[Gujarati Club] Please read new posting: March 1st.,2010. a beautiful Gazal.. થયું ! .

 

Dear Friends,
                   Please read a new posting today in "PHOOLWADI"  a beautiful Gazal..  થયું ! 

શી ખબર, શી લાગણી ઉન્માદમાં છલકી પડી,
તે પછી તો વાતવાતે આ 'તમે'નું "તું "થયું!

Read more

 
Also read a site for Children.."બાળ-ફૂલવાડી"
http://vishvadeep.gujaratisahityasarita.org/
 
 
 
 આપના અમૂલ્ય પ્રતિભાવો જરુર આપશો.
 
Thank you in advance for your great support
 
Vishwadeep

__._,_.___
.

__,_._,___

[F4AG] No commonents (It's weird world)

 
__._,_.___
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
.

__,_._,___

[Gujarati Club] લાઇનમાં ઊભા રહેવાની ‘કળા’

 







 

લાઇનમાં ઊભા રહેવાની 'કળા'

Manish Mehta, Aerial View
એક નાગરિક તરીકે કે એક કર્મચારી તરીકે આપણે જાહેરજીવનમાં કે ઓફિસમાં કેટલી શિસ્ત પાળીએ છીએ? અરે, એ વાત જવા દો. કોઇકને સમય આપ્યો હોય એ મામલામાં આપણે સમયસર પહોંચીએ છીએ?


queueઆજેય આપણે શિસ્તની બાબતમાં બ્રિટિશરોને યાદ કરીએ છીએ. આપણામાં શિસ્તનો સદંતર અભાવ છે એ આપણે તો ભલભલા લોકો સમક્ષ કબૂલી લઇએ છીએ, પણ બ્રિટનના ઇમિગ્રેશન ખાતાને આ 'સત્ય' હવે હાથ લાગ્યું છે. એ 'સત્ય' એ છે કે બ્રિટનમાં રહેવા (રહી પડવા) આવનારા લોકો લાઇનમાં ઊભા રહેતા નથી. પહેલા લાઇનમાં ઊભા રહે તો ત્યાં સખણાં ઊભા રહે ને?


એક નાગરિક તરીકે કે એક કર્મચારી તરીકે આપણે જાહેરજીવનમાં કે ઓફિસમાં કેટલી શિસ્ત પાળીએ છીએ? અરે, એ વાત જવા દો. કોઇકને સમય આપ્યો હોય એ મામલામાં આપણે સમયસર પહોંચીએ છીએ?


બ્રિટનના ઇમિગ્રેશન ખાતાએ હમણાં રસપ્રદ નિરીક્ષણ કર્યું છે અને હવે એના આધારે તેમણે ઇમિગ્રન્ટસ સાથે કડકાઇ રાખવાનું નક્કી કર્યુ છે. તેમને એવું જાણવા મળ્યું છે કે (હા, સંશોધનના આધારે. એ પણ એક શિસ્ત જ છે ને? જે કંઇ કરવું એ ઉભડક નહિ પણ પૂરું રિસર્ચ કરીને કરવું એ બ્રિટિશ સ્વભાવ છે) બ્રિટનમાં રહેવા આવતા લોકો અહીં આવીને લાઇનમાં ઊભા રહેવા જેવી સામાન્ય શિસ્ત પણ જાળવતા નથી અને એટલે ઘણી બધી સમસ્યા ઊભી થાય છે અને તેનાથી બ્રિટિશરોની આખી લાઇફસ્ટાઇલ ઉપર ખતરો આવી ગયો છે.


લાઇનમાં ઊભા રહેવું એ બ્રિટિશરોની આદત છે અને આપણી આદત છે ન ઊભું રહેવું. આપણી આદતને કારણે આજે બ્રિટિશરોની સૈકાઓ જૂની સંસ્કતિ જોખમમાં આવી ગઇ છે.
અરે અં, આપણા માણસો જાય એટલે પછી કંઇ કહેવાનું હોય? ખરેખર તો હવે આટલા વર્ષે બ્રિટિશરોને લાઇન તોડતા આવડી જવું જોઇતું હતું.


પણ એવું નથી થયું. કૃપયા પ્રતિક્ષા કિજીએ આપ કતાર મેં હૈ! આ વાક્યને કારણે બીએસએનએલનો નફો કેટલો ઘટ્યો એ એક તપાસનો વિષય છે. કતાર મેં રહીએ એવું કહે એટલે ભારતીય હોય એનું ફટકે! અરે, આ લાઇનમાંથી ક્યારે ઊંચા આવીશું? એમ કહીને ફોન પછાડે.



આમ તો બ્રિટિશરો આપણને સદીઓથી જાણે છે. આપણે ત્યાં શિસ્તનો અભાવ હતો એટલે તો આટલા વર્ષો આપણા પર રાજ કરીને ગયા. આ તો શું મૂળભૂત રીતે આપણે લાઇનના નહિ, પણ ટોળાના માણસ. એ તો એક (એકલા) ગાંધીજી મળ્યા આ દેશને અને તેની પાછળ લોકોએ ટોળામોઢે ઝુંબેશ ચલાવી એટલે આ દેશ આઝાદ થયો.


કદાચ લાઇન લગાવી હોત તો બ્રિટિશરોને જલ્દી અસર થાત! શું કહો છો? આ તો એક વાત છે...


૯૧ ટકા બ્રિટિશરોને લાઇનમાં ઊભા ન રહેનાર પ્રત્યે ભયંકર ચીડ છે. જો કોઇ વ્યક્તિ લાઇનમાં ઊભા રહેવાને બદલે કે પછી જમ્પ કરીને (ગુપચાવીને) બીજાને ઉલ્લુ બનાવવાની કોશિશ કરે તો બ્રિટનમાં રહેતી વ્યક્તિ એ મામલે ઝઘડો કરી બેસે છે.


શિસ્તમાં સમજનારને ચીડ ચડે એ સ્વાભાવિક છે. પણ આપણે તો અલગારી. લાઇન-બાઇન વળી શું? સેંકડો લોકો લાઇનમાં ઊભા હોય એ જોઇને પણ છેક સાપસીડી ચઢતો હોય એમ, આખી લાઇનને ચાતરીને છેક આગળ પહોંચીને પછી કહેશે, 'એમ આ લાઇન એની જ છે? મને તો ખબર ન નહિ'


કેટલાક હોશિયાર લોકો તો લાઇનમાં ન ઊભા રહેવા માટે એટલા અખાડા કરે કે ન પૂછો વાત. કોઇને ફોન કરીને લાગવગ લગાવશે. કેટલાય પાછા એવુંય માનતા હોય કે પોતે વીઆઇપી છે અને 'હમ જહાં ખડે રહેતે હૈ, લાઇન વહાં સે શુરુ હોતી હૈ' એવો ફાંકો હોય છે. સીટી બસમાં આગળના દરવાજેથી ઉતરવાનું હોય છે, પણ ધરાર આગળના દરવાજેથી ન ઉતરે.


