[Gujarati Club] Re: Girish Bhai :

 

Good one. tfs,...:)

--- In gujaraticlub@yahoogroups.com, girish bhatia <gmbhatia2001@...> wrote:
>
>
>
>
> ઘડપણ એ જીવનની અનિવાર્ય પરિસ્થિતિ છે.
>
>
>
>  
>
> ઘડપણ એ જીવનની અનિવાર્ય પરિસ્થિતિ છે. ઘડપણ તો આવવાનું જ છે.
> આજકાલ આઘુનિક ટેકનોલોજીની કારણે વય મર્યાદા લગભગ સીત્તેરે પહોંચી છે. જીવન છે તો ઘડપણ
> છે. પ્રભુએ માનવને કેવું દિવ્ય જીવન આપ્યું છે. ઘડપણ નો તો માણસે મહોત્સવ ઉજવવાની જરૂર
> છે. ઘડપણ કોણે મોકલ્યું ભાઈ હવે સંભળાતું નથી. મારૂ કોઇ ઘરમાં સાંભળતું નથી. હવે મારૂ
> શું થશે ? આવા નિસાસા પ્રભુને ગમે ? તમોને આ પૃથ્વી ઉપર પ્રભુએ મોકલ્યા ત્યારે કેવો
> આનંદ ઘરમાં થયો હતો. બધા બાબો આવ્યો બાબો આવ્યો. કહી નંદ મહોત્સવ ઉજવતા હતા. હવે જતા
> જતાં અંતિમ યાત્રામાં લોકો તમારો ઉત્સવ ઉજવે તેવું દિવ્ય જીવન જીવોને ભાઈ.
>
>  
>
> પ્રભુને તો નિજા આનંદ કરતો અને પ્રભુના ગુણલા ગાતો માનવ ગમે
> છે.
>
>  
>
> હવે મને પ્રભુ બોલાવી લે, હું કટાળી ગયો છું !
>
>
>
>  
>
> આવા નિસાસા એ પ્રભુનું અપમાન છે. મૃત્યુને મંગલમય બનાવીએ.
>
>
>
>  
>
> એક ને એક દિવસ બધાએ પ્રભુને ઘેર જવાનું છે. પ્રત્યેક માનવની
> પાછળ એકસપાઇરી ડેટ દવાની માફક પ્રભુએ લખી દીધી છે. વહેલા એકસપાયર કેમ થવાય ? પ્રભુને
> ગમે તેવાં રૂડાં કામ કરી લઇએ જેની ઘેર અંતે જવાનું છે તેને વ્હાલા થઇ જઈએ. એ આપણને
> હરખથી વ્હાલથી બોલાવે તેવાં કામ કરી લઇએ. માનવ થઇને જનમ્યા તો માનવ બનીએ. માનવ દેહમાં
> હોઇએ ત્યાં સુધી કોઇના ખપમાં આવી જીવનને દીપાવીએ !
>
>  
>
> કટાઈ ને મરવા કરતાં ઘસાઇને ઉજળા બનીને મરીયે. નિવૃત્તિમાં આપણને
> ગમે તેવી પ્રવૃત્તિ કરીએ.
>
> પેનશન સરકારે આપ્યું છે તે ભલે આર્થિક હોય પ્રભુએ આપેલા ૬૦
> વર્ષ પછીનાં વર્ષોનું જીવન પેનશનનો ઉપયોગ કરીએ. યાત્રા કરી લઇએ. હરિને મળવાનું દ્વાર
> હરિદ્વાર છે તેનાં દર્શન કરી લઇએ. ભાગવત સપ્તાહોમાં ઘ્યાન આપીએ. પ્રભુને મળવા રોજ દેવાલયોમાં
> જઇને મોંઘી જીન્દગી આપવા બદલ આભાર માની લઇએ. જેથી મોક્ષ થઇ જાય.
>
> મૃત્યુ પછી આ માનવ દેહ રાખ થઇ નકામો થઇ જશે. આ રાખ ને કોઇ અડકશે
> નહિ. પુત્રો મિલકતની વહેંચણીમાં પડી જવાના. પત્ની આખર બારણા સુધી આવજો કહેવા આવવાની
> માટે સેવાનું નિમિત્ત બનીયે.
>
> જે જીવનને મૂલ્ય નિષ્ઠા ઘ્યેય નિષ્ઠા આપી દેહને શણગારીયે !
>
>
>
>  
>
