[F4AG] રૂપિયાનું રેડિયો-સ્ટેશન

 

રૂપિયાનું રેડિયો-સ્ટેશન

Rajiv Bhalani
આર્થિક મુશ્કેલીમાં ફસાયેલા મોટા ભાગના લોકોની માનસિક સ્થિતિ બંટી જેવી હોય છે. એ લોકો વિચારતા હોય છે કે લોકોના ઘરમાં આટલાં બધા રૂપિયા આવે છે તો મારા ઘરમાં કેમ નથી આવતા? અભણ લોકો ધનવાન બની જાય છે, બુદ્ધિનો છાંટોયે ન હોય એવા લોકો ધનવાન બની જાય છે, અરે કેટલાંક વિચિત્ર લોકોનાં ઘરમાં પણ ઢગલાબંધ રૂપિયા આવે છે, તો મારા ઘરમાં કેમ નથી આવતા?

radioબંટી સોસાયટીમાં દાખલ થયો. બે-ત્રણ ઘરોમાંથી ઓલ ઇન્ડિયા રેડિયો ઉપર વાગતા કર્ણપ્રિય ગીતો સંભળાઇ રહ્યા હતા. પોતાના ઘરમાં દાખલ થતાં જ બંટીએ રેડિયો ચાલુ કર્યો. રેડિયોમાં સમાચાર આવતા હતા. થોડીવારમાં તો બંટી કંટાળી ગયો. વિચારવા લાગ્યો કે આ બધા પડોશીઓને ત્યાં સરસ મજાના ગીત વાગે છે તો મારા રેડિયામાં એ ગીતો કેમ નથી આવતા? એના લાખ પ્રયાસો છતાં ગીતો ન જ વાગ્યા.

જેને ત્યાં પોતાની પસંદગીના ગીતો વાગતા હતા, એ તમામ બંટીને બેવકૂફ લાગ્યા. એ તમામ પડોશીઓની એને ઇર્ષ્યા થઇ-પણ છતાં પોતાનાં રેડિયોમાં તો એ ગીતો ન જ વાગ્યા. છેવટે કંટાળીને, હારી-થાકીને એણે ઈશ્વરને આજીજી કરી જોઇ, પરંતુ એ ગીતો ન જ વાગ્યા.

તમને કદાચ આ બંટીની નાદાની જોઇને હસવું આવતું હશે. મનમાં થતું હશે કે ભલા માણસ, આટલી બધી માથાકૂટ કરવાની હોય! આના કરતાં તો રેડિયોનું બટન ઘુમાવી, એને ઓલ ઇન્ડિયા પર ટ્યૂન કરી દીધો હોત તો ક્યારનાયે એ ગીતો એના રેડિયામાં વાગવા માંડ્યા હોત.

સ્વાભાવિક છે કે બંટીની આ મૂર્ખામી પર આપણને હસવું આવે પણ તમે જાણો છો, બંટી જે ભૂલો ગીતો વગાડવામાં કરતો હતો એ જ ભૂલ મોટા ભાગના લોકો જિંદગીભર કર્યા કરતા હોય છે. આ ભૂલ થતી હોય છે, પૈસા કમાવાની બાબતમાં. ઘણાં લોકોને તો ખ્યાલ પણ નથી હોતો કે પોતે આ ભૂલ કરી રહ્યાં છે, જેના કારણે એ ભૂલ ચાલુ જ રહે છે અને એના કારણે આર્થિક સંકડામણ ચાલુ રહે છે. કેવી રીતે?

દરેક રેડિયો સ્ટેશન પરથી પ્રસારિત થતાં ગીતોના ઘ્વનિતરંગો એક ખાસ ફ્રિકવન્સી પર અવકાશમાં હાજર જ હોય છે, પણ જ્યાં સુધી આપણાં રેડિયોનું રિસીવર એ ફ્રિક્વન્સી પર સેટ ન થયું હોય ત્યાં સુધી એ ઘ્વનિતરંગો રેડિયોની આસપાસ હોવા છતાં ગીત સ્વરૂપે સંભળાતા નથી. જેવો આપણો રેડિયો એ ફ્રિક્વન્સી પર સેટ થાય કે તરત જ એ ગીતો આપણાં રેડિયોમાં પણ સંભળાવા લાગે.

