1. એ કારણ વગર 'ક્યુટ' બનવાની કોશિશ કરતીહોય ત્યારેસાવચેત રહેવું..
2. તમારી પત્ની બન્ને હાથ કેડ પર મૂકીને અનિમેષ નયનેતમારી સામે જોઈ રહી હોય ......ત્યારે બધુંજ સાચેસાચું કહીદેજો! એ સમય રોમાન્ટિક થવાનો નથી!
3. એ જો આંખો નચાવતા નચાવતા 'તુઝે ઝમીંપે બુલાયા ગયાહૈ મેરે લીયે...' ગાતી હોય તો એણે સોંપેલું કામ બમણા ઉત્સાહ અને સ્ફૂર્તિથી કરવા માંડજો!
4. 'ઘરકામમાં મદદ'નો અર્થ સ્કૂલ અને લગ્નજીવનમાં જુદો જ થાય છે એ બને તેટલું ઝડપથી સમજીલો એટલું સારું! સ્કૂલમાં મદદ મળતી હતી, લગ્નજીવનમાં કરવાની હોય છે!
5. 'ચુપચાપ બેસો' આ વાક્ય તમને કે.જી.-નર્સરી બાદ છેક લગ્ન પછી સાંભળવા મળશે! આવું જ્યારે કહેવામાં આવે ત્યારે કોઈપણ દલીલ કર્યા વગર એ પ્રમાણે કરો!
6. એ તમારી પૂછપરછ કરે અથવા તમારી પાસબુક કે ડાયરી તપાસે તો બોચિયા સ્ટુડન્ટની જેમ 'લેસન' બતાવી દેજો!
7. 'જ્યાં ન પહોચે કવિ ત્યાં પહોચે પત્ની' - આ નવી કહેવત યાદ રાખો! કોઈની પણ કલ્પના બહારનું તમારું બહાનું એ આસાની થી પકડી પાડશે, માટે સાચું જ બોલવાનો નિયમ રાખો!
8. 'એમને શક કરવાનો હક છે, એ મારા દિલની ધકધક છે' આ સુત્ર ગોખી નાખો. એના દરેક પ્રશ્નોનો વિગતવાર જવાબ આપો.એમાં પણ કાપલીબાજ વિદ્યાર્થીની જેમ પ્રશ્નના જવાબનીશરૂઆતના બે વાક્યોસવાલ સંબંધિત રાખીને પછીફિલ્મીગીતના શબ્દો ઠપકારશો તો પણ ચાલશે.
9. તમારા કાંસકામાંથી એના વાળનું ગૂંચળું નીકળે ત્યારે ગુસ્સેથવાને બદલે યાદ કરો કે તમે એક જમાનામાં એની ઝુલ્ફોનાઆશિક હતા અને એની ઝુલ્ફોની છાંવમાં સુવાના તમનેઅભરખા હતા!
10. પત્ની સાથે શોપિંગ કરવા જાવ ત્યારે તમારું સંપૂર્ણ ધ્યાન શોપિંગમાં હોવું જોઈએ, સેલ્સ ગર્લ તરફ નહિ!
11. 'ઘેર ઝઘડો ન થાય એવા અઢીસો ભીંડા અને પાચસો ગ્રામ ફ્લાવર આપ' - આવી રીતે ઓર્ડર આપવાથી શાક સસ્તું અનેસારું મળશે, ઉપરાંત વીણવાની માથાકૂટમાંથી બચી જશો! શાકવાળો પરણેલો હશે તો થોડું શાક વધારે આપશે એ નફામાં!
12. એના ડાયેટીંગ પ્લાનની કદી મજાક ઉડાવશો નહિ. પછી ભલેએ પાંચમાંથી એક રોટલી ઘી વગરની ખાવી એને જ ડાયેટીંગ ગણતી હોય.
13. પત્ની કામમાં અતિશય વ્યસ્ત હોય અને તમે તદ્દન નવરાહોવ તો પણ નવરા દેખાતા નહિ. આમાં વધુ ચોખવટની અમનેજરૂર લગતી નથી!
14. એ જ્યારે તમે રખડતા મુકેલા મોબાઇલના ચાર્જર- કેબલ, છાપા, રીમોટ, કપડા, ગંદામોજા, હેંડ-કી, ટુવાલ વગેરેને ઠેકાણે મુકતી હોય ત્યારે એને તમારી કોઈ ખોવાયેલી વસ્તુ શોધી આપવાનું કહેશો નહિ!
