[F4AG] મને નથી ઓળખતા?

 

મને નથી ઓળખતા?

Source: Apani Vaat, Varsha Pathak    
 
 
 
હમણાં દિલને બાગબાગ કરી મૂકે એવો એસ.એમ.એસ મળ્યો. If you can spend a perfectly useless afteternoon in a perfectly useless manner then you have learnt how to live. આ કવોટેશન કોઇ લીન યુતાંગ જેવા ચાઇનીઝ લાગતા ભાઇને નામે છે. ખબર નહીં એ મહાત્મા કોણ છે પણ એમણે નક્કી મારા જેવા લોકોને નજર સમક્ષ રાખીને જ આવું કહ્યું હશે. પોન્ડીચેરી (નવું નામ પુડુચેરી)માં હમણાં એક વાદળીયા યુઝલેસ બપોરે, યુઝફુલ લોકોની નજરે યુઝલેસ લાગે એવા વિચારો કરતી હું દરિયાકિનારે બેઠી હતી. ત્યાં એક પરદેશી પાંદડાની પધરામણી થઇ. ચાલીસેક વરસના એ ગોરાના રંગઢંગ, પહેરવેશ ટિપિકલ ટુરિસ્ટ જેવા હતા. વ્હાઇટ કોટન શોર્ટસ ઓરેન્જ કલરનું ટીશર્ટ, પગમાં સેન્ડલ્સ, પોનીટેલમાં બાંધેલા ગોલ્ડન વાળ!

'ગુડ આફ્ટરનૂન, હું અહીં બેસું?' એણે સ્માઇલ આપીને નમ્ર અવાજે પૂછ્યું. મેં ક્યાં આપ્યો બીચ ખરીદી લીધેલો કે એને ના પાડું? નવરાધૂપ બંને જણ, વાતે વળગ્યા. ફ્રાન્સથી ઈન્ડિયા ફરવા આવેલો એ માણસ બે દિવસથી પોન્ડીચેરીમાં હતો, અને એ પેહલા પંદરેક દિવસ તમિલનાડુમાં રહી આવેલો. ઘરે જતા પહેલાં હજી છ દિવસ એની પાસે હતા. કર્ણાટક જવાનું વિચારતો હતો. કોઇ ચોક્કસ પ્લાનિંગ વિના એ આવ્યો હતો, પણ એના જ શબ્દોમાં, અત્યાર સુધીની એની મુસાફરી અમેઝીંગ, વન્ડરફુલ, બ્યુટીફુલ વગેરે વગેરે રહી હતી. અને ખબર પડી કે હું પણ આવા કોઇ ચોક્કસ ટાઇમટેબલ, પ્લાન વિના ફરવા નીકળી છું, તો ઓર ખુશ થઇ ગયો, હું પણ થઇ.

યુઝલેસ બપોરે અમે અમારા પ્રવાસની નોટ્સ કમ્પેર કરતાં બેઠાં. જાતજાતના સ્થળો, ભાતભાતના લોકો, અજબગજબના અનુભવો... વિદેશી હતો તોયે ભારતની પ્રાચીન સ્થાપત્ય કલા વિશે એને ખાસ્સું જ્ઞાન. એ વિશે એણે માહિતી આપી, અને મારી પાસેથી 'હમ્પી' વિશે સાંભળીને એણે બીજે દિવસે બેંગ્લોર નીકળી જવાનું પણ નક્કી કરી નાખ્યું.

દોઢેક કલાક પછી અમે છૂટા પડ્યા. મુંબઇમાં હોત તો કદાચ વિચિત્ર લાગે એવી વાત હતી કે આટલી ગોષ્ઠિ દરમ્યાન અમે અમારાં નામ અને શહેર સિવાય બીજી કોઇ પર્સનલ ઇન્ફર્મેશનની આપ-લે નહોતી કરી. એ દરમિયાન ત્યાંથી એક પરિચિત બહેન પસાર થયાં હતાં. બીજી સાંજે પાછા મળ્યા ત્યારે એમણે પૂછ્યું, 'તું એન્ડીને ઓળખે છે?'

'કોણ એન્ડી?' મેં પૂછ્યું. હું તો પેલા માણસનું નામ પણ ભૂલી ગયેલી. પછી એ બહેને કહ્યું કે હું જેની સાથે દરિયાકિનારે ગપ્પાં મારતી બેઠેલી એ માણસ ફ્રેન્ચ ફિલ્મમેકર હતો. એણે બનાવેલી કોઇ એક્સપરિમેન્ટલ શોર્ટ ફિલ્મને ઇન્ટરનેશનલ એવોર્ડ પણ મળેલા વગેરે વગેરે.

