[F4AG] “તમે બુદ્ધ છો, તમે અંકુરિત થઈ રહેલા બુદ્ધ છો”

 

"તમે બુદ્ધ છો, તમે અંકુરિત થઈ રહેલા બુદ્ધ છો"

 
 
 

ક્ષર-અક્ષર - વિનોદ ડી. ભટ્ટ
બુદ્ધનો માર્ગ એ બુદ્ધિનો માર્ગ છે, તે ભાવનાત્મક માર્ગ નથી. એવું નથી કે ભાવનાત્મક લોકો ત્યાં પહોંચી ન શકે, તેમના માટે અન્ય માર્ગો છે. ભક્તિનો માર્ગ, ભક્તિયોગ. બુદ્ધનો માર્ગ શુદ્ધ જ્ઞાનયોગ છે. જાણવાનો માર્ગ છે. ગયા રવિવારના અંકમાં આપણે બુધના ચાર અર્થ વિશે વાંચ્યું. આજે બુધનો પાંચમો અર્થ જોઈએ.
બુધનો પાંચમો અર્થ છે - પૂર્ણપણે સમજવું, અગાધ રીતે સમજવું. તમારી અંદર ઊંડાણ છે, અતલ ઊંડાણ છે. તેને પૂર્ણપણે સમજવું જોઈએ. અથવા તો પાંચમો અર્થ છે પ્રવેશવું. તમામ અવરોધોનો ત્યાગ કરી અને તમારા અસ્તિત્વના હાર્દમાં જ પ્રવેશવું એવો થાય છે. તમારે તમારી જાતમાં પ્રવેશવાનું છે.
ઓશો કહે છે, યાદ રાખો, 'બુદ્ધ' એ ગૌતમ બુદ્ધનું નામ નથી. બુદ્ધ એ એક ઉચ્ચ અવસ્થા છે, જે તેમણે પ્રાપ્ત કરી હતી. તેમનું નામ તો ગૌતમ સિદ્ધાર્થ હતું પછી એક દિવસ તેઓ બુદ્ધ બન્યા. એક દિવસ તેમની બોધિ, તેમની બુદ્ધિ પૂર્ણપણે ખીલી ઊઠી અને તેઓ બુદ્ધ કહેવાયા.
દરેક વ્યક્તિ બુદ્ધ થવાની ક્ષમતા ધરાવે છે. તમારા અંતરમાં રહેલું બીજ જો અંકુરણ પામે અને મહાકાય વૃક્ષ તેમાંથી ખીલે ત્યારે તમે બુદ્ધની અવસ્થાએ પહોંચી શકો.
બુદ્ધનાં અતિ સુંદર અને સરળ હૃદયસૂત્રો વ્યાપક જનસમુદાય સુધી પહોંચી શકે, તેવા શુભ આશયથી બુદ્ધના હૃદયસૂત્ર ઉપરના ઓશોનાં મૂળ અંગ્રેજી પ્રવચનોનો સંભવતઃ આ પ્રથમ ગુજરાતી અનુવાદ, 'હૃદયસૂત્ર'  નામે ઉપનિષદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરાયો છે.
હૃદયસૂત્રનું અન્ય એક સુંદર સૂત્ર છે.
'ભગવતીને - પ્રજ્ઞાની પરિપૂર્ણતાને,
સુંદર અને પવિત્ર ને નમસ્કાર!'
આ સૂત્રનો અર્થ સમજાવતા ઓશો ભાવિક શ્રોતાઓને ચોંકાવી દે તેવી શરૂઆત કરતા કહે છે, "હું તમારી અંદર વસતા બુદ્ધને નમસ્કાર કરું છું, કદાચ તમને એ વાતનો ખ્યાલ નહીં હોય. કદી સ્વપ્નમાં પણ વિચાર્યું નહીં હોય કે તમે બુદ્ધ છો. બૌધિત્વ તમારા અસ્તિત્વનું હાર્દ છે. પરંતુ તમે ગાઢ નિંદ્રામાં છો. તમે જાણતા નથી કે તમે કોણ છો. તમારે બુદ્ધ બનવાનું નથી, પરંતુ તમારે કેવળ એ સમજવાનું છે કે તમારે તમારા પોતાના મૂળ સ્ત્રોતમાં પાછા જવાનું છે, તમારે તમારી અંદર દૃષ્ટિ કરવાની છે. તમારી જાત સાથેનો તમારો સંઘર્ષ તમારા બૌધિત્વને અભિવ્યક્ત કરશે, કારણ કે આ બૌદ્ધ સાહિત્યનાં સૌથી અગત્યનાં સૂત્રો છે. આથી જ તેને હૃદયસૂત્ર કહે છે. એ બૌદ્ધ સંદેશનું હાર્દ-હૃદય છે.