એવી જ રીતે ભીડ હોય તો આગળના દરવાજેથી ઘૂસ મારી દે. લગ્નના બુફેમાં થતી લાઇનો આપણે જોઇએ જ છીએ ને? હાથમાં પકડેલી ડિશ છલોછલ ભરેલી હોય એ પાછો વરચેથી ઘૂસીને એંઠા હાથ અડાડીને કહેશે 'જરા દાળ જ જોઇતી હતી, લઇ લઉ છું'


મૂળ મુદ્દે આ આપણી રાષ્ટ્રીય સમસ્યા છે એ વાત તો નક્કી. એમાં ભાગ્યે જ કોઇ ના પાડશે પણ લાઇનમાં ઊભા રહેવા માટે તો તૈયાર નહિ જ થાય. આપણી સમસ્યા હવે બ્રિટનની રાષ્ટ્રીય સમસ્યા બની ગઇ છે. મુંબઇમાં રહેતો માણસ ઘડિયાળને મિનિટોમાં સમજે છે.


રોજબરોજની લાઇફમાં સૌથી કમનસીબ વાત હોય તો તે છે ડોક્ટરે આપેલી એપોઇન્ટમેન્ટનો સમય. ડોક્ટરની ક્લિનિકમાં કલાકો સુધી બેઠા પછી વારો આવે. એપોઇન્ટમેન્ટ આપી હોય ૧૨.૧૫ની અને ડોક્ટર તમને બોલોવી ૧.૪૫ વાગ્યે. અંદર જાવ ત્યારે પણ મોબાઇલ પર વાતો ચાલતી હોય. એવાય ડોક્ટર્સ છે જે ઓપરેશન થિયેટરમાં ચાલુ ઓપરેશને કોલ (ઇમરજન્સી સિવાયનાય) એટેન્ડ કરે છે.


ખેર, બ્રિટનની વાત પર પાછા ફરીએ તો ઇમિગ્રેશન મિનિસ્ટર ફીલનું કહેવું છે કે વારા પછી વારો અને મારા પછી તારો એવી લાઇનમાં ઊભા રહેવાની સિસ્ટમથી અમારો દેશ એકસૂત્રે બંધાયેલો છે. બહારથી આવનારા લોકો એમાં ભંગાણ પાડી રહ્યા છે એટલે તેમને હવે લાઇનમાં ઊભા રહેતા શિખવવું પડશે. એ બધી વાત સાચી વડીલ પણ એવું કરવાની આપણી લેન નહિ ને?
 



--
"If we fight, we may not always win, but if we don't fight, we will surely lose."
ARVIND.
arvind.arvind1uk@gmail.com
My Blogs,
http://greatgujarat.blogspot.com/
http://dreamsatdawn.blogspot.com/

__._,_.___
.

__,_._,___

[F4AG] આનંદ, પરમાનંદ અને અત્યાનંદ

 

આનંદ, પરમાનંદ અને અત્યાનંદ

Kanti Bhatt
મન જ્યારે વિચારશૂન્ય થઈ જાય છે ત્યારે બહારના સ્થૂળ પદાર્થોનું મહત્વ રહેતું નથી. આ અવસ્થામાં બધી જ ઈન્દ્રિયો મનમાં લીન થઈ જાય છે અને તેને 'બ્લિસ' કહે છે.girl


BLISS
Take me o mother to those shores
where strifes forever cease
Beyond all sorrows beyond tears
Beyond all every earthly-bliss
May the wind blow us bliss
May the days be blissfull on us
And the night approach blissfully
And blissfully the dawn glow
Swami Vivekanand


હરખે આંખલડી ભીંજાય રે, નેહે નેણ નમેરે, મારા ડાબા ફરુકેસે અંગરે... ભાઈની બહેન તેના પુત્ર કે પુત્રીનાં લગ્નની કંકોત્રી લખે છે ત્યારે હરખમાં જે ગીત ગાય છે તે હરખવાળું ગીત આનંદનું હોય છે, પરમાનંદનું હોય છે કે અંગ્રેજીમાં જેને બ્લિસફુલ કહે છે તેવું હોય છે કે એક્સટસીવાળું હોય છે?


એ તો માત્ર ભાઈની બહેના કરી શકે. સ્વામી વિવેકાનંદે તો છેક ૧૮૯૫માં ઉપરની કવિતા ન્યુ યોર્કમાં લખેલી ત્યારે તેમણે જે 'બ્લિસ'ની વાત કરેલી તે પરમ આઘ્યાત્મિક આનંદની વાત હતી.


ભગવાન બુદ્ધથી માંડીને મહર્ષિ અરવિંદ અને પ્રશ્નોપનિષદમાં આ 'બ્લિસ'ની વાત કહી છે. અથર્વવેદમાં પરમાનંદની વાત છે. પ્રશ્નોપનિષદમાં બ્લિસ વિશે લખ્યું છે-'જ્યારે મન વશમાં હોય છે ત્યારે સપનાં દેખાતાં જ નથી. આપણા શરીર-મનમાં ત્યારે આત્માની અનુભૂતિ થાય છે આ સ્થિતિને બ્લિસ કહે છે.'


આજે શહેરી માનવ ઉપર મોટામાં મોટો સિતમ હોય તો બહારનો ઘોંઘાટ હોય છે. ૨૪ કલાક સતત કોઈ ને કોઈ વાહનનો કે પાડોશીના ઘરમાં ગંધારા પેઈન્ટની શોભા માટે રિનોવેશન થાય છે ત્યારે હથોડા ટિપાય છે તેનો ઘોંઘાટ હોય છે. શહેરી માનવનું મન એક ઈચ્છા, અબળખા, ઈર્ષ્યા અને બીજા ભાવોથી અશંત હોય છે.


ત્યારે સ્વામી વિવેકાનંદે ભાખેલા બ્લિસની આજે ૨૧મી સદીમાં ખૂબ જરૂર છે. બ્લિસને સંસ્કતમાં સુષુપ્તિ કહે છે. ગુજરાતીમાં શબ્દાર્થ કરીએ તો બ્લિસ એટલે પ્રહર્ષ પરમાનંદ પ્રસન્નતા સ્વર્ગીય સુખ, કે કલ્યાણ જ કલ્યાણનો અર્થ કરીએ છીએ. અથર્વવેદમાં પ્રાર્થના છે: 'હે જનની! આ પૃથ્વી ઉપરના તમામ ખેલો મેં જોયા છે.


