[Gujarati Club] ઘડપણ


ઘડપણ એ જીવનની અનિવાર્ય પરિસ્થિતિ છે.

 

ઘડપણ એ જીવનની અનિવાર્ય પરિસ્થિતિ છે. ઘડપણ તો આવવાનું જ છે. આજકાલ આઘુનિક ટેકનોલોજીની કારણે વય મર્યાદા લગભગ સીત્તેરે પહોંચી છે. જીવન છે તો ઘડપણ છે. પ્રભુએ માનવને કેવું દિવ્ય જીવન આપ્યું છે. ઘડપણ નો તો માણસે મહોત્સવ ઉજવવાની જરૂર છે. ઘડપણ કોણે મોકલ્યું ભાઈ હવે સંભળાતું નથી. મારૂ કોઇ ઘરમાં સાંભળતું નથી. હવે મારૂ શું થશે ? આવા નિસાસા પ્રભુને ગમે ? તમોને આ પૃથ્વી ઉપર પ્રભુએ મોકલ્યા ત્યારે કેવો આનંદ ઘરમાં થયો હતો. બધા બાબો આવ્યો બાબો આવ્યો. કહી નંદ મહોત્સવ ઉજવતા હતા. હવે જતા જતાં અંતિમ યાત્રામાં લોકો તમારો ઉત્સવ ઉજવે તેવું દિવ્ય જીવન જીવોને ભાઈ.

 

પ્રભુને તો નિજા આનંદ કરતો અને પ્રભુના ગુણલા ગાતો માનવ ગમે છે.

 

હવે મને પ્રભુ બોલાવી લે, હું કટાળી ગયો છું !

 

આવા નિસાસા એ પ્રભુનું અપમાન છે. મૃત્યુને મંગલમય બનાવીએ.

 

એક ને એક દિવસ બધાએ પ્રભુને ઘેર જવાનું છે. પ્રત્યેક માનવની પાછળ એકસપાઇરી ડેટ દવાની માફક પ્રભુએ લખી દીધી છે. વહેલા એકસપાયર કેમ થવાય ? પ્રભુને ગમે તેવાં રૂડાં કામ કરી લઇએ જેની ઘેર અંતે જવાનું છે તેને વ્હાલા થઇ જઈએ. એ આપણને હરખથી વ્હાલથી બોલાવે તેવાં કામ કરી લઇએ. માનવ થઇને જનમ્યા તો માનવ બનીએ. માનવ દેહમાં હોઇએ ત્યાં સુધી કોઇના ખપમાં આવી જીવનને દીપાવીએ !

 

કટાઈ ને મરવા કરતાં ઘસાઇને ઉજળા બનીને મરીયે. નિવૃત્તિમાં આપણને ગમે તેવી પ્રવૃત્તિ કરીએ.

પેનશન સરકારે આપ્યું છે તે ભલે આર્થિક હોય પ્રભુએ આપેલા ૬૦ વર્ષ પછીનાં વર્ષોનું જીવન પેનશનનો ઉપયોગ કરીએ. યાત્રા કરી લઇએ. હરિને મળવાનું દ્વાર હરિદ્વાર છે તેનાં દર્શન કરી લઇએ. ભાગવત સપ્તાહોમાં ઘ્યાન આપીએ. પ્રભુને મળવા રોજ દેવાલયોમાં જઇને મોંઘી જીન્દગી આપવા બદલ આભાર માની લઇએ. જેથી મોક્ષ થઇ જાય.

મૃત્યુ પછી આ માનવ દેહ રાખ થઇ નકામો થઇ જશે. આ રાખ ને કોઇ અડકશે નહિ. પુત્રો મિલકતની વહેંચણીમાં પડી જવાના. પત્ની આખર બારણા સુધી આવજો કહેવા આવવાની માટે સેવાનું નિમિત્ત બનીયે.