15. થાળી પીરસવા માટે સીરીયલની વચ્ચે આવતા બ્રેકમાં જ વિનંતી કરો! દરમ્યાનમાં ટાઈમ પાસ કરવા સીરીયલોમાં રસ લેવાનું રાખો તો કંઈ ખોટું નથી. એકતા કપૂર એમાં ને એમાં જ બે પાંદડે થઇ છે!
16. ટી.વી. પર આવતા રસોઈ શોમાં જોયેલી કોઈપણ વાનગી બનાવવાની એને ફરજ પાડશો નહિ. અને ધારો કે એ કોઈ નવા જ પ્રકારની થાઈ, મેક્સિકન કે કોન્ટીનેન્ટલ વાનગી બનાવે તો એના શું વખાણ કરવાએ અગાઉથી વિચારી રાખો, કારણ કે વાનગી ખાધા પછી કંઈ સુઝશે નહિ!
17. પડોશીને ત્યાંથી આવેલી વાનગીને ભૂલે ચુકે વખાણશો નહિ!
18. કચરો વાળ્યા પછી સાવરણી કદી ઉભી મુકશો નહિ, એમ કરવાથી ઝઘડો થાય છે એવું કહેવાય છે. છેવટે 'સાવરણી ઉભી કેમ મૂકી' એ બાબતે પણ ઝઘડો થઇ શકે છે.
19. લગ્નજીવનમાં ત્યાગનું મહત્વ છે અને જે ગૃહત્યાગ કરી શકે એ સૌથી સુખી હોય
છે. વિખવાદ ટાણે આ સુત્રનો ઉપયોગ કરીને સુખી થાવ. યુદ્ધમાં આને વ્યૂહાત્મક
પીછેહઠ કહે છે!
20. વાદ-વિવાદના કિસ્સામાં જીતીને દુઃખી થવાને બદલે હારીને સુખી રહો એવું અનુભવીઓ કહે છે!
21. ઝઘડામાં અવાજની માત્રા મહત્વની છે, શબ્દો નહિ; તમારો અવાજ હંમેશા ધીમો રાખો.
22. ઝઘડાનું એક કારણ તમારી જાતને નિર્દોષ સાબિતકરવાની તમારી વૃત્તિ હોય છે, જ્યારે સ્ત્રીઓ કુદરતી રીતેજનિર્દોષ હોય છે! અને આ વાત તમારા ભેજામાં ન ઉતરતી હોયતો તમે સુખી થઇ રહ્યા બોસ!
23. એમની અદાઓને વખાણતા રહેવી! આ વિષયે માથું ખંજવાળવાની ક્રિયાને પણ અદા જ ગણવી!
24. એમને ઈશ્કના સમંદરમાં ડૂબાડી રાખો! સહેજવાર પણ એમની મુંડી બહાર નીકળશે તો આખું અઠવાડિયું ઢેબરાં થાય એટલી મેથી મારશે!
25 આ બધું કરવા છતાં પણ અમારે ઘરમાં ઝઘડા થાયછે અને પત્ની વાસણો પછાડે છે તો અમારે શું કરવું?એનો પણઉપાય પણ અમે શોધ્યો છે અને જાતે અજમાવી પણ જોયો છે! ઉપાય સાદો છે.
પત્ની જ્યારે ગુસ્સામાં વાસણો પછાડતી હોયત્યારે તમે તમને આવડતા હોય એ શ્લોકો મોટા અવાજે બોલવાનું ચાલુ કરી દે જો!આથી પડોશીઓને લાગશે કે ઘરમાંઆરતી થાય છે! ઘરમાં કયા દેવની પૂજા થાય છે એ કોઈને કહેતા નહી.
કેટલાક વણલખ્યા રિવાજો ! – મન્નુ શેખચલ્લી
[જેવી રીતે નવા ઘરમાં રહેવા જઈએ ત્યારે ઘરમાં ઘડો મૂકવાનો રિવાજ હોય છે, વરસે એકાદ વાર સત્યનારાયણની કથા કરાવવાનો રિવાજ હોય છે, તેવી રીતે આજના જમાનામાં કેટલાક નવા વણલખ્યા રિવાજો બન્યાં છે. આ રિવાજોનું સૌકોઈ અક્ષરશ: પાલન કરી શકે તેવા ઉમદા હેતુથી અમે તેમને શબ્દબદ્ધ કરી રહ્યા છીએ.]
