(Google)
વાંકમાં આવ્યો છે પ્રેમ.(ગીત)
માંડ વાંકમાં આવ્યો છે, આજે પ્રેમ.
દાઝ કાઢી લે તું, મન ફાવે તેમ.
અંતરા-૧.
જરાય ડરીશ ના, કેડો મૂકીશ મા.
એને ઘઘલાવજે, ઘણો એલફેલ.
માંડ વાંકમાં આવ્યો છે, આજે પ્રેમ.
(ઘઘલાવવું= સારી રીતે ઠપકો આપવો; એલફેલ= વગર વિચાર્યે)
અંતરા-૨.
મનથી કડક થૈ, લાગણીનો લઠ્ઠ લૈ.
બતાવી દે, કેવી હોય અડગ નેમ.
માંડ વાંકમાં આવ્યો છે, આજે પ્રેમ.
(નેમ= પ્રતિજ્ઞા.)
અંતરા-૩.
શબ્દ પર ભાર દૈ, નજરથી ડાર દૈ,
તાવી લે ને, તારો ખોટો વહેમ ?
માંડ વાંકમાં આવ્યો છે, આજે પ્રેમ.
(ડાર = ધમકી; તાવવું= ચકાસવું.)
અંતરા-૪.
અ..રે, રડવા દે,વાવ્યું તેવું લણવા દે..!
શીદ, ઘડી ભરે ખાવી એની રહેમ.
માંડ વાંકમાં આવ્યો છે, આજે પ્રેમ.
માર્કંડ દવે. તાઃ ૩૦-૦૯-૨૦૧૨.
MARKAND DAVE
http://mktvfilms.blogspot.com (Hindi Articles)__._,_.___
Reply via web post | Reply to sender | Reply to group | Start a New Topic | Messages in this topic (1) |
.
__,_._,___
No comments:
Post a Comment