જે જીવનને મૂલ્ય નિષ્ઠા ઘ્યેય નિષ્ઠા આપી દેહને શણગારીયે !

 

મિષ્ટાનનો જમણવાર તમારી પાછળનાં સ્વજનો કદાચ કરશે. પણ જીવતા જીવે સદકાર્યોનાં મિષ્ટાનનો જમણવાર કરતા જઈએ. સદગત આત્માના મૃત્યુ પાછળ ગાયના પૂંછડે પાણી પીવડાવવા કરતાં જ ગૌ સેવા કરીએ

.

રક્તદાન, દેહદાન, કીડની દાન, અન્ન દાન, પુસ્તકોનું દાન કરી માનવ દેહને સાર્થક બનાવીએ.

પરમાત્મા સાથે સંબંધ રાખવાથી જીવન અને મરણ સુધરે છે. જીવનો જગત સાથે સંબંધ કાચો છે. પરમાત્મા સાથે સંબંધ કાયમી સાથેનો છે. મારા પછી શું થશે ? આવો ભ્રમ કાઢી નાખો. જગત અને સંસાર છે. ચાલવાનો, કોઇના વીના આ સંસાર અટકવાનો નથી.

જન્મ થયો ત્યારે કોઇ આપણું કયાં હતું પછી જ પુત્રો આવ્યા ને ભાઈ !

 

જીવનની અંતીમ ક્ષણોમાં મન પ્રભુને ત્યાં પહોંચી જાય તેવું જીવન જીવો. મરતા પહેલાં વેર અને વાસનાને ભૂલો.

 

મરણને મંગલમય બનાવવા પ્રભુ સિવાય આપણો આરો કયાં છે ?

 

કમનસીબે આજે સંયુકત પરિવારોમાં કુટુંબના વડલા નીચે જે વ્યકિતઓ કિલ્લોલ કરતી હસતી તે ભાવના ઔદ્યોગિક યુગમાં લુપ્ત બની છે. આજે વૃદ્ધો કોઇને ગમતા નથી ભાઈ. તમારે ગમાડીને શું કામ છે.

વડીલોએ જીન્દગીનાં અંતિમ સીડીનાં પગથિયાં યાદ રાખવા જેવાં છે.

(૧) સંતાનો ન પૂછે ત્યાં સુધી સલાહ આપશો નહિ. આજે શિખામણો કોઇને ગમતી નથી. (૨) તમારી મિલકત બંગલો, ગાડી, ડીપોઝીટો જીવતાં જીવે કોઇને આપશો નહિ. આખરી વ્યવસ્થા માટે વસિયત નામુ અવશ્ય કરવું. (૩) માનસિક શાંતિ કેળવવી, ધાર્મિક પુસ્તકોને મિત્ર બનાવો. (૪) ઘરમાં કચકચ કરવી નહીં. તેલ, તળેલું, મીઠું, જંક ફુડ ત્યજો,. (૫) નિવૃત્તિ એટલે મનગમતી પ્રવૃત્તિ. (૬) 'ઘરડો થયો છું' એવું માનવું જ નહિ. ભલે શરીર ઘરડું બન્યું. મનને યુવાન રાખો.

 

નિવૃત્તિ એ જીવનનો બદલાવ છે. વૃદ્ધ થતાં શીખવું પડશે. વૃદ્ધ થયા રોગો આવવાના જ. યુવાનીમાં જીભના ચટકા કર્યા હવે જીભને થોડો આરામ આપીયે. ચટકા, મટકા ખાટો દુઃખ પહોંચાડશે.

કાનમાં બહેરાશ, ઓછું દેખાય, હાથ ઘુ્રજે, લાળ પડવાની, જીભ થોથરાવાની હિમત રાખી ઉપાય કરો. મારા ભાઈઓ ! નિસાસા ના નાખો.

તમારા નિસાસા સાંભળવાનો કયાં સમય છે ?



------------------------------------------------------------------------



No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...