[1] 'પછી આવો કોક દિવસ શાંતિથી !'
તમે સ્કૂટર લઈને જતા હો અને તમારી નજર બસ-સ્ટોપ પર ઊભેલા મિત્ર ઉપર પડે. તમે એને લિફટ આપો અને છેક ઘર સુધી મૂકી આવો ત્યારે તમારો ભાઈબંધ સ્કૂટર પરથી ઊતરીને તરત જ કહેશે, 'પછી કોક દિવસ ઘેર આવો શાંતિથી !'
(અલ્યા ભઈ, 'પછી' શા માટે ? અને 'કોક દિવસ' શા માટે ? અને 'શાંતિથી' એટલે વળી શું ?)
જો તમે ભૂલેચૂકે એમ પૂછી બેસો કે 'પછી શું કામ ભઈ ? ચલને હમણાં જ આવું છું ચા પીવા !' તો તરત જ તમારો ભાઈબંધ બોલી ઊઠશે, 'બસને ? આપણને ચામાં જ પતાઈ દેવા છે ને ? આ ન ચાલે હોં બોસ ! તમે તો કોક દિવસ જમવા આવો….શાંતિથી !' હજી તમે આનો શું જવાબ આપવો તે વિચારી રહ્યા હો કે તરત જ પેલા ભાઈ રોકડું પરખાવશે, 'ચાલો બસ ? આવજો !' એમ કહી તે તરત જ ચાલતી પકડશે !
[2] 'કાલે જ તમને યાદ કર્યા'તા !'
બજારમાં શોપિંગ કરતી વખતે અથવા રવિવારે સાંજે બગીચા પાસે કોઈ ઓળખીતા મળી જાય તો તરત તમને કહેશે, 'ઓ હો હો હો હો મુકેશભાઈ ! બોલો, તમને કાલે જ યાદ કર્યા'તા !'
'એમ ?'
'હા, હા ! કાલે તો તમને બહુ જ યાદ કર્યા'તા.' વળીને પોતાની વાઈફને પૂછશે, 'હેં ને સ્મિતા ? કાલે જ આપણે મુકેશભાઈને યાદ કર્યા'તા ને ?' એમના વાઈફ તરત જ સૂરમાં સૂર પુરાવશે, 'હા, હોં ! મુકેશભાઈ, કાલે તો તમને બહુ યાદ કર્યા'તા !'
'ખરેખર ?' તમારાથી તરત જ પુછાઈ જાય, 'એવું તે શું હતું ?'
'એ શું હતું સ્મિતા ?' એ ભાઈ પત્નીને પૂછશે, 'સાલું અત્યારે યાદ નથી આવતું, પણ કાલે તમને બહુ યાદ કરેલા !'
ટૂંકમાં, કહેવાનો મતલબ એ કે અત્યારે એ યાદ નથી આવતું કે કાલે તમને કેમ યાદ કરેલા, પરંતુ એટલું તો ચોક્કસ યાદ છે કે કાલે તમને બહુ જ યાદ કરેલા ! અને હવે જ્યારે યાદ આવશે કે તમને કેમ યાદ કરેલા ત્યારે અમે જરૂર તમને ફરી વાર યાદ કરીશું ! અને ફરી વાર આ રીતે રસ્તામાં મળી જઈએ ત્યારે તમને કહીશું કે 'તે દિવસે તમને કેમ યાદ કરેલા તે એક દિવસ યાદ આવ્યું ત્યારે પણ તમને બહુ યાદ કરેલા, પણ પહેલી વાર તમને કેમ યાદ કરેલા તે… સાલું, અત્યારે યાદ નથી આવતું ! પણ યાદ આવે ત્યારે તમને ચોક્ક્સ યાદ કરીશ ! લો ચાલો ત્યારે, અડોશપડોશમાં બધાને મારી યાદ આપજો !'
આપણે ત્યાં આવી 'યાદગાર મુલાકાતો' નો રિવાજ છે.
[3] 'તમારું કાર્ડ આપોને, બોસ ?'
મુસાફરી કરતી વખતે, અને ખાસ કરીને ટ્રેનમાં મુસાફરી કરતી વખતે ઓળખાણો કાઢવાનો રિવાજ હોય છે. બાજુમાં બેઠેલા ભાઈની પાંચની નોટ લઈને બારી આગળ બેઠેલા ભાઈના હાથમાં પકડાવીને પાડોશી માટે ભજિયાં મગાવવાનું 'કામ પતાવી આપો' એટલે ઓળખાણ માટેનું પ્લેટફોર્મ પાકે પાયે તૈયાર થઈ જાય ! 'તમે આમ… ક્યાંના ?'