તમારા હૃદયમાં એ વાત ધરી રાખો કે તમે બુદ્ધ છો. હું જાણું છું કે તમે આ વિધાન પર પૂરેપૂરો વિશ્વાસ નહીં મૂકી શકો, એ સ્વાભાવિક છે. હું સમજું છું પરંતુ આ વિધાનને ત્યાં જ રહેવા દો- એક બીજ સ્વરૂપે આ તથ્યની આસપાસ ઘણી ચીજો બનવાની શરૂઆત થશે અને કેવળ આ તથ્યની આસપાસ જ તમે આ સૂત્રો સમજી શકશો. તે અનહદ પ્રભાવશાળી છે - અતિ નાનાં, અતિ સંક્ષિપ્ત, બીજ સમાન છે. પરંતુ આ માટી સાથે, તમે બુદ્ધ છો તમે અંકુરિત થઈ રહેલા બુદ્ધ છો. તમે એકાકાર બનવા સમર્થ છો. કેવળ થોડી જાગૃતિની જરૂર છે. થોડી વિશેષ ચેતનાની જરૂર છે- ખજાનો તો ત્યાં જ છે, તમારે કેવળ તમારા ઘરમાં એક નાનકડો દીવો લાવવાનો છે. એક વાર અંધકાર અદૃશ્ય થતાં, તમે ભિખારી રહેશો નહીં, તમે બુદ્ધ હશો, તમે સાર્વભૌમ સમ્રાટ હશો, આ સમગ્ર રાજ્ય તમારું છે, સવાલ કેવળ કહેવાનો છે, તમારે કેવળ દાવો કરવાનો છે.
પરંતુ, જો તમે એવું માનશો કે તમે ભિખારી છો, તો તમે દાવો પણ નહીં કરી શકો. દાવો કરવાનો સ્વપ્નમાં પણ વિચાર કરી શકશો નહીં. તમે અજ્ઞાની છો. તમે પાપી છો એવા વિચારોના ઉપદેશો તમને અનેક યુગોથી વ્યાસપીઠ પરથી અપાતા રહ્યા છે. તેણે તમને ઊંડે સુધી વશીભૂત કરી દીધા છે. આ વશીકરણનો ભંગ થવો જોઈએ. આ વશીકરણ તોડવા માટે, તમારામાં વસેલા બુદ્ધને વંદન કરું છું."
ટૂંકમાં, ઓશો બહુ જ ભારપૂર્વક આપણા સૌના મનમાં એ વાત દૃઢતાથી ઠસાવવા માંગે છે કે દરેકે દરેક માણસમાં બુદ્ધ થવાની ક્ષમતા છે, શરત માત્ર સમજણ અને જાગૃતિ કેળવવાની છે. સંપૂર્ણ શૂન્યતા વિશે 'હૃદયસૂત્ર'માં ભગવાન બુદ્ધ સારિપુત્રને ઉપદેશ આપતાં કહે છે
'આથી હે સારિપૂત્ર
તેના અપ્રાપ્તિપણાને કારણે
બોધિસત્વ
પરમોત્કૃષ્ટ પ્રજ્ઞામાં આશ્રિત રહીને ચિત્તના આવરણ વિના વિહાર કરે છે.
ચિત્તના આવરણની અનુપસ્થિતિમાં એ ભયગ્રસ્ત બનતો નથી
જે કંઈ વિહ્વળ બનાવી શકે છે તેના પર તે વિજય પ્રાપ્ત કરે છે
અને આખરે નિર્વાણ પ્રાપ્ત કરે છે.'
જ્યારે ચિત્ત થંભી જાય છે અને કંઇ પણ પ્રાપ્ત કરવામાં રસ રહેતો નથી ત્યારે તે બૌધિત્વ પ્રાપ્ત કરે છે જ્યારે ચિત્ત પૂર્ણવિરામ પર આવીને ઊભું રહે છે ત્યારે તે કશે પણ જતું નથી, તે અંદર જવાનું શરૂ કરે છે તે પોતાના જ અસ્તિત્વમાં - તે અગાધ ઊંડાણમાં ડૂબકી મારવાનું શરૂ કરે છે. પૂર્ણ શૂન્યતા, અપ્રાપ્તિપણા દ્વારા પ્રાપ્ત થાય છે આથી પ્રાપ્તકર્તા ના બનો.
યાદ રાખો, મુક્તિનો અર્થ સ્વત્વની મુક્તિ એવો નથી. મુક્તિનો અર્થ છે સ્વત્વથી, નિજત્વથી, તમારી જાતથી છુટકારો- મુક્તિ, સાર્ત્રે તેનો અર્થ કરે છે, 'સ્વત્વની મુક્તિ'.
બુદ્ધ કહે છે કે ત્રણ પ્રકારનાં ચિત્તનાં આવરણો હોય છે, પ્રથમ છે (૧) કર્મ આવરણઃ કાર્યો, જે તમારા અસ્તિત્વને આવરી લે છે. પ્રત્યેક કાર્ય પૂર્ણ થવા ઇચ્છે છે. કર્મ આવરણ એ કર્મ છે, જે તમને ઢાંકી દે છે, આવૃત્ત કરે છે. (૨) બીજું છે ક્લેશ આવરણઃ લાલસા, નફરત, ઇર્ષ્યા અને તેના જેવી ચીજોને ક્લેશ, અશુદ્ધિઓ કહે છે, જે તમને આવરી લે છે અને
(૩) ત્રીજું છે છાયા આવરણ- માન્યતાઓ, મતો, વિચારધારાઓ. આ આવરણો તમારી દૃષ્ટિ ધૂંધળી બનાવી દે છે, તમને જાણવા દેતાં નથી. તેઓ તમને સ્પષ્ટ જોવા માટેનો પર્યાપ્ત અવકાશ આપતા નથી.
આ ત્રણેય આવરણોનો ત્યાગ કરવો જોઈએ.
અસ્તુ.

__._,_.___
Recent Activity:
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...