬૦-૬૫ના થાઓ ત્યારે તમે પોતે કદી જ કહેશો નહીં કે હું વૃદ્ધ થયો છું. તમે એમ કહેશો તે પ્રામાણિકતા નથી, કારણ કે તમારા મન-મગજમાં પેશન ધરબેલો હોય છે. વાસના હોય છે એટલે એ વયે પેશન ભોગવવા તંદુરસ્ત રહો. સ્વાદિષ્ટ ભોજનને બદલે કોઈ વિદ્ધાન સ્ત્રી સાથીદાર શોધીને તેમાંથી જીવનનો સ્વાદ લો.'' ખરેખર તો ગુજરાતીમાં કોઈ લેખકે ૬૦-૫૦ કે ૪૫ની વયે જેને નવો રોમાન્સ કે નવો સ્નેહ સંબંધ થયો હોય તેની વિગતો ભેગી કરીને પુસ્તક લખવું જોઈએ. અમેરિકન લેખિકા અમાન્ડા સ્મિથ બારુશે.''લવ સ્ટોરીઝ ઓફ લેટર લાઈફ'' નામના પુસ્તકમાં જે સ્ત્રી-પુરુષને ''જીવન સંધ્યાએ'' નવો પ્રેમ થયો હોય તેની સાચુકલી કથાઓ લખી છે. વર્જિનિયા રિચર્ડસન નામની ઓહાયો સ્ટેટ યુનિ.ની પ્રોફેસરે લખ્યું છે કે ''હંમેશાં સ્ત્રી-પુરુષ જુવાન કરતાં મોટી વયે એક સૂત્ર મનમાં યાદ રાખવું ''ધ બેસ્ટ ઈઝ યટ યુ કમ.'' હજી જીવનમાં કોઈક નવી વસંત ખીલશે તેવી આશા સાથે પોતાનાં તન-મનને ફિટ રાખીને અંદરનો થનગનાટ ચાલુ રાખવો, કારણ કે જુવાનીમાં જે ઈમોશન્સ એટલે કે લાગણીઓ હોય તેના કરતાં મોટી વયે પેદા થતાં ઈમોશન્સ વધુ બળવાન હોય છે. તેમાં વધુ દમ, જોમ અને જવાબદારી હોય છે. મોટી વયે તમારે ખંડિત થવાનું નથી. તમારે પૂર્ણ પુરુષ કે પૂર્ણ સ્ત્રી બનવાનું છે અને તે માટે જીવનસંગિની કે સાથીની જરૂર રહે જ છે. ઓહાયા યુનિવર્સિટીમાં ડો. અમાન્ડા સ્મિથ છેલ્લાં ૨૫ વર્ષથી વૃદ્ધાવસ્થાના રોમાન્સ અંગે લેકચરો આપે છે અને માર્ગદર્શન આપે છે . કવિઓ કે લેખકો કે કલાકારો જ નહીં વિજ્ઞાનીઓ પણ રોમાન્સના સાયિન્ટફિક ફાયદા ગણાવે છે તે વાત ફરી ફરીને યાદ રાખવા જેવી છે. બધા વિજ્ઞાનીઓનાં નામો મારી પાસે છે પણ યુનિવર્સિટી કોલેજ ઓફ લંડનના ડો. એન્ડ્રિયામા બારટેલ્સ કહે છે કે સાવ નિરાશ થઈને ૬૦ ઉપરની વ્યક્તિ બેઠી હોય અને મનગમતો રોમેન્ટિક સાથી મળે ત્યાં જ તેના મગજનું ''બ્રેઈન સ્કેનિંગ'' કરતાં માલૂમ પડ્યું છે કે તેની મગજની સર્જનશીલતા વધારનારાં તત્વો આપોઆપ ઝરે છે! તો? મંદિરમાં જાઓ તો ભગવાનની મૂર્તિને ભજજો પણ કોઈ જીવતી દેવી કે દેવતાની ખોજ પણ ચાલુ રાખજો. |
__._,_.___
**************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
MARKETPLACE
.
__,_._,___
No comments:
Post a Comment