હું ખોટા આનંદોમાં ભટક્યો છું. તેમાં બંધાયો છું. મારી આ સાંકળ તોડીને મને મુકત કરીને સાચા પરમાનંદનો અનુભવ કરાવ.' મહર્ષિ અરવિંદે બ્લિસ કે પરમાનંદની લાંબી વ્યાખ્યા કર્યા પછી એક સરસ ટૂંકા વાકયમાં કહેલું Bliss is a total Loss of Mind.


મન જ માંકડું છે. તે માનવીને ભટકાવે છે. જ્યારે મન છૂમંતર થઈ જાય ત્યારે માનવી પરમશાંતિ-પરમાનંદ ભોગવે છે. શું મનને, વિચારોને થોડી થોડી વાર વનવાસ દઈ
શકો છો?


યોગમાં ત્રણ અવસ્થા પૈકીની એક અવસ્થા છે તે શું છે? મન જ્યારે વિચારશૂન્ય થઈ જાય છે ત્યારે બહારના સ્થૂળ પદાર્થોનું મહત્વ રહેતું નથી. આ અવસ્થામાં બધી જ ઈન્દ્રિયો મનમાં લીન થઈ જાય છે અને તેને બ્લિસ કહે છે.


કાંઈ નહીં તો આ રવિવારે આ વાચતાં વાચતાં તમે બહારની તમામ આધિ-ઉપાધિથી અલિપ્ત થઈ જાઓ. ઘોંઘાટ તરફ ઘ્યાન ન આપો. તમે તમારી પાસે જ આવી જાઓ. તમે પોતે જ એ બ્લિસનો ઈન્સ્ટેટલી અનુભવ કરશો. અને જો તમે સ્વામી વિવેકાનંદ, અથર્વવેદ, પ્રશ્નોપનિષદ કે ભગવાન બુદ્ધને વાંચ્યા હશે તો આખરે તમે એક્સટસીમાં અત્યાંનદની હાલતમાં આવશો જ.


તો તમે તમારા ઉપર ઉપકાર કર્યો ગણાશે. કારણ કે તમને સૌથી વધુ પીડનાર તમે જ છો. પશ્વિમના લોકો તો બ્લિસને 'એકસ્ટ્રીમ સ્ટેટ ઓફ હેપ્પીનેસ' કહે છે. અત્યાનંદને એક્સટસી કહે છે-પરંતુ પછી બ્લિસ શબ્દનો ઘણો દુરુપયોગ કર્યો છે.


ઈગ્લેંડમાં એક પોપ સંગીત ગાનારી ટોળીએ તેનું નામ 'બ્લિસ' રાખ્યું છે. બ્રિટનની એક મ્યુઝિક ચેનલનું નામ 'બ્લિસ' રાખ્યું છે. માર્વેલ કોમિક્સ નામના પ્રકાશન 'યુનિવર્સ'માં એક વંઠેલા જંતુનું નામ બ્લિસ રાખ્યું છે!


જેમને એક્સટસી વિશે જાણવાની ખૂબ ભૂખ હોય તે ડો. જાલજા હોન હેમનું પુસ્તક 'ધ હંગર ફોર એક્સટસી' મગાવી લે. ડો. દીપક ચોપરાએ આ પુસ્તક વાંચીને તેનાં વખાણ કરતાં લખ્યું છે કે 'આજે આખું જગત એક સાત્વિક પરમ આનંદ માટે વલખાં મારે છે.


આ પુસ્તક (ધ હંગર ફોર એક્સટસી) વાચકને પરમાનંદ વિશે સ્ફોટ પાડે છે એટલું જ નહીં તેની મનની બીમારી દૂર કરે છે. રજનીશને નારગોળ ખાતેની આઘ્યાત્મિક શિબિરમાં તેઓ ભકતોની ઉપર શક્તિપાતનો પ્રયોગ કરતા હતા ત્યારે ૧૯૭૦માં તેમને કોઈએ 'બ્લિસ' વિશે પૂછેલું.


ત્યારે રજનીશ ૫૫૦ જેટલા ડોકટરો, વકીલો, પ્રાઘ્યાપકો, પ્રાઘ્યાપિકાઓ, વેપારીઓ, પરણેલી, કુંવારી બહેનોએ તમામને દરિયાકિનારે કહેલું કે 'અસ્તિત્વનો સતત આનંદ ભોગવો તે બ્લિસ છે!' ત્યાં તેમણે દિવ્યાનંદ પામવાનો ઈન્સ્ટંન્ટ નુસખો પણ બતાવેલો તે આવો છે:


'બ્લિસની હાલત પામવાની પ્રથમ શરત એ છે કે તમારે તમારી તમામ શક્તિ દાવમાં લગાવી દેવાની છે. શ્વાસને અંદર બહાર કાઢીને થાકી જવાય તો પણ એ ક્રિયા ચાલુ રાખવાની છે. પરમાત્માને (બ્લિસ) પામવાનો આ મોટો જુગાર છે... યહાં સબ દાવ પે લગાના હૈ... જો પૂરા લગાયેગા વોહી પૂરા પાયેગા! ઈચભર બચાયા તો ચૂક સકતે હૈ...'


આજે માનવીને જાણ નથી કે તેનામાં આ પરમાનંદ મેળવવાની કેટલી અગાધ શક્તિ છે. માત્ર તેની જાણ થવી જોઈએ. તો ઈન્સ્ટંટ આનંદથી ભરાઈ જઈ શકાય છે. ડો. વસંત જોષીએ રજનીશની સુંદર સંક્ષિપ્ત આત્મકથા લખી છે-ધ લ્યુમિનસ રેબેલ-લાઈફ સ્ટોરી ઓફ મેવેરિક મિસ્ટિક.


આ પુસ્તકમાં ૨૪૨મે પાને સામાન્ય વાચકને પણ રસ પડે તેવો સાચો ટૂચકો છે. માનવીને ખરેખર જાણ નથી કે પોતે શું શું સિદ્ધ કરી શકે છે. પોતે જ સિદ્ધયોગી થઈ શકે છે. રજનીશે અમેરિકન એક્ટ્રેસ ગ્રેટા ગાર્બોનો દાખલો આપેલો.