'ગાઝિયાબાદના.'
'ગાઝિયાબાદના ? અચ્છા ? ગાઝિયાબાદમાં ગાંધી રોડ પર અમારા એક ઓળખીતાની કરિયાણાની દુકાન છે !'
હવે આમાં મજાની વાત એ છે કે ભારતનાં તમામ શહેરોમાં કમસે કમ એક ગાંધી રોડ તો હોય જ છે. અને ગાંધી રોડ પર કમસે કમ એક કરિયાણાની દુકાન તો હોય, હોય ને હોય જ ! આવી રીતે ટ્રેનમાં ઓળખાણો કરવાથી આપણો ભજિયાં, ખારી શિંગ અને પાણીનો ખર્ચો છૂટી જાય છે !
'ગાઝિયાબાદમાં તમે શું કરો છો ?'
'ટાઈપિંગના કલાસિસ ચલાવું છું.'
'એમ ? તો તમારું કાર્ડ આપોને બોસ ? કારણ શું કે, અમારા એક સંબંધી છે ને, એમના એક ઓળખીતાના ખાસ ક્લાયન્ટનો ગાઝિયાબાદની કોર્ટમાં ઓકટ્રોયનો કેસ ચાલે છે. આ તો શું છે કે ઓળખાણમાં હોય તો કોર્ટનાં કાગળિયાનું ટાઈપિંગ તમારે ત્યાં કરાઈ શકાય ને ? પૈસા તો બીજાને આલવાના છે ને તમનેય આલવાના છે… પણ ઓળખાણ હોય તો ફેર પડે !'
મારા એક મિત્રને આ રીતે જેનાં ને તેનાં કાર્ડ માગી લેવાનો ગાંડો શોખ છે. એક દિવસ મારાથી ન રહેવાયું એટલે મેં પૂછી જ લીધું.
'અલ્યા, છેક ગાઝિયાબાદમાં ટાઈપિંગના કલાસિસ ચલાવતો હોય એવા માણસનું કાર્ડ લઈને શું કરવાનું ?'
'તું સમજતો નથી. મારે આવાં ફાલતું વિઝિટિંગ કાર્ડો બહુ કામમાં આવતાં હોય છે.'
'શું કામમાં આવે ?'
'સેવ-મમરા ખાવાના કામમાં આવે !' મારા મિત્રે મને રહસ્ય સમજાવ્યું, 'એમાં એવું છે કે અમારી ઑફિસમાં દર બીજે દિવસે બબ્બે રૂપિયા ઉઘરાવીને સેવ-મમરા મગાવવાનો રિવાજ છે. હવે દર વખતે હાથ વડે સેવ-મમરાના બૂકડા કોણ ભરે ? એટલે આવાં ફાલતું વિઝિટિંગ કાર્ડ વાળીને એની ચમચી બનાવી દેવાની ! ખાઈને ફેંકી દેવાનું !'
આ રહસ્ય જાણ્યા પછી જ્યારે જ્યારે મારી પાસે કોઈ કાર્ડ માગે છે ત્યારે મને સેવ-મમરાનો ઢગલો દેખાય છે !
[4] 'કંઈ કામકાજ હોય તો કહેજો !'
અમદાવાદમાં તો હવે કહેવત થઈ ગઈ છે કે 'કંઈ કામકાજ હોય તો મને અડધી રાતે યાદ કરજે, હું સવારે આઈ જઈસ !'
આવાં 'કંઈ કામકાજ હોય તો કહેજો' વાળા ઓળખીતાનું જ્યારે ખરેખર કામ પડે ત્યારે આવી વાતચીત કરવાનો રિવાજ છે.
'હલો, ગુણવંતભાઈ, મુકેસ બોલું !'
'બોલ ભઈલા !'
'આપડે અમદાવાદ ઈલેક્ટ્રીસિટીમાં ઓળખાણ ખરી ?'
'ઢગલો ઓળખાણો છે. તું કામકાજ હોય ત્યારે કહેજે ને !'
'એટલે એવું છે કે મારા ઘરનું લાઈટ બિલ સાત હજાર રૂપિયાનું આયું છે.'
'અં હં…' તરત જ ગુણવંતભાઈનો અવાજ ફરી જશે.