'મેં ધાર્યું કે તું એનો ઇન્ટરવ્યુ લેતી હતી', પેલા બહેને કહ્યું. 'ના રે ભઇ, જેમ એણે ફિલ્મમેકર તરીકે પોતાની ઓળખ નહોતી આપી, એમ મેં પણ એને નહોતું કહ્યું કે હું રાઇટર છું.''યુ લોસ્ટ ધ ચાન્સ', બહેને કહ્યું. હું હસી પણ સાચું કહું તો કંઇ મિસ કર્યાની, ગુમાવવાની લાગણી મને નહોતી થઇ. એકબીજાના પ્રોફેશનથી અજાણ્યા હતાં. એમણે જ કદાચ અમે આટલી હળવાશથી વાતો કરી શકેલાં. 'નાઇસ મિટિંગ યુ', કહીને છુટા પડતી વખતે અમે વિઝિટિંગ કાર્ડ્ઝની લેતીદેતી નહોતી કરી કે ફરી પાછા મળવાની અપેક્ષા પણ નહોતી દર્શાવી.

બસ, દોઢેક કલાકનો એ સમય અમારી પોતપોતાની રીતે 'વન ગુડ એક્સપિરિયન્સ' હતો. ફરતાં ફરતાં આવા ઘણાં લોકો મળે છે જે માત્ર 'હેવી મેમરી' મૂકીને જતા રહે છે. એવી વ્યક્તિઓ મળી છે જે પોતાના ક્ષેત્રમાં બહુ મોટું નામ ધરાવતી હોય, ઇમ્પોર્ટન્ટ ગણાય એવી પોઝીશનમાં હોય પણ પોતાની મહત્તાનો ભાર ઘેર મૂકીને આવી હોય.

બીજી તરફ એવા લોકો પણ ભટકાઇ જાય છે જે માનતા હોય કે, બધા એમને ઓળખે છે. ઓળખવા જોઇએ. એમને માન-સન્માન, સાદી ભાષામાં કહે તો ભાવ મળવો જોઇએ. એમના માટે નામ કરતાં વધુ મહત્વ એમના હોદ્દાનું હોય છે. એમની ઓળખ કરાવનારાંએ પણ ધ્યાન રાખવું પડે કે સાહેબ-મેડમના ઇન્ટ્રોડકશનમાં ક્યાંક કચાશ ન રહી જાય!

આજે સવારે જ છતીસગઢના બિલાસપુર શહેરમાં બનેલી ઘટના વિશે સાંભળ્યું. ત્યાંના એસપી થિયેટરમાં ફિલ્મ જોવા ગયા. બહાર નીકળ્યા ત્યાં બહાર જમા થયેલી ભીડને કાબૂમાં રાખવા મથી રહેલાં સિકયોરિટી ગાર્ડે સાહેબને ઓળખ્યા નહીં. ધમાલ કરી રહેલા લોકોની સાથે સાથે એસપી સાહેબને પણ એણે કંઇ સંભળાવ્યું કે ધક્કો મારી દીધો. જે હોય તે પણ સાહેબને મળેલી 'રફ ટ્રીટમેન્ટ' જોઇને, ત્યાં હાજર બે પોલીસ કોન્સ્ટેબલ ગિન્નાયા. ચોવીસ વરસના ગાર્ડને એમણે બધાની વચ્ચે એટલો માર્યો કે પેલાનો જીવ નીકળી ગયો. એસપી સાહેબને નહીં ઓળખ્યાની સજા મળી ગઇ.

જગ્યાનું નામ યાદ નથી. પણ એક દોઢ વરસ પહેલાં કોઇ ડિસ્ટ્રિક્ટ મેજીસ્ટ્રેટને ઓળખી નહીં શકેલા ચોકીદારે એમને ગેટ પર અટકાવ્યા, તો ડીએમ સાહેબે એને બે લાફા ઝીંકી દીધા. એમના કમનસીબે ત્યાં હાજર ટીવી ચેનલના કેમેરામાં કિસ્સો કંડારાઇ ગયો. કોઇ આપણને ન ઓળખે તો આટલો ગુસ્સો આવે?

viji59@msn.com

આપણી વાત, વર્ષા પાઠક

__._,_.___
Recent Activity:
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...