ગ્રેટા ગાર્બોયુરોપમાં ગરીબ કુટુંબમાં જન્મેલી. ૧૯ની ઉંમર સુધી ગ્રેટા ગાર્બો હેરકટિંગનું કામ કરતી હતી. એ માટે ક્ષુલ્લક મહેનતાણું મળતું. એક વખત એક અમેરિકન ટુરિસ્ટ આવ્યો. તેણે અરીસામાં ગ્રેટા ગાર્બોનો ચહેરો જોયો. તેણે ગ્રેટા ગાર્બોને કહ્યું, 'વેરી બ્યુટિફુલ યોર ફેસ ઈઝ વેરી બ્યુટિફુલ.' ત્યારે ગ્રેટા ગાર્બોએ સામે સવાલ કર્યો'તમે શું વાત કરો છો? હું છ-છ વર્ષથી વાળ કાપવાનું કામ કરું છું કોઈએ મને કદી કહ્યું નથી કે તું બ્યુટિફુલ છો.'


એમ આઈ રિયલી બ્યુટિફુલ? ત્યારે અમેરિકને કહ્યું 'યુ આર રિયલી વેરી બ્યુટિફુલ...' અને ગ્રેટા ગાર્બો ત્યારથી હોલિવૂડ જઈને પ્રખ્યાત હિરોઈન થઈ ગઈ. આવું જ આપણું છે. આપણા પોટેન્શ્યિલની આપણને પૂરી જાણ નથી. એ જાણ થાય તો આપણે બુદ્ધ-પ્રબુદ્ધ બનીને બ્લિસફુલ હાલત પામી શકીએ છીએ.


કવિ કાલિદાસે તો બ્લિસ પાળવા અંગે થોડી આકરી-થોડી મીઠી વાત કરી છે. તેમણે કહેલું કે પ્રિયજનના મરણ વખતે પણ જે સ્થિતપ્રજ્ઞ રહીને શોક કરતો નથી તે કાયમ માટે બ્લિસના દરવાજા ખોલી નાખે છે. અજ્ઞાની લોકો મૃત્યુને પોતાના હૃદયમાં ભોંકાયેલી છૂરી કહે છે.


જ્ઞાની લોકો કહે છે કે મૃત્યુ એ તો તેના શરીરમાં ભેદેલી છૂરી નીકળી ગઈ હોય તેવી અવસ્થાનું બીજું નામ બ્લિસ છે. બીજી મીઠી વાત એ કરી કે ઉજ્જૈનની ક્ષિપ્રા નદીને કાંઠે હંસલાને ગાતા જોઈને અને તેમના બધાના પ્રેમભર્યા પ્રેમગાન-પક્ષીગાન સાંભળીને નદી ઉપરથી વહેતા પવનને તમે બ્લિસ કહી શકો છો.


પવન પણ પક્ષીગાનનાં મધુર ગીતને તમારા કાન સુધી લાવી તમને પરમશાંતિ અને પરમ આહ્લાદ આપે છે. અને 'અમૃતબજાર પત્રિકા' નામના આદર્શ અખબારના તંત્રી મોતીલાલ ઘોષે પંચોતેરની વયે મરણ પથારીએ પડીને જે વાકયો કહેલાં તે તો ખરેખર સોનાના અક્ષરે મઢી રાખવા જેવાં છે-ભારતીય વિદ્યાભવને ૧૯૮૯માં 'ક્રેસડર્સ ઓફ ધ ફોર્થ એસ્ટેટ' નામનું પુસ્તક પ્રગટ કર્યું તેના બાવનમા પાને આ અમર વાક્યો છે:


'હું દુનિયાની વિદાય લઈ રહ્યો છું. મારે કોઈની સામે-જગત સામે ફરિયાદ નથી. હું મારા જીવનની યાત્રામાં હવે ઈચે ઈચે મરી મરી રહ્યો છું. મેં બરાબર આયુષ્ય ભોગવ્યું છે. મેં આ જગતની મીઠાશો પૂર્ણપણે ભોગવી છે. મેં જાગૃત રીતે કોઈ જ પાપ કર્યા નથી... જે જગ્યાએ હું હવે જઈ રહ્યો છું તે પૂર્ણપણે બ્લિસવાળી જગ્યા છે.


તો પછી મારે શું કામ હર્ષોલ્લાસ સાથે ન વિદાય થવું?' કેટલું અદ્ભુત વિદાય-વાક્ય! ડો. વસંત જોષીએ 'ઈફ ઈટ કુડ હેપન ટુ બુદ્ધ, વ્હાય નોટ યુ?' નામના પુસ્તકમાં ૧૧૮મે પાને લખ્યું છે કે 'તમે પણ બુદ્ધ-સ્થિતિ પ્રાપ્ત કરી શકો છો. બુદ્ધનું મૂળભૂત દર્શન એ હતું કે માનવ પોતે જ પોતાનો માસ્ટર બની શકે છે.


જગતમાં માનવ કરતાં વધુ કોઈ શક્તિ નથી કે તે માનવની ડેસ્ટિની (નિયતિ પ્રારબ્ધ-નસીબ) ઉપર કંટ્રોલ કરી શકે. 'ધમ્મપદ'માં બુદ્ધે કહ્યું છે કે One is one's own refuse who else could be the refuge... માણસે આખરે તો પોતે જ પોતાના ઉદ્ધારક બનવાનું છે. કોઈ ત્રીજી વ્યક્તિ જગતમાં નથી જેને આશરે તમે જાઓ. તમારી બ્લિસની હાલત માટે તમારે પોતે તમારો જ આશરો લેવાનો છે. ઓમ્ શાંતિ: શાંતિ: શાંતિ:


Your Mail works best with the New Yahoo Optimized IE8. Get it NOW!.

__._,_.___
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
.

__,_._,___

[F4AG] લોકસાહિત્યના રતન: ભીખુદાન ગઢવી

 

લોકસાહિત્યના રતન: ભીખુદાન ગઢવી

Manoj Shukla
ભારત પાસે એક જ લતા મંગેશકર છે અને ગુજરાતની રંગમંચલક્ષી લોકકલા પાસે એક જ ભીખુદાનભાઇ ગઢવી.


bhikhudan gadhviસૂરજદાદાને પણ ઢાંકી દેવાની પહોંચ ધરાવતો ગરવો ગિરનાર સોરઠની રક્ષા કરતો આજે પણ અડીખમ ઊભો છે. 'ગીરી તળેટી ને કુંડ દામોદર, જ્યાં મહેતાજી નહાવા જાય' ગણગણવાનું મન થાય તેવા ભવ્ય ભૂતકાળના માલિક જૂનાગઢ શહેરમાં કશાય દબદબા વગર સહજ ભાવે વસતા અને વિહરતા ભીખુદાનભાઇ ગઢવીને જ્યારે દિલ્હીની ભારતીય સંગીત નાટક અકાદમી તરફથી ફેલોશિપ (અકાદમી રત્ન) આપવાની જાહેરાત થઇ ત્યારથી મન હરખઘેલું થઇ ગયું છે. આ એવોર્ડ માત્ર એક કલાકારને જ નહીં પણ એક સંસ્કાર પુરુષને મળ્યો છે તેનો અદકેરો આનંદ છે.