> મિષ્ટાનનો જમણવાર તમારી પાછળનાં સ્વજનો કદાચ કરશે. પણ જીવતા
> જીવે સદકાર્યોનાં મિષ્ટાનનો જમણવાર કરતા જઈએ. સદગત આત્માના મૃત્યુ પાછળ ગાયના પૂંછડે
> પાણી પીવડાવવા કરતાં જ ગૌ સેવા કરીએ
>
> .
>
> રક્તદાન, દેહદાન, કીડની દાન, અન્ન દાન, પુસ્તકોનું દાન કરી
> માનવ દેહને સાર્થક બનાવીએ.
>
> પરમાત્મા સાથે સંબંધ રાખવાથી જીવન અને મરણ સુધરે છે. જીવનો
> જગત સાથે સંબંધ કાચો છે. પરમાત્મા સાથે સંબંધ કાયમી સાથેનો છે. મારા પછી શું થશે ?
> આવો ભ્રમ કાઢી નાખો. જગત અને સંસાર છે. ચાલવાનો, કોઇના વીના આ સંસાર અટકવાનો નથી.
>
> જન્મ થયો ત્યારે કોઇ આપણું કયાં હતું પછી જ પુત્રો આવ્યા ને
> ભાઈ !
>
>  
>
> જીવનની અંતીમ ક્ષણોમાં મન પ્રભુને ત્યાં પહોંચી જાય તેવું જીવન
> જીવો. મરતા પહેલાં વેર અને વાસનાને ભૂલો.
>
>  
>
> મરણને મંગલમય બનાવવા પ્રભુ સિવાય આપણો આરો કયાં છે ?
>
>
>
>  
>
> કમનસીબે આજે સંયુકત પરિવારોમાં કુટુંબના વડલા નીચે જે વ્યકિતàª"
> કિલ્લોલ કરતી હસતી તે ભાવના àª"દ્યોગિક યુગમાં લુપ્ત બની છે. આજે વૃદ્ધો કોઇને ગમતા નથી
> ભાઈ. તમારે ગમાડીને શું કામ છે.
>
> વડીલોએ જીન્દગીનાં અંતિમ સીડીનાં પગથિયાં યાદ રાખવા જેવાં છે.
>
>
>
>
> (૧) સંતાનો ન પૂછે ત્યાં સુધી સલાહ આપશો નહિ. આજે શિખામણો કોઇને
> ગમતી નથી. (૨) તમારી મિલકત બંગલો, ગાડી, ડીપોઝીટો જીવતાં જીવે કોઇને આપશો નહિ. આખરી
> વ્યવસ્થા માટે વસિયત નામુ અવશ્ય કરવું. (૩) માનસિક શાંતિ કેળવવી, ધાર્મિક પુસ્તકોને
> મિત્ર બનાવો. (૪) ઘરમાં કચકચ કરવી નહીં. તેલ, તળેલું, મીઠું, જંક ફુડ ત્યજો,. (૫) નિવૃત્તિ
> એટલે મનગમતી પ્રવૃત્તિ. (૬) ‘ઘરડો થયો છું’ એવું માનવું જ નહિ. ભલે શરીર ઘરડું બન્યું.
> મનને યુવાન રાખો.
>
>  
>
> નિવૃત્તિ એ જીવનનો બદલાવ છે. વૃદ્ધ થતાં શીખવું પડશે. વૃદ્ધ
> થયા રોગો આવવાના જ. યુવાનીમાં જીભના ચટકા કર્યા હવે જીભને થોડો આરામ આપીયે. ચટકા, મટકા
> ખાટો દુઃખ પહોંચાડશે.
>
> કાનમાં બહેરાશ, àª"છું દેખાય, હાથ ઘુ્રજે, લાળ પડવાની, જીભ થોથરાવાની
> હિમત રાખી ઉપાય કરો. મારા ભાઈàª" ! નિસાસા ના નાખો.
>
> તમારા નિસાસા સાંભળવાનો કયાં સમય છે ?
>
> ----------------------------------------------------------
>
>
>
> Glitter Graphics
>

__._,_.___
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (2)
Recent Activity:
MARKETPLACE


.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...