" ફુલ થઈ ઉગી, ભોળી હું , ચમનમાં ,
ભાળ નથી, શું છે? માળીના મનમાં..!!
=====
પ્રિય મિત્રો,
અમદાવાદના એક વિસ્તારના સમાચારઃ- એક માઁ -દીકરીએ, પોતાના કામાંધ, પતિ- પિતાએ, સગી દીકરી પર, કામવાસનામાં અંધ થઈ, છેડતી-બળાત્કાર આચરવાનો ગંભીર આરોપ કર્યો, જે શખ્સની ધરપકડ બાદ, પોલીસ તપાસ કરી રહી છે.
આ ધૃણાસ્પદ કૃત્ય અંગે વધારે શું કહેવું ?
આ તિરસ્કૃત ઘટનાને અનુરૂપ,

કેટલાંક હાઈકુ
( બાકીનું બધું બોલશે શબ્દ ?).
*
માળીએ પીંખ્યા
પુષ્પ,જતનથી જે,
ઉછેર્યાં તેણે !
*
*
શરમ ગઈ
કરમાઈ,આંગણે
બેશરમના !
*
*
કંડૉમ લઈ
ફરી વળ્યો કામાંધ,
મારવા મને !
*
*
બળાત્કારની
રસ્સી,ગળે ગાળિયો
બદનામીનો !
*
અસ્તિત્વ આજ
હોલવાયું, જોઈ લે !
વાસના,ધોધે !
*
*
ઝેરની ઉલ્ટી
કરી,કામદેવના
કાળોતરાએ !
*
*
જાંઘને ફૂટે
વાચા, તો કહેતકે,
ખરડાઈ હું !
*
*
ચીરાઈ છું હું
ઓડકાર ખાઈ લે,
ફરી ચીરવા..!!
*
*
રડતી આંખ
ટપકતું બદન
લોહી તરસ્યું.
*
*
કળી કહેતાં
જીવ કકળે છે,
કળી-કળીએ.
મિત્રો, શબ્દ બોલ્યો ?
માર્કંડ દવે. તા.૨૯ -૦૬-૨૦૧૦.
માર્કંડ દવે. તા.૨૯ -૦૬-૨૦૧૦.
MARKAND DAVE
http://mktvfilms.blogspot.com (Hindi Articles)__._,_.___
MARKETPLACE
.
__,_._,___
No comments:
Post a Comment