હાલના પોરબંદર જિલ્લાના કુતિયાણા તસલુકાના ખીજદડ જેવા મોસાળના નાનકડા ગામમાં તા.૧૯/૯/૧૯૪૮ના રોજ જન્મેલા ભીખુદાનભાઇ સાચા અર્થમાં સાવ ગામઠી વ્યક્તિ રહ્યા છે. બીજા ઉપર પોતાનું જ્ઞાન છાંટવાની જેમને જરાય ઇચ્છા કયારેય નથી હોતી તેવું સરળ વ્યક્તિત્વ ધરાવતા ભીખુદાનભાઇ લોકસાહિત્યના સાચા મર્મજ્ઞ છે.


જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના માણેકવાડા ગામના વતની ભીખુદાનભાઇ પાસેથી વતનપ્રેમ શું ચીઝ છે તે આપમેળે શીખી શકાય છે. તેમણે ધાર્યું હોત તો પોતાની સિદ્ધિ અને પ્રસિદ્ધિના જોરે અમદાવાદ, મુંબઇ કે અન્ય કોઇ મહાનગરમાં સ્થાયી થઇ શક્યા હોત, પરંતુ કોઇ ઝાકમઝોળ તેમને લલચાવી શકી નથી અને વતનને છાતી સરસું ચાંપીને જ લોકકલાને સિદ્ધ કરતા રહ્યા છે.


ગુજરાતને અદ્ભુત લોકકલાકારો મળતા રહ્યા છે. સ્વર્ગસ્થ કાનજી ભુટ્ટા બારોટનો જીથરો ભાભો હજુય ભુલાયો નથી. સ્વ.બચુભાઇ ગઢવીની વાર્તાઓ આજે પણ વિસરાતી નથી. તેનું કારણ કદાચ એ છે કે આ બધામાં ધરતીનો ધબકાર અને સુગંધ ભળેલા હતા.


આ પરંપરાના ભીખુદાનભાઇ એક અગ્રીમ મોભી છે. લોકકલામાં જે રંગમંચલક્ષી કલા 'ડાયરા'ના સ્વરૂપમાં વિકસી છે તેમાં ગાયન, વાદન અને કથન એવા ત્રણ વિભાગો લોકો અને તજજ્ઞો પાડે છે. દા.ત. વાદનમાં ઉસ્તાદ હાજી રમકડુંને સૌ યાદ કરે.


કથનમાં સ્વ.બચુભાઇ, સ્વ.કાનજીબાપાના નામ લેવાય અને ગાયનમાં દિવાળીબહેન ભીલ, પ્રાણલાલ વ્યાસ, હેમંત ચૌહાણ, પ્રફુલ્લ દવેને લોકોએ યાદ કરવા પડે. પણ, તેમાં ભીખુદાનભાઇ તો સાવ નોખી ભાતના... આ ત્રણેય કળા (ગાયન, કથન, વાદન) ના માહિર, સિદ્ધહસ્ત. તેમને આ ત્રણેય ફાવે... અને તે પણ કેવું? પૂરેપૂરું.!


રંગમંચલક્ષીકળાના ક્ષેત્રે કે અન્ય કોઇ પણ કળાના ક્ષેત્રમાં એવું અનુભવાય છે કે વ્યક્તિ કલાકાર તરીકે જેટલી ઊંચે જતી હોય છે તેટલી માણસ તરીકે પણ ઊંચી જતી હોય તેવું સામાન્ય રીતે બનતું નથી. પણ ભીખુદાનભાઇ આમાં એક સુખદ અપવાદ છે. તેમને મળતો પુરસ્કાર ૩.૪ અને છેલ્લે ૫ના આંકડે પહોંચ્યો છે.


આ ત્રણેય તબક્કાના સાક્ષી બનવાનું સદ્ભાગ્ય જેમને જેમને પ્રાપ્ત થયું છે તે સૌ સ્વીકારે છે કે આ દરેક તબક્કે તેમના નમ્રતા, વિવેક, સંસ્કાર, હાસ્ય અને સહયોગ જેવા સ્વભાવગત ગુણો યથાવત રહ્યા છે. આ સાતત્ય એ તેમની સાધનાનું પરિણામ હોય તેવું પ્રતીત થાય છે.


ભીખુદાનભાઇની અભિવ્યક્તિની ઊંચાઇથી આખુંય ગુજરાત ધન્યતા અનુભવે છે. ત્રણ કલાકના તેમના વન મેન શોમાં તેઓએ પ્રથમ કલાકમાં જે લોકોને ચોધાર આંસુડે રડાવ્યા હોય તે જ લોકોને તે જ કાર્યક્રમમાં થોડી જ વાર બાદ ખડખડાટ હસતાં પણ કર્યા છે. કદાચ એવું પણ બને કે ભવિષ્યની પેઢીને આ સાચું ન પણ લાગે અને તેનો યશ તેમણે એકાત્મભાવે લોકકલાની જે પૂજા કરી છે તેને જ જાય છે.


લોકકલાના એક કલાકાર તરીકે તેમને મળેલા આ સન્માનથી લોકકલામાં જે અગાધ ઊંડાણ છે તે તેઓ દ્વારા ઉજાગર થયું છે. એવી એક સામાન્ય છાપ આમજનસમૂહમાં પ્રવર્તે છે કે કલાકાર કોઇક વ્યસન કે મર્યાદામાં ફસાયેલો હોય જ. પણ આ માન્યતા અનેક કલાકારોએ બાઅદબ ખોટી પાડી છે અને તેના અગ્રેસર ભીખુદાનભાઇ છે.