'તો…'
'તો શું ભઈલા ? બોલને.'
'તો આપડે કંઈ ઓળખાણ ખરી ?'
'ઢગલો ઓળખાણો છે. તું મને કહેવડાવજે ને.' ગુણવંતભાઈ તરત જ 'કહેજે' માંથી 'કહેવડાવજે' પર આવી જશે.
'પણ ગુણવંતભાઈ, આ સાત હજારનું બિલ…'
'બધું થઈ જશે તું ચિંતા ના કરીશ. તું મને કહેવડાવજે ને. આપડે કરાઈ દઈસું !'
'પણ હલો ! બિલ ભરવાની છેલ્લી તારીખ તો કાલે જ છે.'
'હા, તો હજી એક દિવસ છે ને ? આજે ન ભરાય તો કાલે બિલ ભરી દેજે. બોલ, બીજું કંઈ કામકાજ ?'
'પણ હલો, આ પૈસાની વ્યવસ્થા….'
'હા, તે તું મને કહેવડાવજે ને ?'
(અલ્યા ભાઈ ગુણવંત, પેલો ભઈલો અત્યારે જ 'કહી' રહ્યો છે ! તોય પાછું 'કહેવડાવજે ?')
'પણ બિલ ભરી દઈએ પછી-'
'પછી તો આપડે ઢગલાબંધ ઓળખાણો છે. તું કહેવડાવજે ને. બોલ, બીજું કંઈ કામકાજ ?'
કહેવાનો મતલબ એમ કે આ કામ તો નહીં થાય, પણ 'બીજું કંઈ' કામકાજ હોય તો કહેજો !
[5] ખબર કાઢવાનો રિવાજ
ખબર કાઢવા જવાનું આ શ્રેષ્ઠ દષ્ટાંત છે :
'રણછોડકાકાનો પગ ભાંગી ગયો હતો, કેમ છે હવે ? આમ તો જો કે અમને ખબર મળી જ ગયેલા. પણ વચ્ચે શ્રાવણ મહિનો હતો ને ? શ્રાવણ મહિનામાં અમે એકટાણું કરીએ છીએ. અને અમે ખબર કાઢવા આવીએ ત્યારે તમે નાસ્તાનો આગ્રહ તો કરો જ ને ! છેક તમારે ત્યાં ખબર કાઢવા આવીએ અને નાસ્તો પણ ન લઈએ તો પાછું તમને ખોટું લાગે ! એટલે પછી અમને થયું કે આ શ્રાવણ મહિનો જવા દઈએ, પછી જ ખબર કાઢવા જઈશું ! કેમ છે રણછોડકાકાને હવે ?'
તમે કહો કે 'હવે તો સારું છે. મંદિરે પણ રોજ જાય છે.'
'લો બોલો ! ખરેખર તો રણછોડકાકાને એક્સિડેન્ટ થયો તે વખતે હું ત્યાં જ હતો ! સ્કૂટર લઈને ઑફિસે જતો'તો ! લોકોનું ટોળું ભેગું થયેલું જોયું એટલે મેં કીધું, શું થયું ? જોઈએ તો ખરા ? પછી રણછોડકાકાને પડેલા જોયા એટલે મેં કીધું અત્યારે મારે ઑફિસ જવાનું મોડું થાય છે, અને આમેય પછી ખબર કાઢવા તો જવાનું જ છે ને ? ત્યારે પૂછી લઈશું કે શું થયેલું ? કેમ બરાબર ને ?'
[6] રાજકારણની ચર્ચા કરવાનો રિવાજ
છેલ્લાં પચાસ વરસથી અને હમણાં હમણાં તો ખાસ આપણા દેશના રાજકારણની ચર્ચા કરવાના રિવાજે જોર પકડ્યું છે. લગ્ન હોય કે મરણ, કથા હોય કે બેસણું, રાજકારણની ચર્ચા કરવી અનિવાર્ય છે. બધી ચર્ચાઓનો છેલ્લે એક જ નિષ્કર્ષ આવતો હોય છે કે 'બધા જ ચોર છે. બધાને શૂટ કરી દેવા જોઈએ !' આવે વખતે આપણે તરત જ કહેવું જોઈએ, 'બોલો, ખરેખર શૂટ કરી દેવા છે ? એક બંદૂકવાળાની દુકાનમાં આપણી ઓળખાણ છે !'
No comments:
Post a Comment