[Gujarati Club] એક કડવી હકીકત :

 

એક કડવી હકીકત:

દુનિયા માં વસેલા લોકોની અલગ કહાણી છે-
જો કોઈનો વિશ્વાસ તોડો, તો રડે છે;
અને વિશ્વાસ રાખો તો રડાવે છે...!!!

જીવન શું છે...?
સુવો તો સમાધી, અને ઉઠો તો ઉપાધી !!!

જયારે દીવાલો માં તિરાડો પડે છે, ત્યારે દીવાલો પડી જાય છે;
જયારે સંબંધો માં તિરાડે પડે છે, ત્યારે દીવાલો બની જાય છે.…!!!

નાનપણમાં ભૂલી જતા ત્યારે કહેતા, કે "યાદ રાખતા શીખો".
અને હવે યાદ રાખીએ ત્યારે કહે છે કે "ભૂલતા શીખો..."!

જીવનભરની વધુપડતી કમાણીની છે યાત્રા,
ટેબલ પર ચાંદીની થાળી, અને ભોજન માં Diet ખાખરા...!!!
 
સારા માણસોને શોધવા જઈશું તો થાકી જઈશું....
માણસોમાં સારું શોધવા જઈશું તો ફાવી જઈશું.......!!
 
 
 
 

__._,_.___
Recent Activity:
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...