એક બીજી વાત કહેવાનું પણ મન થાય છે કે તેઓ 'દીવાન-એ-આમ' અને 'દીવાન-એ-ખાસ'ના પણ કલાકાર છે. સામે પાંચ હજાર પ્રેક્ષકો બેઠા હોય ત્યારે તે તમામને મુક્ત મને હસતાં રાખતા ભીખુદાનભાઇ કાર્યક્રમ શરૂ થતાં પહેલાં કે પૂર્ણ થયા બાદ યજમાનને ત્યાં જામતી મહેફિલમાં જ્યારે તેમના સંઘર્ષકાળના વિતકોની કથા કહે ત્યારે લોકો હસી હસીને બેવડ વળી જાય છે.


આ કળા તેમને સહજ સાઘ્ય છે અને તે તેમની ઉપલબ્ધિ છે. મહાન નેતાઓ જેમ સદીમાં એકાદવાર મળે તેમ ભીખુદાનભાઇ જેવા ભવ્ય અને મહાન કલાકાર મળતાં પણ બહુ વાર લાગે છે અને આવા કલાકારનું જ્યારે રાષ્ટ્રીય કક્ષાએ સન્માન થાય ત્યારે જાણે સમગ્ર ગુજરાતના લોકકલાજગતનું આડકતરું સન્માન થયું હોય તેવો ભાવ અનુભવાય છે.


તેમને મળેલા આ સન્માનથી ગુજરાતના એકે એક લોકકલાપ્રેમીઓની છાતી ગજ ગજ ફૂલશે! ભારત પાસે એક જ લતા મંગેશકર છે અને ગુજરાતની રંગમંચલક્ષી લોકકલા પાસે એક જ ભીખુદાનભાઇ ગઢવી છે.


આવુ લખતી વખતે તેમની આરતી ઉતારવાનો કોઇ ભાવ નથી પણ એક તળપદો અને ગામઠી માણસ ધારે તો કેવી સુંદર, સાચી અને સીધી યાત્રા કરી શકે છે તેનું આ મહાન લોકકલાકાર એક ઉત્તમ ઉદાહરણ છે. જેનું અનુસરણ ભાવી પેઢી પ્રેરણા લેવા માટે કરશે.


ઉપરની વાતોના સાક્ષી પુરુષોત્તમ ઉપાઘ્યાય પણ થાય છે. ભીખુદાનભાઇને એવોર્ડ મળ્યા પછી તેમના વિશે પ્રતિભાવ આપતા તેમણે કહ્યું કે તેઓ 'ઉત્તમ સાહિત્યકાર, સર્વોત્કષ્ટ કલાકાર છે. મનના સાફ માણસ છે તથા નિર્ભેળ વાતો કરનારા છે.'


પુરુષોત્તમભાઇની વાતમાં શાહબુદ્દીન રાઠોડ સુર પુરાવતા કહે છે કે 'ભીખુદાન મારા અનન્ય મિત્ર છે. વર્ષોથી અમે સાથે કાર્યક્રમ કરીએ છીએ અને તેમાં વિશેષતા એ છે કે મને કહેવામાં આવે કે આ કાર્યક્રમમાં ભીખુદાનભાઇ છે એટલે હું તે કાર્યક્રમ તરત જ સ્વીકારી લઉ છું અને સામે પક્ષે ભીખુદાનભાઇ પણ આવું જ કરે.


સરળ વ્યક્તિત્વ અને લોકસાહિત્યનો ઊંડો અભ્યાસ ધરાવતા આ કલાકાર હવે આઘ્યાત્મિકતા તરફ વળતા જાય છે તેવું મેં અનુભવ્યું છે. આવા ગુજરાતની લોકકલાના વારસાની મશાલને સતત પ્રજવલીત રાખનાર ભીખુદાનભાઇને અભિનંદન અને અભિનંદન.


ઇતિ સિદ્ધમ: ટાઢિયો તાવ, ગુમડાની રૂઝ, ઉમળકો, પ્રેમ, લાગણી, મમત્વ અને દયા અંદરથી આવે. - ભીખુદાનભાઇ ગઢવી

[F4AG] Jivan Darshan....IN GUJARATI.

 

આળસ રોકીશું તો આપોઆપ સમૃદ્ધિ મળશે

Jivan Darshan
યુનાનમાં પેરિક્લીઝ નામનો એક રાજા રહેતો હતો. સુકરાત અને પ્લેટો જેવા ફિલોસોફર, સોફોકલીઝ અને યુરિપડીઝ જેવા નાટકકાર, હિરોડોટ્સ જેવા ઇતિહાસકાર પેરિકલીઝના શાસનકાળમાં થયા હતા. આ રાજાએ યુનાનને જ નહીં પરંતુ આજુબાજુના કેટલાય દેશોને શક્તિશાળી બનાવ્યા હતા. તે બાળપણથી જ પુરુષાર્થી હતો.


તે જ્યારે સિંહાસન પર બેઠો ત્યારે પોતાના ગુરુ અનાકઝ ગોરસ પાસે આશીર્વાદ લેવા ગયો. ગુરુએ પૂછ્યું, તું મારા આશીર્વાદ શા માટે લેવા માગે છે? પેરિકલીઝે જણાવ્યું કે ગુરુદેવ, હું યુનાનને એક મહાન દેશ બનાવવા માગું છું. એવો દેશ જેને જોઈને દુનિયા મોંઢામાં આંગળા નાખી દે. ગુરુ બોલ્યા, આમ થવું અશક્ય તો નથી પરંતુ થોડું કપરું જરૂર છે.


પેરિકલીઝ બોલ્યો, તેના માટે હું પ્રાણ ન્યોછાવર કરવા પણ તૈયાર છું. ગુરુ બોલ્યા, ફકત પુરુષાર્થની જરૂર છે. પેરિકલીઝે જવાબ આપ્યો કે શું તમે તમારા શિષ્યને આળસુ સમજો છો? તો ગુરુ બોલ્યા કે દેશને મહાન બનાવવા માટે સરહદની સુરક્ષા મહત્વની હોય છે.તેને માટે શક્તિ, દ્રઢનિશ્ચય અને નાગરિકભાવના હોવી આવશ્યક છે તથા પ્રજાનું તંદુરસ્ત હોવું પણ તેટલું જ જરૂરી છે.


પ્રજા પોતાના પરસેવાનું પાણી ત્યારે જ કરી શકે છે જ્યારે તે આળસુ ના હોય. આથી સૌથી પહેલા પોતાની પ્રજાની આળસ દૂર કરો. પેરિક્લીઝે ગુરુના આદેશનું પાલન કર્યું અને પછી તેનો દેશ પ્રગતિના પથ પર આગળ વધતો રહ્યો. પુરુષાર્થ આળસનો દુશ્મન છે.
 