આર્થિક મુશ્કેલીમાં ફસાયેલા મોટા ભાગના લોકોની માનસિક સ્થિતિ બંટી જેવી હોય છે. એ લોકો વિચારતા હોય છે કે લોકોના ઘરમાં આટલાં બધા રૂપિયા આવે છે તો મારા ઘરમાં કેમ નથી આવતા? અભણ લોકો ધનવાન બની જાય છે, બુદ્ધિનો છાંટોયે ન હોય એવા લોકો ધનવાન બની જાય છે, અરે કેટલાંક વિચિત્ર લોકોનાં ઘરમાં પણ ઢગલાબંધ રૂપિયા આવે છે, તો મારા ઘરમાં કેમ નથી આવતા?

તીવ્ર ઇચ્છા હોવા છતાં, જરૂર હોવા છતાં નથી આવતા. બુદ્ધિ ઘસી નાખે છે તોય નથી આવતા, કુનેહપૂર્વક આયોજનો કરે છે, મહેનત કરે છે- તનતોડ મહેનત કરે છે છતાં નથી આવતા. છેવટે થાકીને ઈશ્વરને આજીજી કરવા છતાં નથી આવતા. આવું કેમ થાય છે?

જવાબ બહુ સાદો છે, છતાં સમજવા જેવો છે. પોતાના ખિસ્સામાં કે ઘરમાં પૈસા લાવવા માટે આટલી બધી માથાકૂટ કરતાં પહેલા જો પોતાની જાતને 'રૂપિયાના રેડિયો સ્ટેશન' પર સેટ કરી દીધી હોત તો રૂપિયાનો પ્રવાહ ક્યારનોયે પોતાનાં ઘરમાં પણ ચાલુ થઇ ગયો હોત. ધન પણ એક ઊર્જા છે.

ગીતોના ઘ્વનિતરંગો જે રીતે આપણી આસપાસ અદ્રશ્ય સ્વરૂપે વહેતા જ હોય છે, હાજર જ હોય છે તેમ સમૃદ્ધિની ઊર્જા પણ આપણી આસપાસ અદ્રશ્ય સ્વરૂપે વહેતી જ હોય છે, હાજર જ હોય છે. જો આપણાં રેડિયોમાં ઓલ ઇન્ડિયા રેડિયોના ગીતો ન વાગતા હોય તો એનો અર્થ એ છે કે આપણો રેડિયો એ સ્ટેશન પર આપણે ટ્યૂન નથી કર્યો, એ જ રીતે જો આપણાં જીવનમાં જો રૂપિયાનો પ્રવાહ ન આવતો હોય તો એનો અર્થ એ છે કે આપણે આપણી જાતને 'રૂપિયાના રેડિયો સ્ટેશન' ઉપર ટ્યૂન નથી કરી.

જે લોકો આર્થિક રીતે ખૂબ સમૃદ્ધ છે તેઓ જાણ્યે -અજાણ્યે પોતાની જાતને 'રૂપિયાના રેડિયો સ્ટેશન' પર સેટ કરીને બેઠા હોય છે. તમે પણ આમ નહીં કરો ત્યાં સુધી ગમે એટલી ઇચ્છા, આયોજન અને મહેનત કરવા છતાં રૂપિયાનો સતત પ્રવાહ મેળવી શકાતા નથી. ખુશીની વાત એ છે કે દરેક માણસ જો ઇચ્છે તો પોતાને 'રૂપિયાનો રેડિયો સ્ટેશન' ઉપર સેટ કરી શકે છે.

એ કામ શીખી શકાય તેવું છે. જો એ શીખી લો તો આર્થિક મુશ્કેલીઓમાંથી જરૂર બહાર નીકળી શકાય અને એમાં માસ્ટરી મેળવી લો તો સમૃદ્ધિ તરફ હરણફાળ પણ લાગી જાય. તો ચાલો જોઇએ કે આ 'રૂપિયાનું રેડિયો સ્ટેશન' શું છે? જાણીશું ફરી ક્યારેક.

સોના મહોર: રેડિયો બદલવાથી કાર્યક્રમો નથી બદલાતા, રેડિયો-સ્ટેશનને બદલવાથી બદલાય છે.


The INTERNET now has a personality. YOURS! See your Yahoo! Homepage.

__._,_.___
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...