પુરુષાર્થ કરતા રહેવાના અભિપ્રાયનો અર્થ એ છે કે આળસને રોકવી, માનસિક અને શારીરિક બુરાઈઓને રોકવી અને જ્યારે તેમને રોકવામાં સફળતા મળે તો શાંતિ અને સમૃદ્ધિ આપમેળે જ આપણી પાસે દોડી આવે છે.
 
****************************************************************************************************************
 

નાણાંને શ્રમ અને સમયની સાથે જોડી રાખો

Pt. Vijayshankar Mehta
વર્તમાન સમય નાણાં કમાવાની હરીફાઈ અને દોડનો છે. કોઈ પણ ધર્મશાસ્ત્ર કે ગુરુએ તેના માટે ના નથી પાડી. હિન્દુઓના અવતારોએ તો સંપત્તિના સદુપયોગને પોતાના આચરણથી ઘણો સારી રીતે બતાવ્યો છે. બુદ્ધ અને મહાવીરે તો પોતાની અતિસંપત્તિ જોઈને સર્વસ્વ ત્યજી દીધું હતું. ઈસુ ખ્રિસ્તે પણ દરેક પ્રકારની ગરીબાઈનો વિરોધ કર્યો હતો.


પયગંબર મોહમ્મદ સાહેબે પણ વેપારના બધા જ કાયદાઓ અંગે સ્પષ્ટ વિચારો વ્યકત કર્યા છે. કુલ મળીને જોઈએ તો નાણાંને લઈને બધાએ એક વાત નક્કી કહી છે કે તેની ત્રણ ગતિ છે- દાન, ભોગ અને નાશ. પહેલા ભોગને સમજીએ. એક સામાન્ય માન્યતા છે કે જેણે વધુ મહેનત કરવી પડે છે તે કયાં તો મજૂર, નબળા વર્ગનો છે કે કમનસીબ છે. આથી જ કેટલાક લોકો નાણાંનો ઉપયોગ ઓછો શારીરિક શ્રમ કરવો પડે તે હેતુથી પણ કરતા હોય છે.


અહીંથી જ આળસ અને નાણાંના વેડફાવાની શરૂઆત થાય છે, તથા નાણાં અને તંદુરસ્તી બંનેનો નાશ થાય છે. ભોગ નાણાંના નાશની શરૂઆત છે. બીમારી પાછળ થતો ખર્ચ, ચોરી, નુકસાનમાં ગયેલાં નાણાં નાશની શ્રેણીમાં આવે છે. અઘ્યાત્મ કહે છે કે નાણાં તમને બહાર ટકવા માટે લાલચ આપે છે અને આપણે પોતાની અંદર ઉતર્યા વગર જ સંપૂર્ણ જીવનનો નાશ કરી દઈએ છીએ.


ઉમરના કોઈ પડાવે જ્યારે વ્યક્તિ પાસે જરૂરી નાણાં એકઠાં થઈ જાય છે ત્યારે તે પોતાના સમયના ઉપયોગને લઈને પણ માર્ગ ભૂલી જાય છે. જરૂરી સંપત્તિ હોય, પરંતુ સમયનો સદુપયોગ કરવામાં ન આવે તો બીમાર થઈ જશો કે પરેશાનીમાં ડૂબી જશો. આથી નાણાંને એક એવા શ્રમ અને એટલા સમય સાથે જોડી રાખો કે જે બહારના જીવનમાં સમાજ, દેશ માટે ઉપયોગમાં આવે અને પોતાના જીવનમાં સ્વાઘ્યાયને ઘટાડી ન દે.


Your Mail works best with the New Yahoo Optimized IE8. Get it NOW!.

__._,_.___
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
.

__,_._,___

[F4AG] ભારતના ભવિષ્યનો નવો નક્શો

 

ભારતના ભવિષ્યનો નવો નક્શો

Raj Kishor
bjp rssપડોશી છોકરા આદિત્યે જયારે ભારતના ભવિષ્યનો નકશો મારા ટેબલ ઉપર રાખ્યો ત્યારે મારી આંખો પહોળી થઈ ગઈ. આદિત્ય એક નિબંધસ્પર્ધામાં ભાગ લઈ રહ્યો છે. સ્પર્ધાનો વિષય છે : ભારતમાં શાંતિ. બીજા વિદ્યાર્થીઓની જેમ આદિત્યે પણ ઇન્ટરનેટ, અંકલો અને આંટીઓની મદદ લીધી નથી.


લેખ લખવા માટે તો એ સહેલો રસ્તો હતો પરંતુ આદિત્યએ કપરો રસ્તો પસંદ કર્યો. ઘણા દિવસો સુધી તેણે આ વિષય માટે તેણે જાતે જ વિચાર્યું. પરિણામ મારી સામે હતું. આદિત્યએ ભારતનો એક નવો જ નકશો દોર્યો હતો. આ નક્શામાં એક દેશને બદલે પાંચ દેશ હતા.


પાંચેયની વચ્ચે મોટી-મોટી લાઇન ઓફ કન્ટ્રોલ હતી. પોલીસ રાઇફલ લઇને પહેરો ભરી રહી હતી. આદિત્યના કહેવા મુજબ એક ભારતને તોડીને પાંચ ભારત બનાવવામાં આવે તો શાંતિ આપોઆપ સ્થપાઈ જશે. સમાજની સમરસતા સર્જાશે અને કોઈ પણ સમુદાય બીજા સમુદાયની સાથે લડશે નહીં. ભારતના નવા વિભાજનની વાત આદિત્યના મોંએથી જ સાંભળો :


અંકલ આ જુઓ, આ રહ્યું હિન્દુ ભારત. તેને મેં કેસરિયો રંગ આપ્યો છે. અહીંયાં દેશભરના હિન્દુઓ રહે છે. પોતાના વિસ્તારમાં તેઓ મસ્જિદ કે ચર્ચ તોડે તો એ એમના અધિકારની વાત હશે. તેમની સામે કોઈ પણ કોર્ટમાં કેસ કરી શકાશે નહીં. અહીંયાં સવર્ણો અને પછાતો વચ્ચે લડાઈ ભલે થતી રહે પણ લઘુમતીઓ પર અત્યાચાર થઈ શકશે નહીં.


આ ભારતમાં લઘુમતીઓ હશે જ નહીં. લઘુમતીઓ માટે મે ત્રણ અલગ ભારત બનાવ્યા છે. એક મોટો વિસ્તાર મુસલમાનોને આપ્યો છે. એ વિસ્તારમાં માત્ર મુસલમાનો જ રહી શકશે. તેને લીધે હિન્દુ-મુસ્લિમ સમસ્યા ઉકેલાઈ જશે. એક વિસ્તાર શીખોને અપાયો છે. ભારતના ભાગલા વખતે આ બહાદુર કોમની ઇચ્છાઓ પૂરી થઈ શકી નહોતી, હવે થઈ જશે.


એક નાનકડો વિસ્તાર ખ્રિસ્તીઓ માટે બનાવ્યો છે. વિશ્વમાં કોણ જાણતું નથી કે ભારત એક મૂળભૂત ધાર્મિક દેશ એટલે ધર્મના આધારે બરાબર વિભાજન કરવામાં આવે તો અશાંતિનું મૂળ જ કપાઈ જશે. અંકલ, આ જુઓ, આ વિસ્તાર દલિતો માટે છે. આ દેશમાં માત્ર દલિતો જ રહેશે. એ પછી સવર્ણોએ અમને હેરાન કરે છે એવી ફરિયાદ તેઓ કરી શકશે નહીં.


એમણે જણાવ્યું કે આ મારો પ્લાન કેવો છે ? મેં કહ્યું, પણ બેટા, યુપી અને બિહારના જે છોકરાઓને મહારાષ્ટ્રમાં ફટકારવામાં આવ્યા એ પણ હિન્દુ છે અને જેમણે ફટકાર્યા એ પણ હિન્દુ જ છે. તો પછી તમારા ભારતમાં કે પછી કહો કે ભારતોમાં શાંતિ કેવી રીતે રહી શકે ?


લખનઉનાં શિયા-સુન્નીના હુલ્લડો ઘણાં જાણીતા છે. આદિત્યે જવાબ આપ્યો, આનો ઉકેલ પણ મેં વિચારી લીધો છે. હું ભલામણ કરું છું કે મુસ્લિમ ભારતમાં શિયા-સુન્નીઓ જો ઇચ્છે તો પોતાના દેશના વધુ એક ભાગલા કરી શકે છે. શિયાઓનો દેશ જુદો અને સુન્નીઓનો દેશ જુદો. દલિતોની જુદી જુદી જાતિઓ અંદરઅંદર શાંતિથી ના રહે તો તેમાંની પ્રત્યેકને અલગ અલગ દેશ આપવામાં આવશે.


હિન્દુ ભારત પણ ઇચ્છે તો જાતિઓના આધારે એ પોતાનું પુનર્વિભાજન કરી શકે છે. જે રીતે ગામોમાં બ્રાહ્મણો, વાણિયા, ઠાકુરો વગેરેના અલગ અલગ જૂથ હોય છે. મારું ગળું સુકાઈ રહ્યું હતું. મેં કહ્યું, કદાચ તું સાચું કહે છે. પ્રેમ જાળવવાને માટે કેટલુંક અંતર હોવું જરૂરી છે. નિકટતાથી તો ઝઘડો વધે છે.


આદિત્યએ કહ્યું કે હવે અદાલતે પણ સ્વીકાર કર્યો છે કે જેઓ સાથે સાથે ન રહી શકે તેમણે અલગ થઈ જવું જોઈએ. કપૂર આન્ટીને તો આ જ આધારે ડિવોર્સ મળેલા છે ને ? અદાલતે અંકલને એવું કયાં કહ્યું કે તમે ઝઘડો બંધ કરો, તેણે તો બંનેને જુદા જુદા રહેવાની મંજૂરી આપી દીધી.


જે બાબત વ્યક્તિઓ માટે લાગુ પડે છે એ સમુદાય માટે પણ લાગુ પડે છે. ભારતમાં ત્યારે જ શાંતિ સર્જાશે, જયારે દરેક સંપ્રદાયને પોતપોતાનો અલાયદો દેશ મળી જશે. મેં આતુરતા વ્યકત કરી, તો પછી જમ્મુ-કાશ્મીર માટે શું વિચાર્યું છે ? આદિત્યએ કહ્યું મારી યોજનાનો ત્યાં પણ અમલ કરવામાં આવે તો એ સમસ્યા આપોઆપ હલ થઈ જશે.


જમ્મુના લોકો હિન્દુ ભારતમાં આવી જાય અને કાશ્મીરના મુસ્લિમો મુસલમાન ભારતમાં, તો આખો ઝઘડો જ બંધ થઈ જશે. હું જાણવા માગતો હતો કે કાશ્મીરી મુસ્લિમો ભારતના બીજા મુસલમાનોની સાથે રહેવા તૈયાર થશે ? અંકલ, આ તેમનો પ્રશ્ન છે અને આ ભાગલા એમ કંઈ થોડા થઈ જવાના છે. દેશમાં મોટા પાયે લોકમત લેવાશે. મોટા-મોટા બુદ્ધિજીવીવાળું ભારત વિભાજન પંચ રચવામાં આવશે. અરુંધતિ રોય જેવી વ્યક્તિ તેની મહામંત્રી હશે.


પંચના અહેવાલ માટે સંસદમાં ચર્ચા થશે એ પછી આ ઐતિહાસિક કાર્ય પૂરું થશે. મેં પૂછયું, જે લોકો કોઈ ધર્મમાં જ ન માનતા હોય એમનું શું ? આદિત્યએ હસતાં હસતાં કહ્યું, આવા લોકોની સંખ્યા ૨૦ લાખથી વધુ થશે તો એમને પણ એક નાનકડો દેશ મળી જશે.


બેટા, તારી યોજનામાં મહિલાઓનું શું ? એ કયાં રહેશે. માથું ખંજવાળતાં એણે કહ્યું, આન્ટી મહિલાઓને પણ જુદો દેશ જોઈએ છે ? તો તો બધું રસાતાળ થઈ જશે. એમનો પરિવાર જયાં જશે ત્યાં મહિલાઓ જશે. આદિત્ય તેં તારા માટે કયો દેશ પસંદ કરી રાખ્યો છે ? હસતાં હસતાં તેણે કહ્યું, અંકલ, મારે તો ભારત રહેવું જ નથી. હું સ્ટેટ્સ જતો રહીશ.


ત્યાં મારા એક સગા કાકા છે, બે મામા છે, ત્રણ કઝીન છે. હવે તો ડેડી પણ ત્યાં જ સેટલ થવા માંગે છે. તેમણે કહી રાખ્યું છે કે પહેલાં તું જા, પાછળ-પાછળ અમે આવી પહોંચીશું. - રાજકિશોર


The INTERNET now has a personality. YOURS! See your Yahoo! Homepage.

__._,_.___
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
.

__,_._,___

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...